નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ઠંડાઈ

 
ઠંડાઈ

હોળીના તહેવારમાં ઘરે જ ઠંડાઈ બનાવીને મજા કરી શકો છો

સામગ્રી:

21/2 કપ પાણી
2 ટેબલસ્પૂન વરિયાળી
1/2 ટીસ્પૂન ઈલાયચી
4 આખા લવિંગ
2/3 કપ કિસમિસ
1/2 કપ ઝીણી સમારેલી બદામ
1/4 કપ સમારેલા પિસ્તા
1/4 કપ મગસ્તરી
1 લીટર દૂધ
1/4 ટીસ્પૂન પીસેલું કેસર

રીત:

- એક સોસપેનમાં પાણીને ઉકાળો.
- હવે તેમાં વરિયાળી, ઈલાયચી, લવિંગ ઉમેરીને ઢાંકી દો અને ગેસ પરથી ઉતારી લો. - 10 મિનીટ સુધી એમ જ રહેવા દો.
- કિસમિસ, બદામ, પિસ્તા અને મગસ્તરીને એક બાઉલમાં મિક્સ કરો અને તેને વરિયાળીના પાણીમાં ઉમેરો. - ઢાંકીને ઓછામાં ઓછું 1 કલાક રહેવા દો. - હવે આ મિશ્રણને બ્લેન્ડ કરો. ધ્યાન રાખો કે બદામ પિસ્તા અને કિસમિસ સ્મૂથ પેસ્ટ જેવા ક્રશ થઈ જાય. - હવે તેને ગાળી લો. - જો કોટનના સ્વચ્છ કપડાથી ગાળો તો કાપડને થોડું નીચોવીને વધારાનું પાણી પણ કાઢી લો. - 2 ટેબલસ્પૂન જેટલું દૂધ ગરમ કરો અને તેમાં કેસર ઉમેરો. - હવે પહેલા તૈયાર કરેલ વરિયાળીનું મિશ્રણ, કેસર દૂધ અને બાકીનું દૂધ મોટા જગમાં મિક્સ કરીને ઠંડુ થવા દો. - બરફના ટુકડા સાથે સર્વ કરો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા