કેટલીક કંપનીઓ મેડિકલ ઇન્શોયરન્સન (ડેન્ટલ ઇન્યોકન્સ સાથેનો), બાળકોની કેટલીક શિક્ષણ ફી અને અન્ય કેટલીક બાબતો કંપની પૂરી પાડતી હોય છે. ભારતમાં ટાટા કન્સલટન્સી સર્વિસીસ ઘર અને ઓટો લોન ઓફર કરે છે. જ્યારે વિપ્રો ખાસ શરતો હેઠળ વ્યાજમુક્ત લોનની સાથો સાથ, રજાઓ, મેટરનીટિના લાભની સાથે રજાઓ લંબાવી પણ આપે છે. ઇન્ફોસીસ હેલ્થકેરની સાથે ડેન્ટલ કવરેજ અવને વિકલાંગ પણ કવરેજ કરે છે.
ત્યારે અહીં અમે તમને 13 અમેરકિન કંપનીઓ તેમના કર્મચારીઓને પગાર ઉપરાંત અદભુત લાભો આપે છે તેની વાત કરીશું.
1. ગૂગલ
કોમ્પયુટર જાયન્ટ તેના કર્મચારીઓને સારામાં સારા ખોરાકમાં નાસ્તો, સવારનું અને સાંજનું જમવાનું આપે છે. તેમજ ફિટનેસ સેન્ટર જે 24 કલાક કાર્યરત હોય છે અને તેની સાથે યોગાના પણ ક્લાસીસ હોય છે. તદઉપરાંત ડોક્ટર, ન્યુટ્રીશિઆનિસ્ટ, ડ્રાય ક્લિનર્સ અને મસાજ સર્વિસીસ પણ આપે છે. તેમજ કંપની પર્સનલ ટ્રેઇનર, સ્વીમિંગ પુલ અને સ્પા પણ ઓફર કરે છે. તેના તમામ કર્મચારીઓ માટે હાઇ ટેકનોલોજી, વાઇ-ફાઇ ઇક્વિપેડ, બાયોડિઝલની શટલ બસ પણ કંપની પૂરી પાડે છે.
2. એપ્પલ
કર્મચારીઓને શિક્ષણમાં સહાયતા, વેકેશન અને રજાઓ એ પણ ભરપગારે, એપ્પલની પ્રોડક્ટસ પર ડિસ્કાઉન્ટ, ફિટનેસ સેન્ટર, કેનટીનમાં ઓર્ગેનિક ખોરાકની સાથે અન્ય ઘણા લાભો આપે છે.
3. માઇક્રોસોફટ
કંપની કર્મચારીઓને બાળક દત્તક લેવા માટેની ફીમાં મદદરૂપ, બાળકોની સાર-સંભાળ માટે ડિસ્કાઉન્ટ, કોલેજની ફી માટે મદદ, તેમજ સંપૂર્ણ મેડિકલ કવરેજમાં દાંત અને વિઝનનો પણ કવરેજ આપે છે.
4. ઇન્ટીગ્રેટેડ આર્ચિવ સિસ્ટમ
કર્મચારીને હાઇબ્રીડ વ્હિકલ ખરીદવા માટે સબ્સિડીની ઓફર કરે છે, તેની સામાન્ય રીતે રેન્જ 2000 થી 5000 ડોલર હોય છે.
ઇન્ટીગ્રેટેડ આર્ચિવ સિસ્ટમ, આઇટી ઇન્ફ્રાસ્ટ્રકચર પાલો અલ્ટો અને કેલિફોર્નિયાના કામદારોને 10000 ડોલરની સબસિડી હાઇબ્રીડ વ્હિકલની ખરીદી માટે કરે છે.
5. ક્વિકી Qwiki
ક્વિકીની શરૂઆત સાંન ફ્રાન્સિસકોથી થઇ હતી, તેનો હેતુ ઓનલાઇન માહિતીમાં ફેરફાર કરીને નવા ઓડિયો અને વિઝયુલ ફોર્મેટમાં આપવાનો છે. કંપની કર્મચારીઓને બાઇક ખરીદવામાં મદદ કરે છે અથવા તો કારનો ખર્ મોંઘો પડતા ટ્રેનનું ભાડું આપે છે. તેમજ જીમ અને દરરોજ જમાવું આપે છે.
6. જેનટેક
દુનિયાની ટોપ બાયોટેક કંપનીઓમાંથી એક બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ છે. કંપનીના કર્મચારીઓને જીન્સ અને સ્નેકર્સ પહેરવાની છૂટ હોય છે. આ કંપનીના કર્મચારીઓને ફ્રી કાઉન્સેલિંગ, કાયદાકીય સલાહ, ટ્યુશનમાં સહાયતા, બાળકોનું સેન્ટર, વાળ કપાવવા, અઠવાડિયે કાર વોશ, કૂતરાને સૂવાની સગવડ, નર્સિંગ રૂમ, સીઝન પ્રમાણે પ્રોડ્યુસ સ્ટેન્ડ અને બે લાઇબ્રેરી પણ છે.
આ કંપનીનો સૌથી મોટો એક ફાયદો એ છે કે દર છ વર્ષે કંપની કર્મચારીઓને 6સપ્તાહનો આરામ ભર પગારે આપે છે.
7. લોડસ્પ્રિંગ સોલ્યુશન
લોર્ડસ્પ્રિંગ સોલ્યુશન લોરેન્સ, માસ્ચ્યુસેટ્સ સ્થિત કંપની પ્રોજેક્ટ મેનેજમેન્ટના સોફટવેર બનાવાનું કામ કરે છે. કંપનીના કર્મચારીઓને દર બે વર્ષે 5000 ડોલર ગ્રાન્ટની સાથો સાથ એક સપ્તાહનું વેકેશન અને વિદેશની ટ્રીપ પણ મળે છે.
8. નુસ્ટાર એનર્જી (NuStar Energy)
ટેક્સાસ સ્થિત એનર્જી કંપની ઇંધણનું ઉત્પાદન કરનારી છે. કંપનીના કર્મચારીઓને હેન્ડબુકની સાથે રિટાયરમેન્ટ પ્લાન પણ અપાય છે.
9. Azavea
ફિલેડેલ્ફિયામાં આવેલી જીઓસ્પેશિયલ ટેકોનોલોજી, સોફટવેર કંપની પેટરનીટી અને મેટરનીટીની રજા સાથે ઘણું બધું આપે છે.
10. Akraya
કેલિફોર્નિયાના સનવેલીમાં આવેલી કંપની તેના સ્ટાફને તમામ પ્રકારની સુવિધાઓ આપે છે. તેમાં એક ખાસ સુવિધાએ છે કે કર્મચારીઓને કંપનીમાં આવતા મોડું થાય તો ચિંતા નહીં, કારણ કે તેમણે આ માટેની અનુમતિ હોય છે. પરંતુ તેનાથી પણ ખાસ વાત એ છે કે મહિના બે વખત કર્મચારીના ઘરની સફાઇ પણ કંપની કરાવી આપે.
Comments
Post a Comment