નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

મોડર્ન છોકરીની ટ્રેડિશનલ સમસ્યા...!

 
 
ટિપિકલ ટ્રેડિશનલ થવું કે પોતાની મોડર્ન ઓળખ જાળવી રાખવી? આ છે...

આપણી મમ્મીઓ છોકરાઓને એ હદ સુધી બગાડી નાખે છે કે કોલેજના પ્રોફેસર કે પરણીને આવેલી પત્ની પણ એની કુટેવો સુધારી શકતી નથી. - ચંદ્રકાંત બક્ષી

સ્ત્રી-પુરુષ સમોવડિયાં છે એવો પવન ફૂંકાયા પછી સ્ત્રીઓ કે જે અપમાનજનક સ્થિતિમાં જીવતી હતી એમની સ્થિતિમાં કંઇક સુધારો થયો. એની સાથે સાથે આવું પરિવર્તન ઘણી ‘મુશ્કેલી’ પેદા કરનાર પણ બન્યું. બાહ્ય રીતે જોવા જઇએ તો જે સાસુ સ્વયં ‘દબાયેલું’ જીવન જીવી હતી, એનાથી પુત્રવધૂનું સાપેક્ષ રીતે બદલાયેલું ‘સ્વતંત્ર’ જીવન અસહ્ય બન્યું. જે પુરુષ ‘બોસગીરી’ કરવા જ ટેવાયેલો હતો એનાથી એક સ્ત્રીને બોસ તરીકે સ્વીકારવી અઘરું થયું. આવા તો ઘણા દાખલા આપી શકાય. પણ આજે વાત કરવી છે એક મોડર્ન છોકરીની અજીબો-ગરીબ અને રેલેવન્ટ સમસ્યાની. એનો પત્ર ટૂંકાવીને તમારી સામે મૂકું છું. આપણે એનું નામ રાખીએ સુજાતા. એ લખે છે:

‘આજે મારે તમારી સાથે એક સમસ્યા શેર કરવી છે. ગભરાતા નહીં, એ સમસ્યા એટલી કોમ્પ્લિકેટેડ નથી! પછી મારે એ પણ જાણવું છે કે હું સાચે રસ્તે છું કે નહીં. હું એક એવા ગામમાંથી આવું છું જે મૂળભૂત રીતે ઓર્થોડોકસ વિચારસરણી ધરાવે છે, જ્યાં હજુ પણ કો-એજ્યુકેશન (કે જ્યાં છોકરા-છોકરીઓ સાથે ભણે) સ્વીકૃત બન્યું નથી. પણ મારા મમ્મી-પપ્પા ફોરવર્ડ હોવાથી એમણે મને આઠથી બારનું શિક્ષણ એવી શાળામાં અપાવ્યું કે જ્યાં પાંચ હજાર છોકરાઓની વચ્ચે હું એકલી જ છોકરી ભણતી. મારા ઘરે પણ મારા માતા-પિતા મને અને મારા ભાઇને એકસરખી જ ટ્રિટમેન્ટ આપતા.

સ્વાભાવિક રીતે હું એક ટિપિકલ ટ્રેડિશનલ છોકરી નથી, કારણ કે છોકરાઓ સાથે પનારો પાડીને હું બોલ્ડ બની ગઇ હતી. કોલેજમાં પણ મારે મિત્રો તરીકે છોકરીઓ કરતાં છોકરાઓ વધુ હતા. મારા ઘરે પણ મારા મિત્રો (બોય-ફ્રેન્ડ નહીં) બિન્ધાસ્ત આવી શકતા. હું દસમા ધોરણમાં હતી ત્યારે ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ વાંચી હતી, અને ત્યારનું એવું નક્કી કર્યું હતું કે મારા જીવનમાં મારી સાથે જે પણ ‘કનેકટ’ થશે એની સાથે હું સત્ય જ બોલીશ.

એની સાથે સાથે હું એવું પણ વિચારતી કે આ દુનિયામાં મારા જેવા વિચારો ધરાવતો કોઇ છોકરો તો હશે જ, જે મને ગમશે અને જેને હું જેવી છું એવી ગમીશ. પણ અહીં જ ટ્રેજેડીની શરૂઆત થાય છે! છોકરાઓને ટિપિકલ છોકરીઓ વધારે ગમે છે. ટિપિકલ એટલે વસ્ત્રોમાં અને દેખાવ પ્રત્યે સભાન હોય, થોડી નખરાળી હોય. હું કોલેજમાં આવી અને ત્યાં પણ મારો જે સ્પેશ્યલાઇઝેશનનો વિષય હતો, તેમાં હું એકલી જ છોકરી હતી. પોસ્ટ ગ્રેજયુએશનમાં મારા સહકારથી એક છોકરી અમારા ગ્રૂપમાં આવી.

