અકાલી દળે ભાજપ સાથે 22 વર્ષ જૂનો સાથ છોડ્યો, હરસિમરતના રાજીનામાના 9 દિવસ બાદ પક્ષ NDAથી અલગ થયો
- Get link
- X
- Other Apps
કૃષિ વિધેયકને લીધે NDAમાં ફૂટ પડી ગઈ છે. શિરોમણી અકાલી દળ NDAથી અલગ થયુ છે. 9 દિવસ અગાઉ હરસિમરત કૌરે મોદી સરકારમાંથી મંત્રી પદ પરથી રાજીનામુ આપ્યુ હતું.અકાલી દળે લોકસભા અને રાજ્યસભામાં આ વિધેયકનો વિરોધ કર્યો હતો. ભાજપ તથા અકાલી દળ છેલ્લા 22 વર્ષથી સાથી છે.
અકાલી દળ પર શુ દબાણ હતુ?
- પાર્ટીમાં ફૂટનો સામનો કરી રહેલા અકાલી દળ માટે મોદી સરકારનું કૃષિ વિધેયક મોટી મુશ્કેલીરૂપ બન્યુ હતું. જો પક્ષ આ વિધેયકને ટેકો આપે તો પંજાબમાં મોટી વોટબેન્ક એટલે કે ખેડૂતો તેના હાથમાં સરકી જાય તેમ હતા.
- પંજાબના કૃષિ પ્રધાન ક્ષેત્ર માલવામાં અકાલી દળની ખાસી પકડ છે. અકાલી દળે 2022માં યોજનાર વિધાનસભા ચૂંટણીને પણ ધ્યાનમાં રાખી છે. આ સંજોગોમાં રાજીનામુ આપવું તે મજબૂરી બની ગઈ હતી. કારણ કે ચૂંટણીને આડે હવે માંડ દોઢ વર્ષનો સમય બાકી છે. આ સંજોગોમાં અકાલી દળ ખેડૂતોનો એક મોટો વર્ગ તેની વિરુદ્ધ જાય તેવું ઈચ્છતો નથી.
આ ત્રણ વિધેયકોનો વિરોધ થઈ રહ્યો છે
- ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ
- ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસિસ બિલ
- એસેન્શિયલ કોમોડિટીઝ (એમેન્ડમેન્ટ) બિલ
વર્ષ 1998થી અકાલી દળ NDAમાં હતુ
વર્ષ 1998માં જ્યારે લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયીએ NDA ની રચના કરવાનો નિર્ણય કર્યો હતો તે સમયે જ્યોર્જ ફર્નાન્ડિઝની સમતા પાર્ટી, જયલલીતાની અન્નાદ્રમુક, પ્રકાશ સિંહ બાદલના નેતૃત્વ વાળી અકાલી દળ તથા બાલા સાહેબ ઠાકરેની શિવસેના સૌથી પહેલા જોડાયા હતા. સમટા પાર્ટી બાદમાં નામ બદલી JDU થઈ ગઈ હતી. JDU તથા અન્નાદ્રમુક NDAથી એક વખત અલગ થઈ પરત ફર્યા છે. શિવસેના હવે કોંગ્રેસ સાથે છે. અકાલી દળ જ એવો પક્ષ હતો કે જે અત્યાર સુધી NDAનો સાથ છોડ્યો ન હતો.
Comments
Post a Comment