નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

'હીરો હોન્ડા' ઇતિહાસ બની ગયું, હીરોનો નવો લોગો જુઓ

- આવતા પાંચ વર્ષમાં 10 અબજ ડોલર ટર્નઓવર પ્રાપ્ત કરવાની યોજના
- બે નવા મોડલ લોન્ચ, દેશના પશ્ચિમી અને દક્ષિણ ભાગમાં બે નવા પ્લાન્ટ સ્થાપિત કરશે
- 30 દેશોમાં નિકાસ દ્વારા વેપારને 10 ટટકા નિકાસથી પ્રાપ્ત કરવાનું લક્ષ્ય
- કંપનીએ રાજસ્થાનમાં શોધ અને વિકાસ પર મોટું રોકાણ કરવાની જાહેરાત કરી
- ઉલ્લેખનીય છે કે હીરો અને હોન્ડા ગ્રૂપે થોડાં સમય પહેલાં જ ભાગીદારી છૂટી કરી હતી


વિશ્વની સૌથી મોટી દ્વિચક્રી કંપની હીરો મોટોકોર્પે એક ભવ્ય ક્રાયક્રમ દરમ્યાન પોતાની બ્રાન્ડ આઇડેન્ટિટી લોન્ચ કરતાંની સાથે જ આવતા પાંચ વર્ષ માટે મહત્વકાંક્ષી બિઝનેસ સ્ટ્રેટજી લોન્ચ કરી.

હોન્ડના સંયુકત ઉદ્યમથી અલગ થઇને વૈશ્વિક સપાટી પર ઓળખ બનાવા અને સ્થાનિક બજારમાં દબદબો કાયમ રાખવાની સાથે જ નિકાસ માટે રણનીતિની જાહેરાત કરી. કંપનીએ પોતાના દમ પર નવી ટેકનિક વિકસિત કરવા અને નવા મોડલ બજારમાં લાવવાની જાહેરાતની સાથે આવતા પાંચ વર્ષમાં વેપારને દસ અબજ ડોલર પર લઇ જવાનું લક્ષ્ય રાખયું છે પરંતુ તેમાં દસ ટકા હિસ્સો નિકાસથી એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

કંપની દેશના પશ્ચિમી અને દક્ષિણી હિસ્સાઓમાં બે નવા પ્લાન્ટ સ્થાપિત કરશે, જ્યારે રાજસ્થાનમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર મોટું રોકાણ કરશે. આ તક પર કંપનીએ ફિલ્મ અભિનેતા રણબિર કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીન જાહેરાત પણ કરી. કંપનીએ પોતાના મોટો વર્લ્ડ વન હીરો અને અંથમ અમારામાં છે હીરો પણ લોન્ચ કર્યો.

કંપનીએ અહીં જાહેરાત કરવા માટે ભવ્ય આયોજન કર્યું, જેમાં દેશભરમાંથી અંદાજે 1000 ડીલરોને બોલાવ્યા હતા. આ તક પર કંપનીના ચેરમેન બ્રજમોહનલાલ મુંજાલે કહ્યું કે આજે અમે એક નવી શરૂઆત કરવા જઇ રહ્યા છીએ. જે રીતે અમે છેલ્લાં 25 વર્ષમાં સફલતા પ્રાપ્ત કરી છે તેને જોતા અમે ભવિષ્યમાં પણ પોતાના સહયોગીઓ દ્વારા પ્રાપ્ત કરતા રહીશું.

કંપનીના નવા લોગોના લોન્ચિંગ વખતે સીઇઓ પવન મુંજાલે કહ્યું કે નવી બ્રાન્ડ હીરોના ફેરફારનું પ્રતિક છે. આવતા પાંચ વર્ષ સુધી અમે કુલ રોકાણના બરાબર રોકાણ કરીશુ, જે 4500 કરોડ રૂપિયાથી પણ વધુ હશે. કંપની એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને મધ્ય અમેરિકાના 30 દેશોમાં નિકાસ કરશે. જ્યારે તેમાંથી એક જગ્યાએ અસેંબલી લાઇન પણ સ્થાપિત કરશે.
 
 
 
 

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા

પ્રેમ એટલે......