Posts

Showing posts from September, 2020

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નેપાળ શું ભારત સાથે સીધી ટક્કર લેવાની કરી રહ્યું છે ?

Image
  નેપાળ ઉત્તરાખંડમાં કlલાપાની નજીક તેની સરહદ પાર સૈન્ય તૈનાત કરવા માટે કાયમી ક્વાર્ટર્સ અને બેરેક બનાવી રહ્યું છે. નેપાળ ઉત્તરાખંડના કલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારો પર પોતાનો દાવો રજૂ કરી રહ્યું છે. નેપાળનું આ પગલું એકદમ ચોંકાવનારું છે કારણ કે આ પહેલા નેપાળે આ વિસ્તારમાં ક્યારેય સૈનિકોની તૈનાતી કરી નહોતી. આ બેરેક કાલાપાનીથી 13 કિલોમીટર દૂર ચંગરુમાં બનાવવામાં આવી રહી છે. આ વર્ષની શરૂઆતમાં નેપાળે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારોને સસામેલ કરતો પોતાના દેશનો નવો નકશો બહાર પાડ્યો હતો. ભારતે સતત કહ્યું છે કે આ ત્રણેય વિસ્તાર ઉત્તરાખંડના પિથૌરગઢ જિલ્લામાં આવે છે. શુક્રવારે નેપાળના ગૃહમંત્રી રામ બહાદુર થાપાએ ચંગરૂમાં બેરેક અને ક્વાર્ટરનો શિલાન્યાસ કર્યો. આ બેરેકમાં નેપાળની સશસ્ત્ર પોલીસ દળના જવાનો હશે, જે કાયદો લાગૂ કરવાની સાથો સાથ સૈન્યની ભૂમિકા પણ નિભાવશે. ઉત્તરાખંડ સરકારના એક સૂત્રએ ટેલિગ્રાફને કહ્યું કે થાપાએ ચંગરૂની નજીક સીતાપુલના ગ્રામીણો સાથે વાતચીતમાં કહ્યું કે નેપાળના યુવાનો માટે આર્મ્ડ પોલીસ ફોર્સમાં સામેલ થવાની શ્રેષ્ઠ તક છે કારણ કે આર્મ્ડ પોલીસ ફોર્સ વિસ્તારની

શું મોત પહેલા સુશાંતને આપવામાં આવ્યું હતુ ઝેર?

Image
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ અનેક સવાલો ઉભા થયા છે. એક તરફ કેટલાક લોકોનું માનવું છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે, તો બીજી તરફ સુશાંતના ફેન્સ અને પરિવારનું માનવું છે કે તેની હત્યા કરવામાં આવી છે. તો હવે એક રિપોર્ટ પ્રમાણે સુશાંત સિંહ રાજપૂત કેસમાં એમ્સ પેનલ દ્વારા સીબીઆઈને સોંપવામાં આવેલી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સુશાંતને ઝેર નહોતુ આપવામાં આવ્યું. સુશાંતના વિસરામાં ઝેર નથી મળ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એમ્સના ડૉક્ટરોને સુશાંતના શરીરમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી મળ્યું. કૂપર હૉસ્પિટલના ડૉક્ટર્સને ક્લિનચિટ નહીં સીબીઆઈ તપાસથી એમ્સનો રિપોર્ટ અલગ નથી. જોકે અત્યારે કૂપર હૉસ્પિટલના ડૉક્ટરોને સંપૂર્ણ રીતે ક્લિનચિટ આપવામાં આવી નથી. કૂપર હૉસ્પિટલની રિપોર્ટને વિસ્તૃત રીતે જોવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. કૂપર હૉસ્પિટલ અત્યારે પણ પ્રશ્નોના ઘેરામાં છે. એમ્સની રિપોર્ટ એ ઇશારો કરે છે કે કૂપર હૉસ્પિટલ દ્વારા સુશાંત કેસમાં લાપરવાહી વ્યક્ત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે કૂપર હૉસ્પિટલના ડૉક્ટર્સે સુશાંતની ઑટોપ્સી કરી હતી, જેના પર પ્રશ્નો ઉઠ્યા હતા. સુશાંતને નહોતુ આપવામાં આવ્યું

અકાલી દળે ભાજપ સાથે 22 વર્ષ જૂનો સાથ છોડ્યો, હરસિમરતના રાજીનામાના 9 દિવસ બાદ પક્ષ NDAથી અલગ થયો

કૃષિ વિધેયકને લીધે NDAમાં ફૂટ પડી ગઈ છે. શિરોમણી અકાલી દળ NDAથી અલગ થયુ છે. 9 દિવસ અગાઉ હરસિમરત કૌરે મોદી સરકારમાંથી મંત્રી પદ પરથી રાજીનામુ આપ્યુ હતું.અકાલી દળે લોકસભા અને રાજ્યસભામાં આ વિધેયકનો વિરોધ કર્યો હતો. ભાજપ તથા અકાલી દળ છેલ્લા 22 વર્ષથી સાથી છે. અકાલી દળ પર શુ દબાણ હતુ? પાર્ટીમાં ફૂટનો સામનો કરી રહેલા અકાલી દળ માટે મોદી સરકારનું કૃષિ વિધેયક મોટી મુશ્કેલીરૂપ બન્યુ હતું. જો પક્ષ આ વિધેયકને ટેકો આપે તો પંજાબમાં મોટી વોટબેન્ક એટલે કે ખેડૂતો તેના હાથમાં સરકી જાય તેમ હતા. પંજાબના કૃષિ પ્રધાન ક્ષેત્ર માલવામાં અકાલી દળની ખાસી પકડ છે. અકાલી દળે 2022માં યોજનાર વિધાનસભા ચૂંટણીને પણ ધ્યાનમાં રાખી છે. આ સંજોગોમાં રાજીનામુ આપવું તે મજબૂરી બની ગઈ હતી. કારણ કે ચૂંટણીને આડે હવે માંડ દોઢ વર્ષનો સમય બાકી છે. આ સંજોગોમાં અકાલી દળ ખેડૂતોનો એક મોટો વર્ગ તેની વિરુદ્ધ જાય તેવું ઈચ્છતો નથી. આ ત્રણ વિધેયકોનો વિરોધ થઈ રહ્યો છે ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસિસ બિલ એસેન્શિયલ કોમ