નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

અમદાવાદથી દુબઇનું ભાડું ફક્ત રૂ.7500!


અમદાવાદને મળશે દુબઇ માટેની નવી લો કોસ્ટ ફ્લાઇટ!


 
અમદાવાદથી દુબઇ જતાં મુસાફરોને વધુ એક ફ્લાઇટની સુવિધા ઓગસ્ટના અંત સુધીમાં મળશે. ફ્લાય દુબઇ નામની એરલાઇન્સ દ્વારા અમદાવાદથી દુબઇની હવાઇ સેવાનો આરંભ કરવામાં આવી રહ્યો છે અને તે પણ લો કોસ્ટ ફેરમાં! હાલ અમદાવાદથી દુબઇ માટે એમિરેટ્સ અને એરઇન્ડિયા જેવી એરલાઇન્સની ફ્લાઇટો જાય છે.


૨૭મી ઓગસ્ટના રોજ દુબઇની આ નવી ફ્લાઇટ પહેલી ઉડાન ભરે તેવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ફ્લાઇટ અઠવાડિક હશે અને અઠવાડિયામાં એક વાર દુબઇ માટેની કનેક્ટિવિટી આપશે. તેનું શરૂઆતી ભાડું R ૭,૫૦૦ સુધીનું રહેશે અને મુસાફરો ૭ કિલોની હેન્ડબેગ પોતાની સાથે લઇ જઇ શકશે. અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક વખતથી ઇન્ટરનેશનલ મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો હતો.


એટલું જ નહીં એરક્રાફ્ટ મૂવમેન્ટમાં પણ ઘટ દેખાઇ રહી હતી. તેની સામે એરપોર્ટના અધિકારીઓ દ્વારા નવી એરલાઇન્સોને આકર્ષવામાં આવી રહી હતી. પરિણામે હવે અમદાવાદ એરપોર્ટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સની નવી શરૂઆતનો દોર આરંભ થયો છે. જે મુજબ દુબઇની ફ્લાઇટ અમદાવાદને મળી છે. ભવિષ્યમાં બીજી ઇન્ટરનેશનલ એરલાઇન્સો પણ અમદાવાદને મળે તેવી શક્યતા સૂત્રો દર્શાવી રહ્યાં છે.


હવે ઇન્ટરનેશનલ મુસાફરી પણ સસ્તા ભાડામાં થઇ શકશે


થોડા સમય પહેલાં જ ડોમેસ્ટિક એરલાઇન્સ ઇન્ડિગોએ તેની ઇન્ટરનેશનલ સેવાઓની જાહેરાત કરી હતી. જેમાં દુબઇનું ભાડું R ૯,૯૯૯ રખાયું છે. તેવી જ રીતે ફ્લાય દુબઇ પણ લો કોસ્ટ એરલાઇન્સ હોવાથી તેનું શરૂઆતી ભાડું ૭૫૦૦ R જેટલું છે. તેણે અમદાવાદને કનેક્ટિવિટી આપીને ભારતમાં ત્રીજા શહેરથી સેવાઓ શરૂ કરી છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા

પ્રેમ એટલે......