નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સારી નોકરી જોઇએ છે તો આવો ગુજરાતના આ શહેરમાં

 
  - જી હા, ગુજરાતના સાણંદમાં નોકરીઓનો મેળાવડો યોજાવાનો છે
- સાણંદમાં એક પછી એક ઓટો કંપનીઓને દસ્તક
- ગુજરાતમાં રોજગારીની ઢગલાં બંધ તકો ઉભી થશે
- ગઇકાલે પ્યુજોએ પ્લાન્ટ સ્થાપવા માટેની વાત કરી
- કંપનીએ 30000 લોકોને સીધી અને અપ્રત્યક્ષ રોજગારી મળશે તેવી વાત કરી

નોકરીની તપાસ કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. ગુજરાતના આ શહેરમાં મોટાપાયે રોજગારીની તકો બનવા જઇ રહી છે.

જી હા, ગુજરાતના અમદાવાદ શહેરની નજીકમાં સાણંદ ખાતે નોકરીઓનો મેળાવડો જામવાનો છે. જો કે વાત એમ છે કે રાજ્યમાં ટાટા મોટર્સ બાદા કેટલીય કંપનીઓ ઝડપથી પોતાના પ્લાન્ટ લગાવા માટે આગળ આવી રહી છે. તેમાં ફોર્ડ અને પ્યુજો છે. આ ફ્રાન્સીસ કંપની સાણંદમાં પોતાનો પ્લાન્ટ લગાવાવા તૈયાર છે. ગઇકાલે જ તેના અધિકારીઓએ ગુજરાત સરકારની સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સામે એક કરાર કર્યો, જેમાં નવો પ્લાન્ટ લગાવાની વાત છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે પ્યુજો આ પ્લાન્ટના વિકાસમાં 4000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને તેના માટે સાણંદમાં 600 એકર જમીનની ખરીદી કરશે.

પ્યુજો અહીં એક પ્લાન્ટ સ્થાપશે, જેમાં વાર્ષિક 165000 કારો બનશે. આ પ્લાન્ટ 2014માં ચાલુ થશે, સૌથી મોટી વાત એ છે કે તેનાથી 30000 લોકોને સીધી અને અપ્રત્યક્ષ રોજગારી મળશે. આ સિવાય તેનું વિસ્તરણ થશે તો વધુ નોકરીઓ મળશે.

સાણંદમાં ફોર્ડનો એક પ્લાન્ટ વધુ લાગી રહ્યો છે, તેમાં અંદાજે આટલા જ લોકોને રોજગારી મળશે, હવે કેટલીય કાર કંપનીઓએ ત્યાં પ્લાન્ટ લગાવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેના લીધે મોટાપાયા પર લોકોને રોજગારી મળવાની શક્યતા છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા