ભારત અને તેમાંય ગુજરાત રહેવા માટે શ્રેષ્ઠ છે. જો અત્યારની નોકરી સારી હોય, ઘરનું ઘર હોય, ગાડી હોય, સારું શિક્ષણ આપતી સંસ્થાઓમાં બાળકો ભણતા હોય અને સમાજમાં સ્થાન હોય, તો ગુજરાત છોડવા જેવું નથી.
સવાલ:અમારી F-4ની પિટિશન જુલાઇ, ૨૦૦૭ની છે અને મારી ઉંમર ૧૯ વર્ષની છે. મેં એક એજન્ટની સલાહથી ત્રણ વખત સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કર્યું તો ત્રણેય વખત અધિકારીએ ‘Sorry’ કહી પાસપોર્ટ પાછા આપેલો. અમારી પિટિશનમાં બીજાનું નામ ઉમેરી શકાય? ક્યારે કોલ આવશે? -વિરલ શાહ, અમદાવાદ
જવાબ:એજન્ટને માત્ર અને માત્ર તેની ફીમાં જ રસ હોય છે. તેથી એકવાર નહીં પરંતુ અનેકવાર તમને વિઝા લેવા ધકેલી દે તે સ્વાભાવિક છે અને સાચી સલાહ આપવામાં આવતી નથી તેવા અનેક સવાલો આ કોલમમાં તમારી જેમ પૂછાય જ છે. તેના જવાબમાં હું વારંવાર જણાવું છું કે જેની પિટિશન પેન્ડિંગ હોય તેને બીજા પ્રકારના વિઝા અપાતા નથી. કોઇ જવલ્લે જ એવો કેસ હોય કે સ્ટુડન્ટને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ કે આઉટ સ્ટેન્ડિંગ કરિયર તથા ગોલ્ડમેડાલિસ્ટ વગેરે હોય તેવા સ્ટુડન્ટને અમેરિકા વેલકમ કરી વિઝા આપે છે તે હું જાણું છું. તમારે હજુ ઘણાં વર્ષ રાહ જોવી પડશે. પેપર્સ બતાવાથી તમને ૨૧ વર્ષ થઇ જાય તો પણ જવાય કે નહીં તે જણાવી શકીશ.
સવાલ:મારું ઓસ્ટ્રેલિયાનું P.R. ૨૦૧૩ સુધીનું છે. પરંતુ મારા ફેમિલીને લીધે હું ૨૦૧૩ સુધી ઓસ્ટ્રેલિયા જઇ શકું તેમ નથી તો P.R. Extend કેવી રીતે કરાવું?-મહંમદ બાદર શેખ, અમદાવાદ
સવાલ:P.R. એટલે પરમેનેન્ટ રેસિડેન્ટ અથૉત્ તમને જે દેશનું P.R. મળ્યું હોય તે દેશમાં પરમેનેન્ટ રહેવું પડે તેના બદલે ઇન્ડિયામાં પરમેનેન્ટ રહો, તેનાથી તમારા રેસિડેન્સમાં ફેરફાર થયો ગણાય. તમારે P.R. ચાલુ રાખવું હોય તો હજુ બે વર્ષ ઉપરાંત ઇન્ડિયામાં રહેવાય નહીં.
સવાલ:મારા હસબન્ડ અમેરિકામાં H-1 વિઝા ઉપર રહે છે. મારું મેઇડન નામ બદલાવી પાસપોર્ટમાં મારા હસબન્ડનું નામ લખાવવાની જરૂર છે? જો ‘હા’ તો કયા દસ્તાવેજ જોઇએ? મારે તાત્કાલિક નામ બદલાવવા શું કરવું જોઇએ?- અદિતી ઝિંઝુવાડિયા, અમદાવાદ
જવાબ:હા. જો તમારે અમેરિકા જવા H-4 Spouse visa લેવો હોય તો પાસપોર્ટ ઓફિસમાં એક ‘તત્કાલ સેવા’ ઉપલબ્ધ છે. તેમાં અરજી સાથે મેરેજ સર્ટિફિકેટ રજુ કરવાથી નામ બદલાવી શકાય. જરૂર પડે એફિડેવિટ પણ કરી શકાય.
સવાલ:મારો કેસ નંબર BMB 2009633062 છે. તો મને વિઝા કોલ ક્યારે મળશે?- અર્પિત પટેલ, મહેસાણા
જવાબ:માત્ર BMB નંબર જણાવવાથી ખબર પડે નહીં. તેની સાથે પ્રાયોરિટી ડેઇટ, એપ્રૂવલ ડેઇટ તથા F-1થી F-4માંથી કઇ કેટેગરી છે તે દરેક વાચકે લખવું જોઇએ. તે સિવાય ચોક્કસપણે વેઇટિંગ પિરિયડ જણાવી શકાય નહીં.
સવાલ:અમને કેનેડાના પરમેનેન્ટ વિઝા મળ્યા છે. પરંતુ મારી રિસર્ચ સાયિન્ટસ્ટ તરીકે માસિક રૂપિયા ૪૦,૦૦૦ની એક ફાર્મા. કંપનીમાં ૧૪ વર્ષના અનુભવની જોબ ચાલુ છે. તેમજ મારી પત્નીની પણ રૂપિયા ૧૨,૦૦૦ની ટીચરની જોબ ચાલુ છે. આ રીતે અમારી રૂપિયા ૬ લાખની વાર્ષિક આવક અમદાવાદમાં છે. મારા બે દીકરા અનુક્રમે એક ફોર્થ સ્ટાન્ડર્ડમાં અને બીજો નર્સરીમાં છે. હું ખૂબ જ કન્ફ્યુઝ છું કે મારે કેનેડા જવું કે નહીં.-ભાર્ગવ ત્રિવેદી, અમદાવાદ
જવાબ:દુનિયામાં સારામાં સારો દેશ આપણો ભારત દેશ છે અને તેમાં પણ દુનિયાનું સારામાં સારું રાજ્ય આપણું ગુજરાત છે. ગુજરાતમાં પણ દુનિયા તમામ શહેરો કરતાં સારામાં સારા રહેવાલાયક શહેરો પણ ગુજરાતમાં જ છે. જેમ કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર વગેરે. હું ૩૦ વર્ષ અમેરિકા રહ્યો છું તેના અનુભવને આધારે કહું છું. પેરિસ, રોમ, લંડન, ન્યૂ યોર્ક વગેરે દુનિયામાં મોટાં મોટાં શહેરોમાં મારા વ્યવસાય અંગે રૂબરૂ જઇ જોયા, જાણ્યા અને માણ્યા છે. પરંતુ ગુજરાત એ ગુજરાત છે. તેની સરખામણી થઇ શકે જ નહીં.
મારું માનવું એવું છે કે માંદા પડવું હોય તો અમેરિકા બેસ્ટ છે કારણ ત્યાં બેસ્ટ મેડિકલ સેવા છે, જ્યાં પહેલાં પૈસા આપવા પડતા નથી. પહેલાં ટ્રીટમેન્ટ પછી જ ડોક્ટર કે હોસ્પિટલનું બિલ. સિનિયર્સને દવા કે હોસ્પિટલ કે ઓપરેશન બધું ફ્રી. જ્યારે સરસ મજાની જિંદગી જીવવી હોય તો ગુજરાત બેસ્ટ. ટૂંકમાં તમને જે R ૬ લાખ મળે છે તેના કરતાં કેનેડા કાયમ માટે સ્થાયી થાઓ તો તમારા બંનેના અનુભવ, આવડત અને મહેનતને આધારે તમને તેના ૬ ઘણા અથૉત્ છત્રીસ લાખ મળી શકે.
તમારાં બાળકો એટલા નાનાં છે કે તેના ભવિષ્ય માટે અત્યારથી જ જવાની જરૂર મને લાગતી નથી. તમને તમારા રિટાયર થવાના ત્રણ-ચાર વર્ષ પહેલાં આવો ચાન્સ મળી શકતો હોય તો ત્યારે છોકરા મોટા પણ થઇ ગયાં હશે અને તમને તમારી સારી જોબ છોડી દીધાનો પસ્તાવો નહીં થાય. કેટલાક એવી ભૂલ કરે છે. ડોલરમાં કમાતા હોય તો તેને રૂપિયામાં માનસિક રીતે રૂપાંતર કરી લાખો રૂપિયાના પગારનો ખોટો સંતોષ માને છે.
એક ડોલર એક જ યુનિટ છે અને એક રૂપિયો પણ એક યુનિટ છે. તેથી ખોટું કન્વર્ઝન કરી ૧ ડોલરના ૪૪ રૂપિયા ગણાય નહીં. તમારી આ આવકમાં અમદાવાદમાં ફ્લેટ કે બંગલો હોય, એક વાહન હોય, કામ કરનાર માણસ હોય, સમાજને મિત્રવર્તુળમાં સન્માન હોય, જોબ સેટિસફેકશન હોય તો ગુજરાત છોડવા જેવું નથી.
સવાલ:હું લિમિટેડ કંપનીમાં કોન્ટ્રાકટ પર કામ કરું છું. મારો પગાર કે નોકરીનો કોઇ પુરાવો નથી. મારે કેનેડાના P.R.માટે એપ્લાય કરવું છે.-રાહુલ શાહ, ડાકોર
જવાબ:નોકરી કે વર્ક એક્સપિરિયન્સના પુરાવા સિવાય તમને તકલીફ પડશે. જો કંપની જે કામ અને જેટલા સમય માટે તથા વળતરની રકમનું સાચું સર્ટિફિકેટ આપે તો એપ્લાય કરી શકાય.
Comments
Post a Comment