નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

દાલ મહારાની

 
 દાલ મહારાની સામગ્રી: 1/4 કપ રાજમા 1/4 કપ આખા અડદની દાળ 1/4 કપ ચણાની દાળ 1 સમારેલી ડુંગળી 2 સમારેલા ટમેટા 3 લીલા મરચાં 1/2 ઈંચ આદુનો ટુકડો છીણેલો સ્વાદ અનુસાર મીઠું 1 ચપટી હળદર પાવડર 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર લીલા ધાણા 1 ટેબલસ્પૂન માખણ 1/4 કપ મલાઈ 1/4 ટીસ્પૂન જીરૂના દાણા 1/4 ટીસ્પૂન રાયના દાણા રીત: - રાજમા, અડદની દાળ અને ચણાની દાળને આખી રાત પાણીમાં પલાળીને રાખો.
- બીજા દિવસે આ ત્રણેય દાળને સાથે પ્રેશર કુકરમાં બાફીને પીસી લો.
- હવે એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં રાયના દાણા અને જીરૂ ઉમેરો.
- રાયના દાણા ફૂટે એ સાથે તેમાં આદુ અને લીલા મરચાં ઉમેરો.
- થોડી મિનીટ સુધી સાંતળો અને પછી સમારેલી ડુંગળી અને ટમેટા ઉમેરો. થોડી વાર રહેવા દો.
- તેમાં મીઠું, લાલ મરચાંનો પાવડર અને હળદર ભેળવીને બરાબર હલાવો.
- હવે તેમાં બાફીને પીસેલી દાળ ઉમેરીને થોડી મિનીટ સુધી ઉકળવા દો.
- તેમાં મલાઈ અને લીલા ધાણા ઉમેરીને ફરીથી હલાવો.
- ગરમા ગરમ દાલ મહારાની રોટી સાથે સર્વ કરો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા

પ્રેમ એટલે......