નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બનાવો 'અડદની દાળ'

 
 
4 વ્યક્તિઓ માટે બનાવો

સામગ્રી:

1 કપ અડદની દાળ (સફેદ)
1 ડુંગળી સ્લાઈસ
1 ટમેટું સમારેલું
1 ટીસ્પૂન આદુ છીણેલું
1-2 લીલા મરચાં સમારેલા
લીલા ધાણા સમારેલા
1 ટીસ્પૂન જીરૂ
2 તમાલપત્ર
2 લવિંગ
1/2 ટીસ્પૂમ હળદર પાવડર
સ્વાદ અનુસાર મીઠું
1 ચપટી ગરમ મસાલો
લાલ મરચાંનો પાવડર
2 ટેબલસ્પૂન ઓઈલ
1 ટીસ્પૂન લીંબુનો રસ

રીત:

- દાળને બરાબર ધોઈને પાણીમાં 10-15 મિનીટ સુધી પલાળી રાખો.

- 2 કપ પાણીમાં દાળને બાફી લો. તે નરમ થાય ત્યાં સુધી બાફો. તે બહુ ગળી ન જાય તેનું ધ્યાન રાખો. નિતારીને બાજુ પર મૂકો.- એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં લવિંગ, તમાલપત્ર, જીરૂના દાણા ઉમેરીને ફૂટવા દો.- તેમાં આદું, ડુંગળી, લીલા મરચાં ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.- હવે તેમાં ટમેટાં ઉમેરો. બાકીના સૂકા મસાલા ઉમેરીને થોડી ક્ષણો સાતંળો.- બાફેલી દાળ આ કઢાઈમાં ઉમેરો. તેની ઉપર લીંબુનો રસ પણ ઉમેરો.- ગરમ મસાલો નાંખીને લીલા ધાણા સાથે ગાર્નિશ કરો.- ગરમા ગરમ અડદની દાળને બાજરીના રોટલા કે ભાખરી સાથે ખાઈ શકો છો.- ભાણાંનો સ્વાદ વધારવા માટે સાથે કાચી ડુંગળી, ગોળ અને છાશ પણ પીરસી શકો છો

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા