નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

રમતગમતથી થશે સંતાનોનો વિકાસ

 
બાળકો ઘરમાં ભરાઇને વીડિયો ગેમ્સ રમ્યા કરે કે ટીવી જોયા કરે તેના લીધે તેમનો માનસિક અને સામાજિક વિકાસ યોગ્ય રીતે થતો નથી. સારા નાગરિક બનાવવા માટે તેમને વિવિધ આઉટડોર ગેમ્સમાં ભાગ લેતાં પણ શીખવવું જોઇએ.

સવાર-સાંજ વીડિયો ગેમ્સ અને કાર્ટુન ચેનલ પાછળ પાગલ સુમિત આજકાલ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું છે. એટલે સુધી કે હવે તેને વીડિયો ગેમને હાથ લગાડવાનું પણ નથી ગમતું. કદાચ એટલા માટે કે સ્કૂલમાં ટીચરે એને વીડિયો ગેમથી થતી હાનિ અને બહાર રમવા જવાથી થતાં ફાયદા વિશે સમજાવ્યું હતું. બાળકો જ્યારે ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન, કબડ્ડી વગેરે રમતોમાં ભાગ લે છે, ત્યારે તેઓ શારીરિક તેમ જ માનસિક રીતે ફિટ રહેવાની સાથે અભ્યાસમાં પણ સારો દેખાવ કરી શકે છે.

શક્તિ વધે છે
શરૂઆતમાં પ્લેગ્રાઉન્ડમાં ક્રિકેટ, ફૂટબોલ, વગેરે રમવાથી શ્વાસોચ્છવાસ ઝડપી બને છે. ધીરે ધીરે જ્યારે રમવાની ટેવ પડી જાય છે, ત્યારે શ્વાસોચ્છવાસ સામાન્ય બની જાય છે. આના લીધે ભવિષ્યમાં હૃદય સંબંધિત કોઇ રોગ થવાની સંભાવના ઘટી જાય છે. આ ઉપરાંત, શરીરના દરેક સેલ એટલે કે કોશિકાઓ સુધી ઓકસીજન પહોંચવાની પ્રક્રિયા પણ ઝડપી બને છે. આથી સ્વિમિંગ, ફૂટબોલ, ટેનિસ વગેરે રમતો રમનારમાં શક્તિ સતત વધતી જાય છે.

માનસિક રીતે શક્તિમાં વધારો
એ વાત સાચી કે જ્યારે બાળકો કોઇ પણ રમત રમે છે, ત્યારે તેનામાં સ્પર્ધાની ભાવના વિકસે છે. સ્પર્ધાની ભાવના બાળકોને માનસિક રીતે મક્કમ બનાવે છે. ખરેખર તો બાળકો માનસિક રીતે મક્કમ હશે, તો જ કોઇ પણ નિર્ણય યોગ્ય રીતે લઇ શકશે અને દરેક ક્ષેત્રમાં આગળ વધી શકશે.

ફ્લેક્સિબિલિટી
ફૂટબોલ, બેડમિન્ટન, સ્વિમિંગ વગેરે રમત રમવાને લીધે સાંધાની આસપાસ મૂવમેન્ટ થાય છે. આના લીધે બાળકોના શરીરની ફ્લેક્સિબિલિટી વધે છે.

સામાજિક સંબંધો
વીડિયો ગેમ, ટીવી વગેરે સામે બેસી રહેનારા બાળકોનું સામાજિક વર્તુળ મર્યાદિત બની જાય છે. જ્યારે અન્ય બાળકો સાથે હળીમળીને રહેનારામાં સહકારની ભાવના વિકસે છે અને ભવિષ્યમાં તેઓ સારા સામાજિક સંબંધો બાંધી શકે છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા