નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

રિસ્પેક્ટ ધ ટાઇમ

 
સીમા સવારે સાડા પાંચે ઊઠે. બંને છોકરાઓનાં લંચ બોક્સ તૈયાર કરે. છોકરાઓને તૈયાર કરીને પોણા સાતે સ્કૂલ બસ માટે ઘર નજીક મૂકવા જાય. પછી હસબન્ડની ડિમાન્ડ્સ પૂરી કરવાનો ટાઇમ. પછી રસોઇ અને ઘરની સારસંભાળમાં બપોર થઇ જાય, ત્યાં તો પાછા બાળકોને ઘરે આવવાનો ટાઇમ થઇ જાય. એમનું હોમવર્ક ચેક કરીને ભણવા બેસાડવાના વત્તા ટીચર્સના રેડ રિમાકર્સનું સ્ટ્રેસ તો જુદું જ. બપોરે જરા પણ આરામ ન મળે ત્યાં તો પાછી ઇવનિંગની અથડામણો શરૂ થઇ જાય. પતિદેવ ગૌરવની એન્ટ્રી રાત્રે નવ વાગે થાય અને જમીને ટીવીમાં જે ચાલતું હોય તે જોઇને પથારી ભેગા. સીમા માટે ઘડિયાળના કાંટા પર ચાલવું એ છેલ્લા દસ વર્ષથી નિત્યક્રમ થઇ ગયો હતો.

ગૌરવ એક માસ કમ્યુનિકેશન કંપનીમાં જનરલ મેનેજર હતો. પણ ઘરનું અને ટાઇમનું મેનેજમેન્ટ અને કોમ્યુનિકેશન મેનેજમેન્ટ કરવામાં પાછળ પડી ગયો હતો. ઘડિયાળ નામનું યંત્ર આ ફેમિલીનું તંત્ર ખોરવી રહ્યું હતું. સીમા જાણે અજાણે ભયાનક સ્ટ્રેસફુલ રુટિન જીવતાં જીવતાં અનેક રોગોને આમંત્રણ આપી રહી હતી.ગૌરવના ફેમિલી ફિઝિશિયને બંને પતિ-પત્નીની એપોઇન્ટમેન્ટ લઇ આપી. બંને મહામુશ્કેલીએ ટાઇમ કાઢીને સાથે આવી શક્યા. એમની સારવાર શરૂ થઇ.

મિત્રો, લોકોનો સમય આજકાલ એટલો ઝડપથી વીતે છે કે, ‘મારી પાસે ટાઇમ જ નથી’ એવું કહેવાનીય ફુરસદ નથી રહી. સમય, શરીર, મન, મહત્વાકાંક્ષા અને જવાબદારીઓએ પરસ્પર રેસ લગાવી છે. આવામાં ‘ટાઇમ મેનેજમેન્ટ’ અત્યંત અનિવાર્ય છે. એ સ્ટ્રેસ રિડકશન કરવાનું અતિશય મહત્વનું પરિબળ છે. જરૂરી કામ તાત્કાલિક પૂરાં કરવાં. પણ ક્યાં કામ જરૂરી છે, એ નક્કી કરવું અનિવાર્ય છે. જીવનનું શાણપણ બિનજરૂરી કામોને નહીં કરવામાં પણ રહેલું છે.

સીમાને ઇમ્પોર્ટન્ટ અને અરજન્ટ કામની કેટેગરી વહેંચી આપવામાં આવી. કેટલાક એવાં કામ હતા જે આજે અને અત્યારે જ કરવા પડે. કેટલાક એવાં કામ હોય છે, જે બે-પાંચ દિવસોમાં પૂરાં કરો તો ચાલે. કેટલાક ધ્યેયો કે કામ લાંબાગાળાનાં હોય છે. દરેક વ્યક્તિની કામની પ્રાથમિકતાઓ અંગત અને વિશિષ્ટ હોય છે.

આ માટે સીમાને થોડું પેપરવર્ક કરવાની સલાહ આપવામાં આવી. એણે ઉપરની બધી કેટેગરીઓને દિવસ મુજબ વહેંચી નાખી. ગૌરવને પણ અમુક જવાબદારીઓ વહેંચવાનું સ્પષ્ટ સૂચન થયું. પ્રોફેશનલ, ફેમિલી, સોશિયલ, સ્વાસ્થ્ય સંબંધી અને પર્સનલ બાબતોનું લિસ્ટ બન્યું. રોજનું ટાઇમ ટેબલ પાલન કરવાથી ગૌરવ અને સીમાને અંગત આનંદ માટે પર્સનલ સમય પણ મળી શક્યો.

ગૌરવે સીમાની સવારની જવાબદારીઓ શેર કરી એટલે બાળકોની વધુ નજીક આવ્યો. સીમાને પણ ગૌરવના બદલાયાથી રાહત થઇ. હવે ગૌરવ રાત્રે દોઢ કલાક વહેલો ઘરે આવે છે. ઓફિસ ટાઇમથી વધારે બહાર મિત્રો સાથે સિગારેટ પીતાં ગપ્પાં મારવાનું બંધ કર્યું છે. ઘડિયાળ હવે ત્રાસને બદલે ‘જીવનનો પ્રાસ’ બેસાડનાર દોસ્ત બની ગઇ છે.

વિનિંગ સ્ટ્રોક: ટાઇમ અને લાઇફની રેસમાં જો ટાઇમ મેનેજ થઇ જાય તો લાઇફ જીતી જવાય. એટલું જ નહીં એને મરતા સુધી માણી શકાય. રિસ્પેક્ટ ધ ટાઇમ એન્ડ ટાઇમ વિલ રિસ્પેક્ટ યુ!

Comments

Popular posts from this blog

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......