શું મોત પહેલા સુશાંતને આપવામાં આવ્યું હતુ ઝેર?
- Get link
- X
- Other Apps
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ અનેક સવાલો ઉભા થયા છે. એક તરફ કેટલાક લોકોનું માનવું છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે, તો બીજી તરફ સુશાંતના ફેન્સ અને પરિવારનું માનવું છે કે તેની હત્યા કરવામાં આવી છે. તો હવે એક રિપોર્ટ પ્રમાણે સુશાંત સિંહ રાજપૂત કેસમાં એમ્સ પેનલ દ્વારા સીબીઆઈને સોંપવામાં આવેલી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સુશાંતને ઝેર નહોતુ આપવામાં આવ્યું. સુશાંતના વિસરામાં ઝેર નથી મળ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એમ્સના ડૉક્ટરોને સુશાંતના શરીરમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી મળ્યું.
કૂપર હૉસ્પિટલના ડૉક્ટર્સને ક્લિનચિટ નહીં
સીબીઆઈ તપાસથી એમ્સનો રિપોર્ટ અલગ નથી. જોકે અત્યારે કૂપર હૉસ્પિટલના ડૉક્ટરોને સંપૂર્ણ રીતે ક્લિનચિટ આપવામાં આવી નથી. કૂપર હૉસ્પિટલની રિપોર્ટને વિસ્તૃત રીતે જોવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. કૂપર હૉસ્પિટલ અત્યારે પણ પ્રશ્નોના ઘેરામાં છે. એમ્સની રિપોર્ટ એ ઇશારો કરે છે કે કૂપર હૉસ્પિટલ દ્વારા સુશાંત કેસમાં લાપરવાહી વ્યક્ત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે કૂપર હૉસ્પિટલના ડૉક્ટર્સે સુશાંતની ઑટોપ્સી કરી હતી, જેના પર પ્રશ્નો ઉઠ્યા હતા.
સુશાંતને નહોતુ આપવામાં આવ્યું ઝેર
સુશાંતના ગળાના નિશાનને લઇને રિપોર્ટમાં કંઇ પણ નહતુ કહેવામાં આવ્યું. સુશાંતના મોતનો સમય પણ નહોતો જણાવવામાં આવ્યો. સુશાંતના પરિવાર તરફથી તેમના ફેમિલી વકીલે સુશાંતને મોત પહેલા ઝેર આપ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી, પરંતુ હવે એમ્સના રિપોર્ટથી એ સામે આવી ગયું છે કે સુશાંતને કોઈ પણ પ્રકારનું ઝેર આપવામાં આવ્યું નહોતુ. સુશાંતના પરિવારે સુશાંતનું મર્ડર થયું હોવાનું કહ્યું હતુ.
રિયા ચક્રવર્તી પર પરિવારનો આરોપ
સુશાંતના પરિવારે રિયા ચક્રવર્તીને આ કેસમાં મુખ્ય આરોપી ગણાવી છે. રિયાની વિરુદ્ધ તપાસ એજન્સીઓ તપસા કરી રહી છે. સીબીઆઈએ પણ રિયાથી પૂછપરછ કરી હતી. રિયા સાથે ઈડી અને એનસીબીએ પણ પૂછપરછ કરી. અત્યારે રિયા ડ્રગ્સ કેસમાં ભાયખલા જેલમાં છેલ્લા 22 દિવસથી બંધ છે. રિયા પર આરોપ છે કે તે ડ્રગ્સ ખરીદતી હતી.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment