નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

નવરત્ન બિરિયાની

 
 
નવરત્ન બિરિયાની

સામગ્રી:

2 બટાકા
2 ટામેટા
2 કેપ્સિકમ
100 ગ્રામ વટાણા
4-5 લીલાં મરચાં
8-10 પાન ફુદીનો
2 ડુંગળી - ૨ નંગ
100 ગ્રામ કોબીજ
2 ટીસ્પૂન લીંબુનો રસ
500 ગ્રામ ચોખા
જરૂર અનુસાર કેસરી રંગ
2 ટેબલસ્પૂન તેલ
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
1 ટીસ્પૂન હળદર
1 ટીસ્પૂન ગરમ મસાલો
2 ટીસ્પૂન ધાણા પાઉડર
સ્વાદ અનુસાર મીઠું
8-10 કાજુ-કિશમિશ
3 ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ
તેજાના - જરૂર પૂરતા

રીત:

- બધાં શાકને સમારી લો. ચોખાને બે કલાક પલાળી રાખી પછી પાણી નિતારી લો.
- એક કડાઇમાં થોડું તેલ ગરમ કરી તેમાં વટાણાના દાણાને તળી લો.

- હવે ફરી તેલ ગરમ કરી તેમાં ડુંગળીને સાંતળી લો. આછી બ્રાઉન રંગની થાય એટલે તેમાંથી અડધા ભાગની ડુંગળી અલગ કાઢી લો. - બાકીની ડુંગળીમાં આદું-લસણની પેસ્ટ, મરચું, હળદર, ધાણા પાઉડર નાખીને શેકો. - તેમાં બધાં શાક ભેળવી 4-5 મિનિટ રહેવા દો. - મીઠું, લીંબુનો રસ અને ગરમ મસાલો ભેળવી એકરસ થાય એટલે મિશ્રણને આંચ પરથી ઉતારી લો.
- એક તપેલીમાં થોડું પાણી ગરમ કરી તેમાં આખો મસાલો (તેજાના) અને મીઠું નાખો.
- તેમાં ઊભરો આવે એટલે પલાળેલા ચોખા ઉમેરો. ચોખા બફાઇ જવા આવે એટલે તેનું પાણી નિતારી લઇ અધકચરા બફાયેલા ભાતને ફરીથી તપેલીમાં નાખો. - તેનો એક્સરખો થર કરી તેના પર શાકનું મિશ્રણ પાથરો. - તે પછી તેના પર સાંતળેલી ડુંગળી, લીલાં મરચાં, કાજુ-કિશમિશ, ફુદીનાનાં પાન પાથરો. - હવે તેના પર થોડું તેલ રેડૉ. ઉપર ફરીથી ભાતનો થર કરો. 4-5 ચમચા નવશેકા પાણીમાં કેસરી રંગ ઘોળો. - ચપ્પુથી ભાતમાં બે-ત્રણ જગ્યાએ કાણા પાડી તેમાં આ કેસરી રંગ રેડો અને તપેલી ઢાંકી દો. - 10-15 મિનિટ સુધી ધીમી આંચ પર રહેવા દો. - ચોખા બરાબર બફાઇ જાય એટલે ગરમાગરમ નવરત્ન બિરિયાની સર્વ કરો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા