નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કોરોનાને ને લઇ ને રશિયાથી સારા સમાચાર,બીજી રસીને પણ આપી મંજૂરી, શું છે એ જાણો ?

 કોરોના વાયરસ મહામારીના વધતા પ્રકોપની વચ્ચે રશિયા (Russia) થી એક સારા સમાચાર આવી રહ્યા છે. જેણે પોતાની બીજી કોરોના વાયરસ રસી (Corona Virus Vaccine) રજીસ્ટર્ડ કરી છે. રશિયાએ બીજી રસીનું નામ EpiVacCorona રાખ્યું છે. આપને જણાવી દઇએ કે આ પહેલા રશિયાએ કોરોના વાયરસની પ્રથમ રસી સ્પુટનિક-વીને મંજૂરી આપી હતી, જે વિશ્વવ્યાપી કોવિડ-19 ની પ્રથમ રસી છે.



રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિ (Vladimir Putin) ને બુધવારના રોજ કેબિનેટ સભ્યો સાથેની એક વીડિયો કોન્ફરન્સ દરમ્યાન EpiVacCorona રસીની જાહેરાત કરી હતી. વ્લાદિમીર પુતિને કહ્યું, “મારી પાસે એક સારા સમાચાર છે. નોવોસિબિર્સ્ક વેક્ટર સેન્ટર એ આજે કોરોના વાયરસની વિરૂદ્ધ બીજી રૂસી રસી રજીસ્ટર્ડ કરી છે.” તેમણે કહ્યું કે આપણે પહેલી અને બીજી રસીનું ઉત્પાદન વધારવાની જરૂર છે. આપણે આપણા વિદેશી ભાગીદારોની સાથે સહયોગ કરવાનું ચાલુ રાખીશું અને વિદેશોમાં આપણી રસીઓને પ્રોત્સાહિત કરીશું. ” સાથો સાથ પુતિને કહ્યું કે ત્રીજી રસી પણ લગભગ તૈયાર જ છે.




રશિયાએ સાઇબિરીયાની વર્લ્ડ ક્લાસ વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટ (વેક્ટર સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેકનોલોજી) ખાતે એપિવાકકોરોના રસી તૈયાર કરી છે. આ રસી સપ્ટેમ્બરમાં માનવ પરીક્ષણનો પ્રારંભિક તબક્કો પૂર્ણ કર્યો હતો અને માનવ પરીક્ષણના પરિણામોને પ્રકાશિત કરવાના બાકી છે. તો રસીના ત્રીજા તબક્કાનું પરીક્ષણ પણ હજુ શરૂ થયું નથી.



રશિયન સરકારે કહ્યું કે નોવોસિબિર્સ્ક વેક્ટર સેન્ટર એ બીજી કોરોના વાયરસ રસી એપિવાકકોરોના રજીસ્ટર્ડ કરી છે. પ્રથમ રશિયન રસી Sputnik- V થી વિપરીત આ રસી સિન્થેટિક વાયરસ પ્રોટીનનો ઉપયોગ કરીને રોગપ્રતિકારક પ્રતિક્રિયાને ટ્રિગર કરે આપે છે, જ્યારે સ્પુટનિક વી અનુકૂલિત એડેનોવાયરસ સ્ટ્રેન્સનનો ઉપયોગ કરે છે.



Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી