નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

તલ ચણા બિરિયાની

 
 
તલ ચણા બિરિયાની

સામગ્રી:

1 કપ ચોખા
6 નાની ડુંગળી
1/2 કપ કાબુલી ચણા
4 લીલાં મરચાં
5 નાની બટાકી
4 લવિંગ અને તમાલપત્ર
2 ટેબલસ્પૂન સફેદ તલ
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
તેલ જરૂર પ્રમાણે
1 લીંબુ
1 ટીસ્પૂન મરીનો પાઉડર
1 ટીસ્પૂન લસણની પેસ્ટ
3-4 ચીઝ કયૂબ
8-10 ચેરી
બારીક સમારેલી કોથમીર

રીત:

- ચોખા અને કાબુલી ચણાને જુદા જુદા પલાળો. - બે કલાક પછી તેનું પાણી નિતારી લો. - હવે એક કડાઇમાં થોડું તેલ ગરમ કરી તેમાં આખી ડુંગળી, બટાકી, લીલાં મરચાં, મીઠું નાખી બરાબર સાંતળો. - લીંબુનો રસ ભેળવીને પછી આંચ પરથી ઉતારી લો.- હવે બીજી તપેલીમાં તેલ ગરમ કરી, તેમાં તમાલપત્ર, લવિંગ, મરચું, લસણની પેસ્ટ નાખીને સાંતળો. - થોડી વાર પછી તેમાં ચોખા અને કાબુલી ચણા ઉમેરો અને હલાવો. - જરૂર પૂરતું પાણી રેડી સ્વાદ મુજબ મીઠું નાખો. - ચોખા બફાઇ જાય એટલે તેમાં સાંતળેલી બટાકી, ડુંગળી અને તલ ભેળવો. કોથમીર, ચીઝ કયૂબ, ચેરીથી સજાવટ કરી ગરમાગરમ સર્વ કરો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા

પ્રેમ એટલે......