પછી મેં જોયું તો મારા ગ્રૂપના બધા જ છોકરા પેલી છોકરીને ઇમ્પ્રેસ કરવાના કામમાં લાગી ગયા હતા! મને ખૂબ જ નવાઇ લાગી. પછી મારા ધ્યાનમાં આવ્યું કે મોટાભાગના છોકરાઓને થોડી કમ-અક્કલ અને નખરાવાળી છોકરી ગમતી હતી. આવું બધું લાંબો સમય ઓબ્ઝર્વ કર્યા પછી મને પ્રશ્ન થાય છે કે મારે શું કરવું જોઇએ? મારે હું જે છું એવી જ રહેવું જોઇએ કે ટ્રેન્ડ પ્રમાણે બદલાઇ જવું જોઇએ? (મતલબ કે મારે પણ ટિપિકલ નખરાળી છોકરી બની જવું જોઇએ?) હું જો બદલાઇ જઉં તો એ મને નાટક લાગે છે, અને નથી બદલાતી તો એવું લાગે છે કે આ વલણ મારા જીવનને અસર કરશે!’

શક્ય છે કે સુજાતાએ જે વાતો લખી છે એ સાથે તમે સહમત ન પણ થાવ. પણ સુજાતાએ ઊભો કરેલો મુદ્દો વિચારવા પ્રેરક તો છે જ. થાય છે એવું કે મા-બાપ છોકરીઓને છોકરા સમાન ગણીને ઉછેરે પણ જ્યારે સમાજનો સામનો કરવાનો આવે છે ત્યારે આવી છોકરીઓએ એક પ્રકારની ‘પીડા’ અને ‘મુશ્કેલીઓ’નો સામનો કરવાનો આવે છે.

હવેના સમયમાં મધ્યમવર્ગના માતાપિતા પણ એમની દીકરીઓને દીકરાઓની જેમ જ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ઊંચી ફી ભરીને પ્રોફેશનલ એજ્યુકેશન આપે છે. કમનસીબી એ છે કે દીકરીના લગ્નમાં ધામધૂમથી ખર્ચ કરવાની જૂની માનસિકતામાંથી તો બહાર નથી જ આવતા. એનો અર્થ એ નથી કે છોકરીઓને ઘરની ચાર દીવાલોમાં કેદ કરીને રાખવી! હવે એ તો શક્ય પણ નથી અને શક્ય હોય તોય ભારોભાર અસંસ્કારી છે.

ભલે દૂરથી તો દૂરથી, પણ સુજાતાની વાત સાથે કનેકટ થાય એવી બીજી વાત એ છે કે ઘણીવાર મા-બાપ/શિક્ષણ/વાતાવરણ બાળકો માટે આદર્શ સ્થિતિની પરિકલ્પના પૂરી પાડે છે પણ, વાસ્તવિક જીવનમાં કેવી રીતે કોપ અપ કરવું એ શીખવવાનું ભૂલી જાય છે. પરીક્ષામાં આખો કલાસ ચોરી કરતો હોય ત્યારે તમે તમારા બાળકને શું શિખામણ આપશો? સુજાતાની સમસ્યા કંઇક અંશે આપણા આવા બેવડાં ધોરણોમાંથી જ ઉત્પન્ન થઇ છે.

સેફ જવાબ એવો પણ આપી શકાય કે આ એક પરિવર્તનનો સમયગાળો છે, એટલે આવા સંઘર્ષો તો ઉત્પન્ન થવાના જ. અંગત રીતે એવું લાગે છે કે સુજાતાને એવો સવાલ થાય છે કે એ જે કરી રહી છે એ બરાબર છે કે એણે પણ ‘બદલાઇ’ જવું જોઇએ. તે એ વાતની નિશાની છે કે હજુ આ કહેવાતા મોડર્ન જમાનામાં પણ આપણે ટ્રેડિશનલ માન્યતાના કોચલામાંથી બહાર આવી શક્યા નથી. તમે સુજાતાની જગ્યાએ હો તો શું કરો?

Comments

Popular posts from this blog

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......