નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

એલઆઈસી એજન્ટોને થઈ ગઈ બલ્લે-બલ્લે

 
નવી દિલ્હી. જે એલઆઈસી એજન્ટ્સ અત્યાર સુધી નિરાશ હતા તેમના માટે હવે ખુશખબરી સામે ચાલીને આવી છે. સરકાર આ વાત ઉપર વિચાર કરવા રાજી થઈ ગઈ છે કે તેમને કમાણી કરવાના કેટલીક વધારે તકો આપવામાં આવે. ભારતભરમાં એલઆઈસી એજન્ટોની સંખ્યા 14 લાખ કરતા પણ વધારે છે.

- એનપીએસ લાઇટમાં સરકાર પણ પોતાનુ યોગદાન આપી રહીં છે
- સરકારનું લક્ષ્ય 10 લાખ લોકોને તેમાં આવરી લેવાનું છે
- આ સમૂહ માટે એજન્ટ્સની તેમાં જરૂરિયાત સમજવામાં આવી છે
- એલઆઈસી એજન્ટોને ન્યૂ પેન્શન સ્કીમ (એનપીએસ) વેચવાની સુવિધા આપવામાં આવે


સરકાર આ વાત ઉપર સહમત થઈ ગઈ છે કે એલઆઈસી એજન્ટોને ન્યૂ પેન્શન સ્કીમ (એનપીએસ) વેચવાની સુવિધા આપવામાં આવે. આ યોજના અગાઉ કરતા વધારે સારી છે અને તેમાં ઓછી આવક ધરાવતા લોકોને ધ્યાનમાં રાખીને બનાવામાં આવી છે. આ સમૂહ માટે બનાવામાં આવી છે અને તેના માટે એજન્ટ્સની તેમાં જરૂરિયાત સમજવામાં આવી છે.

એનપીએસ લાઇટમાં સરકાર પણ પોતાનુ યોગદાન આપી રહીં છે અને દરેક એકાઉન્ટ ઉપર સરકાર 1000 રૂપિયા આપી રહીં છે. સરકારની સમસ્યાએ છે કે આ સ્કીમમાં વધારે લોકો આવી નથી રહ્યાં અને માત્ર ત્રણ લાખ લોકો જ તેમાં જોડાયા છે, જ્યારે સરકારનું લક્ષ્ય 10 લાખ લોકોને તેમાં આવરી લેવાનું છે.

સરકાર હવે આ એજન્ટોને વધારે કમીશન આપીને જોડવા માંગે છે. તેઓને આશા છે કે તેનાથી આ યોજના સફળ બનશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા