નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચીન ને મળ્યો જોરદાર ઝાટકો .....

 પૂર્વી લદ્દાખમાં હજી ગાત્રો થીજવતી ઠંડી શરૂ થઈ નથી અને ચીની સેનાને ઝાટકો લાગ્યો છે. પેંગોગ તળાવની ઉત્તર છેડે ચીની સેના PLAને જાનહાનિનું નુકસાન ઉઠાવું પડ્યું છે. ગયા અઠવાડિયે એક ચીની સૈનિકને બહાર નીકાળતા દેખાયા હતા. એવું માનવામાં આવે છે કે આ વિસ્તારમાં અત્યારથી જ રાત્રિ ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. ચીની સૈનિકો ઠંડીને ઝીલી શકતા નથી અને જાનહાનિની ​​સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.





પેંગોગ તળાવને અડીને આવેલા 15 હજારથી 16 હજાર ફૂટ ઉંચા શિખરો પર 5000 ચીની સૈનિકો હાજર છે. ચીને અગાઉ એવો દાવો કર્યો હતો કે તેમને ઠંડીનો સામનો કરવા માટે અત્યાધુનિક બેરેક બનાવ્યા છે જેમાં તાપમાન હંમેશાં ગરમ ​​રહેશે. સાથો સાથ ચીની સૈનિકો તેમાં સ્નાન પણ કરી શકશે. ચીની મીડિયાએ એ પણ દાવો કર્યો હતો કે પીપલ્સ લિબરેશન આર્મીએ લદ્દાખને અડીને આવેલા તિબેટના નાગરી વિસ્તારમાં પ્રથમ વખત ભારે તોપો તૈનાત કરી છે.


ચીની મીડિયાએ કહ્યું કે PLA ‘યુદ્ધની તૈયારી’ના ભાગરૂપે તેને અંજામ આપી રહ્યા છે. જૂની અને અસ્થાયી બેરેકની જગ્યાએ સૈનિકો માટે નવી અને કાયમી બેરેક બનાવવામાં આવી રહી છે. ચીન દ્વારા સંચાલિત ટીવી ચેનલ સીસીટીવી એ નથી બતાવ્યું કે ચીને આ બેરેક બનાવવાનું ક્યારે શરૂ કર્યું અને તેને બનાવવામાં કેટલો સમય લાગ્યો. જો કે, તેમણે દાવો કર્યો હતો કે ઘણી નવી તકનીકોની મદદથી આ સૈન્ય સુવિધાઓ ખૂબ જ ઝડપથી બનાવવામાં આવી છે. ચીની આર્મી પીએલએ પણ નવી બેરેકની તસવીર જાહેર કરી છે. તેમાં અનેક વિશાળ બિલ્ડિંગ સામેલ છે. આ સિવાય તોપોને છુપાવા માટે અનેક બેરેક બનાવવામાં આવી છે.




સીસીટીવી એ કહ્યું કે આ બેરેકનો હેતુ યુદ્ધની તૈયારી કરવાનો છે. તેમણે કહ્યું, ‘બેરેકની અંદરની દરેક વસ્તુને પહોળી બનાવામાં આવી છે, જેથી કરીને સૈન્ય ઝડપથી એકત્રિત થઈ શકે. યુદ્ધ માટે જરૂરી સામાન અને ગેરેજ જોડવામાં આવ્યા છે જેથી કટોકટીની સ્થિતિમાં હથિયારો ઝડપથી લોડ કરી સૈન્યમાં મોકલી શકાય. આ નવી બેરેકના નિર્માણથી સૈનિકોને આ વિસ્તારમાં સરળતાથી પ્રવેશ મેળવવાની તક મળશે.


Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!