નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

અગિયારસ નિમિત્તે બનાવો 'ફરાળી બિરિયાની'

 
 
અગિયારસ નિમિત્તે બનાવો 'ફરાળી બિરિયાની'

સામગ્રી:

1 કપ મોરિયો
1 ટી.સ્પૂન તેલ
1/4 ટી.સ્પૂન જીરું
2થી 3 નંગ ઝીણા સમારેલા લીલા મરચા
સ્વાદ પ્રમાણે સિંધાલુણ
1 ટી.સ્પૂન લીંબુ નો રસ
1 ટી.સ્પૂન ખાંડ
1 ટેબ.સ્પૂન શેકેલી શીંગ નો અધકચરો ભૂકો
ચપટી લાલ મરચું

1 નંગ છીણેલો બટાકો
1 ટી.સ્પૂન તેલ
1/4 ટી.સ્પૂન જીરું
સ્વાદ પ્રમાણે સિંધાલુ
1/2 ટી.સ્પૂન લાલ મરચું
2 નંગ ઝીણા સમારેલા લીલા મરચા
1 ટી.સ્પૂન લીંબુનો રસ
1 ટી.સ્પૂન ખાંડ
1 ટેબ.સ્પૂન શેકેલી શીંગ નો અધકચરો ભૂકો

ગાર્નીશિંગ માટે
1 ટેબ.સ્પૂન મસાલા શીંગ નો અધકચરો ભૂકો

રીત:

-સૌ પ્રથમ એક પેન માં તેલ લઇ જીરું નો વઘાર કરી લીલા મરચા અને શીંગનો ભૂકો નાખી તેમાં છીણેલો બટાકો નાખો.
(બટાકા ને છીણી ને ૨ થી ૩ વાર પાણી થી ધોઈ નાખવાથી છીણ છૂટી થશે.)
-તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ નાખી ચડવા દો.
-બરાબર ચડી જાય પછી તેમાં લીંબુ નો રસ અને ખાંડ નાખી હલાવી ખાંડ નું પાણી બળી જાય એટલે નીચે ઉતારી સાઈડ પર રાખો.
-હવે બીજા પેન માં તેલ લઇ જીરું નો વઘાર કરી લીલા મરચા અને શીંગ નો ભૂકો નાખી 2 કલાક પલળેલો મોરિયો નાખો.૧ કપ મોરિયો હોય તો ૧ કપ પાણી નાખી ચડવા દેવું.
-વચ્ચે જરૂર પડે તો બીજું પાણી નાખવું.પણ બને તેટલો છૂટો થવા દેવો.ચડી જાય એટલે તેમાં લીંબુ નો રસ અને ખાંડ નાખી બરાબર હલાવી નીચે ઉતારી લો.
-હવે એક બાઉલ માં છેક નીચે શેકેલી મસાલા શીંગ નો ભૂકો અને ચપટી લાલ મરચું ભભરાવી તેની પર મોરિયા નું એક લેયર કરો
-ત્યાર બાદ તેની પર બટાકા ની છીણનું લેયર કરો.તેની ઉપર ફરી મોરિયા નું લયેર કરી બરાબર દબાવી લો.
-આ વાનગી ને દહીં ની ચટણી સાથે સર્વ કરો.

*દહીં ની ચટણી બનાવવા માટે દહીં માં મીઠું નાખી બરાબર વલોવી ઉપરથી લાલ મરચું અને શેકેલો જીરું નો પાવડર છાંટી લેવો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા