નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સંજય દત્તે બીમારી અંગે વાત કરી,કીધું કે .....

 સંજય દત્તને ચોથા સ્ટેજનું ફેફસાંનું કેન્સર હોવાની ચર્ચા છે. પરિવારે સંજય દત્ત બીમાર હોવાની વાત સ્વીકારી હતી પરંતુ તેને શેની બીમારી છે તે અંગે વાત કરી નહોતી. જોકે, હવે સંજય દત્તે પહેલી જ વાર પોતાની બીમારી અંગે વાત કરી હતી અને સ્વીકાર્યું હતું કે તેને કેન્સર છે.


હેર સ્ટાઈલિસ્ટ અલીમ હાકીમે સંજય દત્તનો વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં સંજય દત્તે કહ્યું હતું કે તે કામ પર પરત ફર્યો છે અને તેણે ચાહકોને વચન આપ્યું હતું કે તે કેન્સરને હરાવીને રહેશે.'હાઈ, હું સંજય દત્ત છું. સલૂનમાં પાછા આવવાનું ગમ્યું. નવો હેરકટ કરાવ્યો. તમે મારા જીવનના જખમ જોશો, પરંતુ હું તેને હરાવીશ.


હું કેન્સરમાંથી ટૂંક સમયમાં બહાર આવીશ. અલીમ અને હું લાંબા સમયથી સાથે છીએ. તેના પિતા મારા પિતાના વાળ કાપતા હતા. હાકીમસાબ 'રોકી'માં સ્ટાઈલિસ્ટ હતા અને પછી અલીમે મારા વાળ કાપવાની શરૂઆત કરી હતી. હું તેનો ગીની પિગ (પૈસાનો ગલ્લો) છું.


અલીમ હંમેશાં મારા વાળા પર પ્રયોગો કરતો રહેતો હોય છે. 'KGF ચેપ્ટર 2'માં મારો લુક દાઢીવાળો હશે. હું નવેમ્બરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ. હું સેટ પર પાછો ફરીને ખુશ છું. આવતીકાલે હું 'શમશેરા'નું ડબિંગ કરીશ.'







Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!