નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નેપાળ શું ભારત સાથે સીધી ટક્કર લેવાની કરી રહ્યું છે ?

 


નેપાળ ઉત્તરાખંડમાં કlલાપાની નજીક તેની સરહદ પાર સૈન્ય તૈનાત કરવા માટે કાયમી ક્વાર્ટર્સ અને બેરેક બનાવી રહ્યું છે. નેપાળ ઉત્તરાખંડના કલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારો પર પોતાનો દાવો રજૂ કરી રહ્યું છે. નેપાળનું આ પગલું એકદમ ચોંકાવનારું છે કારણ કે આ પહેલા નેપાળે આ વિસ્તારમાં ક્યારેય સૈનિકોની તૈનાતી કરી નહોતી.

આ બેરેક કાલાપાનીથી 13 કિલોમીટર દૂર ચંગરુમાં બનાવવામાં આવી રહી છે. આ વર્ષની શરૂઆતમાં નેપાળે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારોને સસામેલ કરતો પોતાના દેશનો નવો નકશો બહાર પાડ્યો હતો. ભારતે સતત કહ્યું છે કે આ ત્રણેય વિસ્તાર ઉત્તરાખંડના પિથૌરગઢ જિલ્લામાં આવે છે.

શુક્રવારે નેપાળના ગૃહમંત્રી રામ બહાદુર થાપાએ ચંગરૂમાં બેરેક અને ક્વાર્ટરનો શિલાન્યાસ કર્યો. આ બેરેકમાં નેપાળની સશસ્ત્ર પોલીસ દળના જવાનો હશે, જે કાયદો લાગૂ કરવાની સાથો સાથ સૈન્યની ભૂમિકા પણ નિભાવશે.

ઉત્તરાખંડ સરકારના એક સૂત્રએ ટેલિગ્રાફને કહ્યું કે થાપાએ ચંગરૂની નજીક સીતાપુલના ગ્રામીણો સાથે વાતચીતમાં કહ્યું કે નેપાળના યુવાનો માટે આર્મ્ડ પોલીસ ફોર્સમાં સામેલ થવાની શ્રેષ્ઠ તક છે કારણ કે આર્મ્ડ પોલીસ ફોર્સ વિસ્તારની યોજના બનાવી રહ્યું છે.

સશસ્ત્ર પોલીસ દળના પ્રવક્તા રાજુ આર્યલે કહ્યું કે, અમે ભારત-નેપાળ સરહદ પર નજર રાખવા માટે ચંગરૂમાં એક બેરેક બનાવીશું. ઉત્તરાખંડ સરકારના એક સૂત્ર એ કહ્યું કે સરહદની નજીક નાગરિકોની હિલચાલ પર નજર રાખવા માટે સુરક્ષા દળના જવાનો ક્યારેય ગોઠવવામાં આવ્યા ન હતા. બંને દેશોના લોકો બેફિકર સરહદ પાર ફરતા હતા. પરંતુ હવે સશસ્ત્ર પોલીસ દળ આપણા નાગરિકોને તેમની ધરતી પર આવતા અટકાવી રહ્યા છે. તેથી આપણે આફણી સરહદમાં નેપાળી લોકોના પ્રવેશને મંજૂરી આપતા નથી.

તાજેતરમાં જ, નેપાળ સરકારે શાળાના અભ્યાસક્રમમાં નેપાળના નવા નકશાને પણ સામેલ કર્યો છે. જો કે, વિવાદ વધતાં સરકારે તેનો નિર્ણય પાછો ખેંચી લીધો. સ્કૂલનાં બાળકો માટે લાવવામાં આવેલા પુસ્તકનાં એક અવતરણમાં 1962મા ચીન સાથેના યુદ્ધના અંત પછી ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નેપાળના રાજા મહેન્દ્ર સાથે તેમની સેનાને થોડોક વધુ સમય રોકાવાની વિનંતી કરી હતી. પરંતુ 60 વર્ષ પછી પણ નેપાળની ધરતી પરથી તેમની સેનાને હટાવવાને બદલે ભારત સરકાર આ નકશામાં આ ક્ષેત્રોનો સમાવેશ કરી રહ્યું છે જ્યારે આ જમીન તેને અસ્થાયી રૂપે આપવામાં આવી હતી.

નેપાળે પણ તેના દેશના એક અને બે રૂપિયાના સિક્કા પર નકશાને ચિહ્નિત કરવાનું નક્કી કર્યું છે. સ્પષ્ટ છે કે નેપાળના આવા પગલાથી ભારત અને નેપાળ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત અને તણાવ ઓછો થવાની શકયતા નહિવત છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી