નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

કાંઇક આવી રીતે માનવીએ ધરતી પર પહેલું પગલું ભર્યું હતું

 
  - તાજેતરના સંશોધન બાદ વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો- પૂર્વ આફ્રિકાના જંગલોમાં માનવીએ ભરી હતી પહેલી પા-પા પગલી

“એ.. તને ચાલતા નથી આવડતું?” આ વાક્ય આજ સુધીમાં ક્યારેક તો તમારા કાન સાથે અથડાયું જ હશે પરંતુ તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે માનવી સૌપ્રથમ ચાલતાં ક્યારે અને કેવી રીતે શીખ્યો હતો.

વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે હવામાં લહેરાતાં લીલાછમ ઘાસવાળા મેદાનોની વચ્ચે અમુક ઊગી નીકળેલા છત્રી આકારના વૃક્ષોની ડાળીઓ પર મનુષ્યના પૂર્વજો ચાલતાં શીખ્યા હતા.

નેચર જર્નલના તાજેતરના અંકમાં સંશોધકોએ કહ્યું છે કે ભૂતકાળમાં પૂર્વ આફ્રિકાના ખુલ્લા જંગલ અને વૃક્ષો વગરના ઘાસવાળા મેદાનોએ માનવજાતને અભિભૂત કરી હતી અને મનુષ્યના પૂર્વજો વૃક્ષોની ડાળ પકડીને ચાલતાં શીખ્યા હતા.

યુનિવર્સિટી ઓફ ઉતાહના ભૂસ્તરશાસ્ત્રના પ્રોફેસર થુર સર્લીંગે કહ્યું હતું કે “જ્યારે અમને માનવીના પૂર્વજો અંગે કશીક માહિતી મળે છે ત્યારે અમને એ વાતનો પણ પૂરાવો મળે છે કે તેમનું કુદરતી રહેણાંક વૃક્ષો વગરના ઘાસવાળું મેદાન હતું.”

સંશોધકોને જાણવા મળ્યું છે કે આ ઘાસવાળી જમીન અને ખુલ્લા જંગલના વિશાળ વિસ્તારો અહીં સતત છેલ્લા 7.4 કરોડ વર્ષોથી હાજર હતા.

પ્રાચીન વનસ્પતિઓની સમજની પેટર્ન વૈજ્ઞાનિકોને કેટલાક મહત્વના કોયડાઓ ઉકેલવામાં મદદ કરી શકે તેમ છે. જેવા કે કેવા પ્રકારના પર્યાવરણે માનવીને વિકાસ કરવા માટે દબાણ કર્યું હશે.

સેર્લિંગે કહ્યું હતું કે “હાલના કેટલાક વૈજ્ઞાનિકો એવું માને છે કે પૂર્વ આફ્રિકામાં 2 મીલિયન વર્ષો પહેલા બધે જ જંગલો હતો અને ત્યારબાદના 2 મીલિયન વર્ષો સુધી અહીં વૃક્ષો વગરના લીલા ઘાસવાળા મેદાનો હતા. આ વિકાસ જ દર્શાવે છે કે અહીં કુલ 4 મીલિયન વર્ષો પહેલા બે પગોવાળા પ્રાણીઓ હાજર હતા. છેલ્લા 4.3 મીલિયન વર્ષો દરમિયાન મળી આવેલા માનવજાતિના અવશેષો પરથી અંતે અમે એવા નિર્ણય પર પહોંચ્યા છીએ કે માનવીના પૂર્વજો વાંદરામાંથી બન્યા હતા.”

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા