નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ઘરે બનાવો 'ચીઝ ચીલી ટોસ્ટ'

 
 
બાળકો માટે બનાવો ચીઝ ચીલી ટોસ્ટ

સામગ્રી:

1/4 કપ દૂધ
1/4 ટી..સ્પૂન મેંદો
3 કળી ક્રશ કરેલું લસણ
4 ટેબ.સ્પૂન કુકિંગ ચીઝ
2 નંગ લીલા મરચા ઝીણા સમારેલા
4 ટેબ.સ્પૂન પ્રોસેસ ચીઝ
1 નંગ ડુંગળી ઝીણી સમારેલી
5 થી 6 સ્લાઈસ બ્રેડ
2 ટેબ.સ્પૂન બટર
સ્વાદ પ્રમાણે મીઠું
1 ટી.સ્પૂન મરી પાવડર
1 ટેબ.સ્પૂન ઝીણા સમારેલા કેપ્સીકમ

સર્વ કરવા માટે:

ટોમેટો કેચપ

રીત:

-સૌ પ્રથમ એક નોન સ્ટીક પેન માં બટર ગરમ કરી તેમાં ક્રશ કરેલું લસણ સાંતળી લો.

-હવે તેમાં મેંદો નાખી 1/2 મિનીટ માટે ફરી સાંતળી લો.
-તેમાં દૂધ નાખી કુકિંગ ચીઝ અને 3 ટેબ.સ્પૂન પ્રોસેસ ચીઝ નાખી મિશ્રણ જાડું થાય ત્યાં સુધી ધીમા તાપે સતત
હલાવતા રહો.

-ઘટ્ટ થાય એટલે તેમાં લીલા મરચા,ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા કેપ્સીકમ ઉમેરી હલાવી લો.
-હવે બ્રેડ ની સ્લાઈસ ને ટોસ્ટ કરી તેની ઉપર તૈયાર કરેલો ચીઝ સોસ પાથરો
-ઉપર થી બાકીનું પ્રોસેસ ચીઝ ભભરાવી ઓવન માં ગ્રીલ કરવા મુકો
-ઉપરનો ભાગ બદામી થવા આવે એટલે બહાર કાઢી કટ કરી ગરમ હોય ત્યારે જ ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
*એકલું પ્રોસેસ ચીઝ પણ વાપરી શકાય

*જો લસણ ન નાખવું હોય તો તેના વગર પણ આ વાનગી બની શકે છે

*જો ઓવન કે માઇક્રોવેવ ન વાપરવું હોય તો તવી ગરમ કરી તેની પર તૈયાર ટોસ્ટ મૂકી ઢાકણ ઢાંકી ચીઝ ઓગળે ત્યાં સુધી ગરમ કરવું

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે