શાહીન બાગ જેવાં જાહેર સ્થળોનો ઘેરાવ સહ્ય નથી, આવા કિસ્સાઓમાં અધિકારીઓ ખુદ કાર્યવાહી કરે, અદાલતોની પાછળ ના છુપાય
- Get link
- X
- Other Apps
સુપ્રીમ કોર્ટના ચુકાદાની 4 મુખ્ય બાબત
- વિરોધપ્રદર્શન માટે શાહીન બાગ જેવાં જાહેર સ્થળોનો ઘેરાવ સહન કરી ન શકાય.
લોકતંત્ર અને અસંમતિ સાથે સાથે ચાલી શકે છે.- શાહીન બાગને ખાલી કરાવવા માટે દિલ્હી પોલીસે કાર્યવાહી કરવાની જરૂર હતી.
- આવી ઘટનાઓમાં અધિકારીઓએ ખુદ પગલાં લેવા જોઈએ. તેઓ અદાલતો પાછળ છુપાઈ ન શકે કે જ્યારે કોઈ આદેશ આવશે ત્યારે કાર્યવાહી કરીશું.
- કોર્ટે અગાઉ કહ્યું હતું- વિરોધના અધિકાર અને મૂવમેન્ટના અધિકારમાં સંતુલન હોવું જોઈએ.
વકીલ અમિત સાહનીએ આ મામલે પિટિશન ફાઇલ કરી હતી. કોર્ટે 21 સપ્ટેમ્બરે ચુકાદો મુલતવી રાખ્યો હતો. અદાલતે એ દિવસે કહ્યું હતું કે વિરોધના અધિકાર અને જનતાની મૂવમેન્ટના અધિકાર વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. સંસદીય લોકતંત્રમાં તમામને વિરોધનો અધિકાર છે, પરંતુ શું લાંબા સમય સુધી કોઈ જાહેર માર્ગને જામ કરી શકાય?
શાહીન બાગમાં 3 મહિનાથી વધુ સમય સુધી દેખાવો ચાલ્યા હતા
દિલ્હીના શાહીન બાગમાં 14 ડિસેમ્બરે સીએએ વિરુદ્ધ દેખાવો શરૂ થયા હતા, જે 3 મહિનાથી વધુ સમય સુધી ચાલ્યા હતા. સુપ્રીમ કોર્ટે 17 ફેબ્રુઆરીએ સિનિયર વકીલ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને જવાબદારી આપી હતી કે દેખાવકારો સાથે વાતચીત કરીને કોઈ ઉકેલ લાવે, પરંતુ અનેક રાઉન્ડ ચર્ચા કર્યા પછી પણ કંઈ પરિણામ આવી શક્યું નહોતું. ત્યાર પછી કોરોનાને કારણે 24 માર્ચે દેખાવો બંધ થઈ શક્યા હતા.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment