નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

આ રહ્યાં નવા જ પ્રકારનાં-ટોટલી ઇનોવેટિવ આંદોલનો

 
 
અત્યારના ‘આંદોલનમય’ એટમોસ્ફિયરમાં આપની સમક્ષ પેશ છે, કેટલાક સાવ નવા જ પ્રકારનાં-ટોટલી ઇનોવેટિવ આંદોલનો

ઓગસ્ટ મહિનાને આંદોલનોનો મહિનો કહેવામાં આવે છે. ઘણાં બધાં મોટાં આંદોલનો આ ઓગસ્ટ મહિનામાં જ શરૂ થયાં હતાં. આ વર્ષે પણ એવાં જ એંધાણ વર્તાઇ રહ્યા છે. અણ્ણા હઝારે લોકપાલના મુદ્દે ઝભ્ભાની બાંયો ચડાવી- ફરી એકવાર સરકાર સામે ‘જુદ્ધે’ ચડવા તૈયારી કરી રહ્યા છે. ભાવવધારો અને ભ્રષ્ટાચારના મુદ્દે વિરોધપક્ષો આંદોલન-આંદોલન રમવા થનગની રહ્યા છે. તો આવા ‘આંદોલનમય’ એટમોસ્ફિયરમાં કેટલાક નવા જ પ્રકારનાં-ટોટલી ઇનોવેટિવ આંદોલન કરવાનો ‘સુ’ કે ‘કુ’ વિચાર અમારા દિમાગમાં પ્રગટ્યો છે. જેને અમો-તમોને જણાવવા માગીએ છીએ. તો રજુ કરીએ છીએ ‘આંદોલન ૨૦૧૧’

- ભ્રષ્ટાચારના વિરોધમાં તો ઘણાં ઘણાં આંદોલન થયાં પણ આપણે ભ્રષ્ટાચારની ‘ફેવર’માં આંદોલન કરીએ તો કેવું? આપણે ભ્રષ્ટાચારને કાયદેસર કરવા ‘લીગલાઇઝ’ કરવા લડત શરૂ કરીએ. કેમ કે આવું કરીશું તો બધાની બાજી ‘ઓપન’ થઇ જશે. કોઇએ કશા ‘છાનગપતિયાં’ કરવા જ નહીં પડે. કોઇ ‘ચંગુ’ જો કોઇ ‘મંગુ’ પાસે લાંચ લે તો એણે રેવન્યૂ સ્ટેમ્પ તે સહીવાળી પાકી રસીદ આપવી પડશે કે- ‘અમો નીચે સહી કરનાર શ્રીમાન ચંગુજી આ સાથે કબૂલ કરીએ છીએ કે કપાસના કાલા કાઢવાના કૌભાંડમાં શ્રીમાન મંગુજીએ અમને રૂપિયા બે કરોડ રોકડાની લાંચ આપેલ છે.’ રસીદમાં નીચે લાંચ લેનારે અને લાંચ દેનારે બંનેએ ‘સહી-હસ્તક પોતે’ એવું લખીને મત્તું માર્યું હશે. સાઇન કરી હશે. બોલો, ભ્રષ્ટાચાર કાયદેસર કરવાનું આંદોલન કરવા જેવું છે કે નહીં? આ આંદોલનનું સૂત્ર ‘લાંચ લો રસીદ દો!’

- પરીક્ષામાં ચોરી કરવાના બનાવો હવે સાવ સામાન્ય રોજિંદી ઘટના જેવા બની ગયા છે. જજની પરીક્ષામાં બેસનારા પણ ચોરી કરતાં ઝડપાયા છે. આવા સંજોગોમાં પરીક્ષામાં ચોરી કરવાના ‘કૃત્ય’ને કાયદેસરનો હક્ક મળે તેવું આંદોલન કરવું જોઇએ. જેને માટે સૂત્ર પણ તૈયાર છે - ‘પરીક્ષાઓ આપીશું. ચોપડી સાથે રાખીશું.’ જી હા, હવેથી બધી જ પરીક્ષાઓમાં ચોપડી-ગાઇડ-કાપલી જે લઇને બેસવું હોય તે લઇને બેસવા દેવા માટે ઉગ્ર ચળવળ કરવી જોઇએ એવું નથી લાગતું?

- આજકાલ ફિલ્મોમાં ટીવીમાં કંઇ પણ દેખાડવામાં આવી રહ્યું છે. જે દ્રશ્યો વયસ્કો-પુખ્તો છુપાઇને જોતા હતા તે દ્રશ્યો આખા કુટુંબ સામે ડ્રોઇંગરૂમમાં બેધડક દેખાડાઇ રહ્યા છે. પછી જે કસર બાકી રહેતી હોય તે કમ્પ્યૂટર પર ઇન્ટરનેટ પૂરી કરી રહ્યું છે. કાળી-ધોળી-લીલી-પીળી-ભૂરી બધા રંગની ફિલ્મો નાના-મોટા બધાને સરળતાથી ‘આંખવગી’ બની રહી છે. મોબાઇલના એમએમએસ બળતામાં ઘી હોમી રહ્યા છે. હવે બાકી શું રહ્યું છે? આ સેન્સર-સંસ્થાઓને તાળાં મારી દો. આમેય એ લોકો ગાળા-ગાળી, મારમ-મારી, સ્વીકૃત-વિકૃત બધું પસાર થવા દે છે તો પછી હવે જેને જે જોવું હોય, જ્યારે જોવું હોય, જ્યાં જોવું હોય તે જોવા દો-કેમ ‘જોવું એ જન્મ સિદ્ધ અધિકાર’ છે! આ આંદોલનનું સૂત્ર રાખીશું, ‘કુટુંબ સાથે બેસીશું. મન ફાવે તે દેખીશું.’

- રૂઢિચુસ્ત ગણાતા આપણા પાડોશી દેશ પાકિસ્તાને કોઇના પણ ‘અબ્બાની’ પરવા કર્યા વગર ‘રબ્બાની’ને વિદેશમંત્રી બનાવ્યાં, તો આપણે પણ બિપાશા, પ્રિયંકા જેવી બ્યુટીક્વિનને વિદેશમંત્રી બનાવવા આંદોલન કરવું જોઇએ. કેમ કે આવી વિદેશમંત્રીઓએ કંઇ ઉકાળવાનું તો હોતું નથી. વિદેશ પ્રવાસો કરી ટોળ-ટપ્પાં, ને આંટાફેરા ને આશીર્વાદ જ કરવાનાં હોય છે. એમનાં નિવેદનો તો એમના ‘હાઇકમાન્ડે’ પઢાવ્યા હોય તેવા જ હોય છે.’

- બધા ક્રિકેટરોને આજકાલ દેશ માટે રમવા કરતાં આઇપીએલ જેવા સર્કસમાં જોડાઇને રૂપિયા રળી લેવાનો ચસ્કો ચડ્યો છે. આવા સંજોગોમાં આપણે આઇસીસી વિરુદ્ધ આંદોલન છેડવું જોઇએ. જુદા જુદા દેશો વચ્ચે જે ટેસ્ટ મેચો અને વન-ડે રમાય છે તે બંધ કરાવી અને બધે આઇપીએલ જેવી ટૂનૉમેન્ટ જ રમાય તેવી ઉગ્ર માગણી કરવી જોઇએ અને બારેય મહિના ત્રણસોને પાંસઠ દિવસ આખી દુનિયામાં ક્યાંકને ક્યાંક મેચ રમાયા જ કરવી જોઇએ એવી જેહાદ જગાડવી જોઇએ. ટાઇમ બગડે-દેશ ખાડે જાય તો ચિંતા નહીં કરવાની. ‘દેશ નહીં હૈ અબ કુછ, આઇપીએલ હૈ સબ કુછ...’

- સૌને ગમી જાય એવું એક આંદોલન કરવા જેવું છે. આપણા નેતાઓ કાયમ ખોટાં ખોટાં વચનો-વાયદા આપ્યા કરે છે. તો આપણને એમને ‘ડેલી બેલી’ છાપ ગાળો દેવાનો હક્ક મળે તેવું આંદોલન ન કરવું જોઇએ? ‘આપ જુઠે વચન દેંગે, હમ તુમ્હેં ગાલી દેંગે.’

- આવાં સોલ્લિડ આંદોલનો પછી છેલ્લે એક જ આંદોલન કરવા જેવું રહેશે ‘આંદોલન નહીં કરવાનું આંદોલન’!‘

Comments

Popular posts from this blog

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......