નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

આ રહી દુનિયા અજબ – ગજબની વાતો

 

અમેરિકાના નેવાડામાં બ્લેક રોક રણમાં હાલ એક અનોખો કળા અને સંગીત મહોત્સવ ચાલી રહ્યો છે. બર્નિંગ મેન ૨૦૧૧ - રાઈટ્સ ઓફ પેસેજ તરીકે ઓળખાતા આ મહોત્સવમાં આખી દુનિયામાંથી ૫૦,૦૦૦ લોકોએ હાજરી આપી હતી. કેટલાક કલાકારોએ ચકડોળ બનાવ્યું હતું જેમાં માત્ર હાડપિંજરો ગોઠવવામાં આવ્યાં છે જ્યારે પોર્ટલેન્ડથી આવેલી યુવતી લાતિશાની ઓક્ટોપસ આકારની હેટ ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
 

ગુજરાતમાં હાલ ગૌવંશ બચાવવા મોટાપાયે આંદોલન ચાલી રહ્યું છે તો જાપાનમાં પર્યાવરણવાદી કાર્યકરો ડોલ્ફિનને બચાવવા ઘણા વખતથી માગણી ઉઠાવી રહ્યા છે. મનીલામાં પર્યાવરણવાદી કાર્યકરોએ ડોલ્ફિનના આકારો ધારણ કરીને જાપાની દૂતાવાસની બહાર દેખાવો કર્યા
 

દુનિયા ગમે તેટલી પ્રગતિ કરે પરંતુ સ્કેન્ડેનેવિયન દેશોને બાદ કરતા લગભગ તમામ દેશોમાં અમુક ટકા વૃદ્ધ નાગરિકોની સ્થિતિ દયાજનક જ હોય છે. વર્તમાન સમયમાં સૌથી વધુ ગતિએ આર્થિક વિકાસ કરી રહેલા ચીનની આ તસવીર મહોરા પાછળની અસલી હકીકતો વિશે ઘણુંબધું કહી જાય છે. જે ઉંમરે ભગવાનનું નામ લઈને શાંતિથી જીવન પસાર કરવાનું હોય ત્યારે ચીનની આ વૃદ્ધ મહિલાએ બે ટંકનુંભોજન મળી રહે તે માટે કચરામાંથી ચીજવસ્તુઓ વીણીને તે વેચવા જવું પડે છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા