નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બાળકોનું પ્રોજેક્ટ વર્ક

 
 
સ્કૂલમાંથી અપાતો પ્રોજેક્ટ બાળક કરી શકે એવા હોય છે ખરાં? જેને પેન્સિલ પકડતાં ફાવતું નથી, તે કાતરથી કટિંગ કેવી રીતે ચોંટાડવાનાં?

રાગિણી સ્ટેશનરીની દુકાને પહોંચી તો ભીડ હતી. કોઇ સ્કેચબુક માગતા હતા, તો કોઇ થર્મોકોલ. કોઇ ક્રેપ પેપર, કટર વગેરે હાથમાં લઇને ઊભા હતા. એક સ્કૂલમાં પ્રોજેક્ટ વર્કનું એક્ઝિબિશન યોજાયેલું હતું. ઘણા લોકો જોવા આવ્યા હતાં. વિદ્યાર્થીઓ પોતે બનાવેલા પ્રોજેક્ટસ પાસે ઊભા હતા ખરાં, પણ પ્રોજેક્ટ જોતાં લાગતું નહોતું કે એ તેમણે બનાવેલા હોય. તેઓ કોઇ પૂછે તેના ગોખેલા જવાબ આપતાં હતાં.

સ્કૂલમાં જે પ્રોજેક્ટ સોંપવામાં આવે છે, તે નાના બાળકો સહેલાઇથી કરી શકે એવા તો હોતાં જ નથી. આ કામ તેમના માતાપિતાએ કરવું પડે છે. એથી સમય અને પૈસા તો વેડફાય જ છે. માતાપિતા કેટલો સ્ટ્રેસ અનુભવતા હોય છે તે તો અનુભવે જ સમજાય. પોતે પ્રોજેક્ટ ન બનાવી શકવાથી બાળકને પ્રોજેક્ટ અંગે કંઇ સમજી ન શકવાથી માત્ર ગોખેલા જવાબો જ આપે છે.

બાળકનો પ્રોજેક્ટ મળે એટલે માતાપિતાની પરીક્ષા કે તેમને એ કામ આવડે છે કે નહીં. જે બાળકોના માતાપિતા ઓછું ભણેલા હોય તેમની હાલત કફોડી થઇ જાય છે કેમ કે તેમના લીધે બાળકને નીચાજોણું અને પનિશમેન્ટ થાય છે. ઘરે આવીને બાળક રડે છે, બૂમબરાડા પાડે છે. જે માતાપિતા આર્થિક રીતે સદ્ધર હોય તેઓ પ્રોજેક્ટ માટે મોંઘી વસ્તુ ખરીદે છે, બીજાને પૈસા આપી કામ કરાવે છે.

તેઓ એ ભૂલી જાય છે કે અત્યારે ભલે પોતે મદદ કરે, પણ ભવિષ્યમાં બાળકે મુશ્કેલીનો સામનો પોતે જ કરવાનો રહેશે. શિક્ષક પણ જાણે છે કે આ કામ બાળકે નથી કર્યું. હજી જેને પેન્સિલ બરાબર પકડતાં નથી આવડતી એ કાતરથી કટિંગ કેવી રીતે કરી શકે? જેને હાથમાં સ્કેચબુક પકડતાં ફાવતી ન હોય તે તેમાં ચિત્ર કેવી રીતે ચોંટાડી શકવાનાં? અરે! ઘણી વખત તો શિક્ષક જ પ્રોજેક્ટ બનાવી આપે છે.

બાળકને પ્રોજેક્ટ વર્કના નામે સમય વેડફવાનું, ખર્ચ અને માતાપિતાને નાહક સ્ટ્રેસ જ આપવામાં આવે છે. આના લીધે બાળકમાં બીજા પાસે પોતાનું કામ કરાવવાની કુટેવ વિકસે છે. કલાસમાં જ એવી વ્યવસ્થા હોવી જોઇએ કે બાળકોને પ્રોજેક્ટના મૂળ હેતુનો ખ્યાલ આવે અને તેઓ સહજતાથી, સસ્તા છતાં નક્કર સાધનોથી કંઇક શીખે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા