મોદીનું સરકારમાં રહેવાનું 20મું વર્ષ શરૂ, દેશમાં કોઈ ચૂંટાયેલી સરકારના સૌથી મોટા પદ પર સૌથી વધુ દિવસ રહેનારાઓમાં મોદી 8મા નંબરે
- Get link
- X
- Other Apps
મોદીએ આજના દિવસે 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા, પછી 12 વર્ષ 227 દિવસ સુધી મુખ્યમંત્રી રહ્યા- વડાપ્રધાન તરીકે મોદીનો 6 વર્ષ 131 દિવસ સુધીનો કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો છે, આ પદ પર સૌથી વધુ દિવસ રહેનારા બિનકોંગ્રેસી નેતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક નવી ઊંચાઈ પર પહોંચ્યા છે. એ ઈતિહાસ છે ભારતીય રાજકારણનો. આ મુકામ છે બે દાયકા સુધી સત્તાના સર્વોચ્ચ પદ પર રહેવાનું. આ એ જ દિવસ છે, જ્યારે નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત કોઈ સરકારી પદ સંભાળ્યું હતું. 7 ઓક્ટોબર 2001, એટલે કે આજથી 19 વર્ષ પહેલાં મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા.
દેશમાં લોકો દ્વારા ચૂંટવામાં આવેલી સરકાર(કેન્દ્ર, રાજ્ય કે પછી બંનેને મેળવીને)માં સર્વોચ્ચ પદ પર સૌથી વધુ સમય પર રહેનારાઓમાં મોદીનું નામ 8મા નંબરે છે. પ્રથમ નંબરે સિક્કિમના પૂૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ છે. તેઓ 24 વર્ષ 165 દિવસ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા.
બીજા નંબર પર પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ જ્યોતિ બસુ છે. તેઓ 23 વર્ષ 137 દિવસ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા. મોદીના મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના કાર્યકાળને મેળવવામાં આવે તો આજે 19 વર્ષ પૂરાં થયાં છે, એટલે કે આજે મોદીસરકારનું 20મું વર્ષ શરૂ થઈ રહ્યું છે.
મોદી ગુજરાતના 4 વખત સીએમ રહ્યા
મોદી ગુજરાતના ચાર વર્ષ સીએમ રહ્યા. પ્રથમ વખત તેમણે કેશુભાઈ પટેલની જગ્યાએ 7 ઓક્ટોબર 2001ના રોજ મુખ્યમંત્રીપદ સંભાળ્યું હતું. એ પછી તેઓ 22 ડિસેમ્બર 2002 સુધી રાજ્યના સીએમ રહ્યા. એ પછી તેઓ 22 મે 2014 સુધી સતત 12 વર્ષ 227 દિવસ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. ગુજરાતમાં આ કોઈ એક મુખ્યમંત્રીનો સૌથી લાંબો કાર્યકાળ છે. તેમની પહેલાં આ રેકોર્ડ કોંગ્રેસના માધવસિંહ સોલંકીના નામે હતો, તેઓ લગભગ 6 વર્ષ સુધી રાજ્યના સીએમ રહ્યા હતા.15 ઓગસ્ટે લાલ કિલ્લા પર મોદીએ 7મી વખત ઝંડો ફરકાવીને અટલજીનો રેકોર્ડ તોડ્યો હતો
- 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ દેશના 14મા વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા. પછી 30 મે 2019ના રોજ તેઓ બીજી વખત વડાપ્રધાન બન્યા હતા. ત્યાં સુધીમાં તેઓ કુલ 6 વર્ષ 131 દિવસનો કાર્યકાળ પૂરો કરી ચૂક્યા છે.
- તેઓ સૌથી વધુ સમય વડાપ્રધાનપદ રહેનારા પ્રથમ બિનકોંગ્રેસી નેતા છે. આ પહેલાં રેકોર્ડ અટલ બિહારી વાજપેયીના નામે હતો. તેઓ ત્રણ વખત દેશના વડાપ્રધાન રહ્યા છે. આ દરમિયાન તેઓ કુલ 6 વર્ષ, બે મહિના અને 19 દિવસ સુધી આ પદ પર રહ્યા.
- તાજેતરમાં જ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર મોદી 7મી વખત ઝંડો ફરકાવીને અટલજીથી આગળ નીકળી ગયા હતા. અટલજીએ લાલ કિલ્લા પર 6 વખત ઝંડો ફરકાવ્યો હતો.
હવે મોદીથી આગળ ત્રણ નામ, સૌથી વધુ પીએમ રહેવાનો રેકોર્ડ નેહરુની પાસે
દેશ માટે મોદીસરકારના આ 8 મોટાં કામ
1. 2014માં જનધન યોજના શરૂ કરવામાં આવી.
2. 2016માં ડિજિટલ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત ભીમ એપ લોન્ચ કરી.
3. 2016માં નોટબંધી કરી.
4. 2017માં GST લાગુ કરવામાં આવ્યો.
5. 2018માં આયુષ્માન ભારત યોજના લઈ આવ્યા.
6. 2019માં તીન તલાક કાયદો લાવ્યા.
7. 2019માં કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી.
8. 2020માં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment