નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

મહામુસિબત બની ગયા છે આ ‘ગોરે ગોરે બાલ?’

 
‘કોલેજમાંથી હેરફોલ થવા માંડેલો. વાળ એટલા બધા ખરે છે કે હવે તો મને એનાથી ટાલ પડવાની બીક લાગે છે.’

‘આ શું વેશ કાઢ્યા છે? આવો લઘર-વઘર ક્યાં જવા તૈયાર થયો છો? હવે તું આ તારું ફાટેલું જિન્સ કાઢ, એટલું મેલું થઇ ગયું છે કે હવે તો લોન્ડ્રીમાં જ ધોવા આપવું પડશે. તારી મમ્મીથી તો આ ધોવાશે જ નહીં. અને આ શાહુડીના પીંછા જેવા વાળ ઊભા કેમ કર્યા છે? કેવો વિચિત્ર દેખાય છે તું?’‘ડેડી, યુ ડોન્ટ ડિસ્ટર્બ મી. તમને આજકાલની એક પણ ફેશનની ખબર પડતી નથી અને તમે વારંવાર મને ટોકો છો. આ ફાટેલું જિન્સ અત્યારની ફેશન છે અને આ મેલું કે ઘસાયેલું પેન્ટ નથી. આ તો ફેક્ટરીમાંથી નવું લઇએ ત્યારે જ એને સ્પેશ્યલ ટ્રિટમેન્ટ આપીને આવો લૂક આપેલો હોય છે. આને ‘કુલ લૂક’ કહેવાય.

એન્ડ વ્હોટ યુ કોલ્ડ? શાહુડી? મને શાહુડી શું છે તે ખબર નથી પણ એ પણ તમારા જમાનાની કોઇ ચીજ જ હશે. મેં વાળની આ સ્પેશ્યલ સ્ટાઇલ કરાવી છે. આને ‘સ્પાઇકસ’ કહેવાય અને પછી મેં મસ્ત હેર કલર કરાવ્યા છે. લૂક હીયર, બે અલગ અલગ શેડમાં મારા વાળને ટચ અપાવ્યા છે. કેવું મસ્ત દેખાય છે?’

‘અલ્યા, ફટેહાલ-ચિંથરાં પહેરીને ફરવું અને લૂખા, સૂકા, ભૂખરા, મરુન વાળ લઇને ફરવું તે મસ્ત છે? આ તારા ‘સ્પાઇકસ’ જોઇને જ સામેવાળાના દિલમાં ‘કાંટા’ વાગે છે. બાકી હતું તે હવે કલર કરાવ્યા છે. શું જરૂર હતી એની? કેટલીવાર સમજાવ્યો છે કે જરા સારા ઘરના સંસ્કારી છોકરા જેવો દેખાઇશ તો ન્યાતજાતમાં તને કોઇ જોશે અને સારા ઘરની છોકરી મળશે.’

‘ડેડી, આપણે આ વાત કેટલીય વાર ડિસ્કસ કરી છે. આપણે ડિસાઇડ કર્યું છે કે તમારે મને મેરેજની વાત કરીને ઇમોશનલ હેરેસમેન્ટ નહીં કરવાનું. મારા વાળ પહેલેથી ખરાબ કવોલિટીના છે. બારમા ધોરણમાં હતા ત્યારે જ સફેદ થવા માંડેલા. કોલેજમાં આવ્યો ત્યારથી હેરફોલ ખૂબ જ થવા માંડેલો. અત્યારે આ કલર કરેલો છે તો આટલા સારા દેખાય છે. નહીંતર મહેંદી કે બ્લેક ડાઇ વાપરવી પડે છે. મારા માથે એટલા બધા સફેદ વાળ છે કે કાબરચીતરું માથું લઇને ફરું તો સારું ન લાગે, એટલે જ મારે કલર કે ડાઇ કરવા પડે છે. વળી, વાળ એટલા બધા ખરે છે કે હવે તો મને એનાથી ટાલ પડવાની બીક લાગે છે.’

‘બેટા સફેદ વાળ કે ખરતા વાળ તારા એકલાની ફરિયાદ નથી. તારા જેવા હજારો, લાખો યુવાનોની આ ફરિયાદ છે પણ તેમાં તમારી લાઇફસ્ટાઇલ મૂળ કારણભૂત છે. સવારે મોડા ઊઠવું, રાત્રે મોડા સુધી જાગવું, તળેલું, તીખું, જંકફૂડ લેવું, અતિશય ગુસ્સો કે ટેન્શન અને માનસિક સ્ટ્રેસ પણ વાળની કવોલિટી બગાડે છે. ઊંઘની કવોલિટી ખરાબ હોય તો પણ વાળ ખરે કે વહેલા સફેદ થાય. આ બધા તો શરીરના અંદરનાં કારણો છે. ઉપરાંત બહારનાં કારણો જેવા કે વધારે પડતા કેમિકલનો પ્રયોગ.

સાબુ, શેમ્પુ, કલર, ડાઇ, જેલ, કંડિશનરના રૂપે જાતજાતના કેમિકલ ચોપડવાથી વાળ પર ખરાબ અસર થાય છે. માત્ર જાહેરખબરોથી લલચાઇને, આંખ મીંચીને આવી પ્રોડકટ વાપરવાને બદલે ડોક્ટરની સલાહ પ્રમાણે તેનો ઉપયોગ થવો જોઇએ. વાળની કવોલિટી સુધારવા દૂધ, ખજુર, અંજીર, લીલા શાકભાજી વધારે લેવા. હેરડ્રાયર અને વાળ સીધા કરવાના સ્ટ્રેઇટનિંગ મશીનનો ઉપયોગ પણ સમજીને કરવો. આંબળા, બ્રાહ્ની, ભાંગરો, મુક્તાપિષ્ટી, ધાત્રી રસાયન, પ્રવાલપિષ્ટી વગેરે જેવી ઘણી દવાઓ સમજી વિચારીને યોગ્ય માર્ગદર્શન મુજબ લઇ શકાય. આયુર્વેદની નસ્યકર્મ અને શિરોધારા સારવારથી પણ સારાં પરિણામ મળે છે. પણ સૌથી પહેલા તો વાળ સફેદ થાય જ નહીં તેની સાવચેતી રાખો અને તમારી પ્રકૃતિ પ્રમાણેની લાઇફસ્ટાઇલ ખોરાક વગેરે ગોઠવો તે જ અગત્યનું.’

Comments

Popular posts from this blog

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......