નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

એક ટિકિટમાં ડબલ ધમાકો સાબિત થશે 'રાઉડી રાઠોર'? વાંચો ફિલ્મ રિવ્યૂdiscoloration

'રાઉડી રાઠોર' ફિલ્મ અભિનેતા રવિ તેજાની તેલેગુ ફિલ્મ 'વિક્રામારકુડુ'ની છે રિમેક

'મે નહીં ડરતા મોત સે. મોત ડરતી હે મુજસે,' આ વાક્ય બોલે છે એસીપી વિક્રમ રાઠોર. જ્યારે એ ગુંડાઓ(નકારાત્મક વિચારવાળા લોકો)ની ખોપડીઓ તોડે છે અને તેમને મચ્છરની જેમ મસળી નાખે છે, ત્યારે એ તમારો વિશ્વાસ જીતે છે. તેના દરેક પંચ પર ધરતી ધ્રુજી ઉઠે છે. આખરે જ્યારે રાઠોર ધરાશયી થાય છે ત્યારે એવું લાગે છે કે તેણે દમ તોડી નાંખ્યો છે, પરંતુ ત્યારે જ આકાશમાં વાદળો છવાય જાય છે, વરસાદના છાંટા તેના ચહેરા પર પડે છે, જોરદાર વરસાદ થાય છે અને રાઠોર ફરી એક્શનમાં આવે છે.....!!

પરંતુ, કોણ છે આ વ્યક્તિ? ફિલ્મની શરૂઆતમાં જ્યારે હિરોને રૂમમાં મહિલાઓ દ્વારા ઘેરી લેવામાં આવે છે ત્યારે તેને બધા એક સરખો જ પ્રશ્ન પુછે છે. જેમા અન્ય બોલિવૂડ અભિનેતાઓના નામનો હવાલો આપીને પૂછવામાં આવે છે. તું નથી આમિર ખાન જેવો ક્યુટ નથી, સલમાન ખાન જેવી બોડી અને રિતિક રોશન જેવો લુક તારો લૂક નથી... તો પછી કોણ છે તુ? તમે ખિલાડીને ભૂલી ગયા? ફિલ્મનો હિરો યાદ અપાવે છે. અચ્છા એ... ખિલાડી, ખરેખર આપણે ભૂલી ગયા.

90ના દશકામાં પાછા ફરો તો ત્યારની ફિલ્મોમાં સમાનતામાં અલગતા જોવા મળતી હતી. આ ફિલ્મ(રાઉડી રાઠોર)ના લીડ એક્ટર અક્ષય કુમાર એ સમયે ફિલ્મ મેગેઝીનોમાં મહિલાઓ વચ્ચે ખિલાડી અને ખિલાડી શ્રેણીની ફિલ્મોમાં એક્શન સ્ટાર તરીકે જોવા મળતો જેમ કે, 'ખિલાડી', 'મે ખિલાડી તુ અનારી', 'સબસે બડા ખિલાડી', 'ખિલાડીયો કા ખિલાડી', મિ. એન્ડ મિસિઝ ખિલાડી', 'ઇન્ટરનેશનલ ખિલાડી', 'ખિલાડી 420'ના કારણે 'ખિલાડી' તરીકે પણ સંબોધવામાં આવ્યો. આ ફિલ્મમાં દર્શકોને એ 'ખિલાડી' કુમારની હાજરી જોવા મળશે. તેનું કારણ એ પણ હોઇ શકે કે 'કોમિક-એક્શન મસાલા એન્ટરટેઇનર્સ' તરીકે પાછો ફર્યો છે. જેનો આભાર સાઉથની રિમેક્સ અને પહેલા આમિર ખાનની ગજિની(2008) અને ત્યાર બાદ સલમાન ખાનની વોન્ટેડ(2009)ની કોમર્શિયલ સક્સેસને આપવો જોઇએ.

વોન્ટેડ, તેલુગુ ફિલ્મ પોખિરીની રિમેક હતી. વર્ષો પછી એ ફિલ્મે સિંગલ સ્ક્રિન થિયેટરમાં કરોડોની કમાણીની કરી હતી. આ ફિલ્મ પછી સલમાને ત્રણ 'સુપર હિટ્સ' આપી. 2010માં દબંગ, 2011માં રેડી, 2011માં બોડીગાર્ડ. 'દબંગ'ની જેમ 'રાઉડી રાઠોર' પણ એક કોપ ડ્રામા છે. જેનો વિષયવસ્તુ ઉત્તર ભારત છે. ( રુરલ બિહાર અને યુપી). રેડીના 'ઢિંકા ચિકા'ની જેમ આ ફિલ્માં 'ચિંતાતા ચિતા ચિતા' ગીત છે, અને બોડીગાર્ડની આ ફિલ્મમાં પણ ઓછુ લોજીક, ધતિંગ વધારે છે. આપણે જોઇ શકીએ છીએ કે આપણા ફિલ્મકાર કેવી ફિલ્મોમાંથી પ્રેરણા લઇ રહ્યાં છે.

વોન્ટેડમાં ડિરેક્ટર પ્રભુદેવાએ બોલિવૂડના અભિનેતા સલમાન ખાનને કોઇ સાઉથના સુપર સ્ટારની સાથે ખડો કરી દીધો હતો. સલમાન ખાન હિન્દી ફિલ્મોનો રનજીકાન્ત અને ગરીબ લોકોનો મસીહા બની ગયો. 'રાઉડી રાઠોર'નો ડિરેક્ટર પણ પ્રભુદેવા છે. રજની કે સલમાન બન્નેમાંથી કોઇએક સુપરસ્ટાર હોઇ શકે. પરંતુ તેનો અર્થ એ નથી કે અન્ય લોકો એવું કરવાનો પ્રયન્ત છોડી દે. અજય દેવગણે ગયા વર્ષે રજુ થયેલી 'સિંઘમ'માં આજ પ્રકારે કામ કર્યું હતુ. જેમાં તે સફળ થયો હતો. અક્ષય કુમાર 'રાઉડી રાઠોર'માં ડલબ તાકાતથી પ્રયત્ન કરે છે. અક્કીએ 'રાઉડી'માં ડબલ રોલ ભજવ્યાં છે. ' એક ટિકિટમાં ડબલ ધમાકા', તેવા વચનો ફિલ્મના પોસ્ટરમાં આપવામાં આવ્યાં છે. જે આપણને એક્સાઇટેડ કરે છે.

ફિલ્મની સ્ટોરી જકાસ હોવી જરૂરી છે. આ ફિલ્મ અભિનેતા રવિ તેજાની તેલેગુ ફિલ્મ 'વિક્રામારકુડુ'ની રિમેક છે. ઓરિજિનલ તેલુગુ ફિલ્મને તમિલ, કન્નડ અને બંગાળીમાં બનાવવામાં આવી છે. તેમજ તેને મલ્યાલમ, હિન્દી અને ભોજપુરીમાં ડબ કરીને પણ રજુ કરવામાં આવી છે. આ સ્ક્રિપ્ટમાં એવું શું છે તે જાણવા તમે ઉત્સુક હશો.

આ ફિલ્મમાં દેવગઢ શહેર રજુ કરવામાં આવ્યું છે. (જેમ શોલેમાં રામગઢ અને અગ્નીપથમાં માંડવા.) દેવગઢને બાપજી(નામ શન્ની દેઓલની ફિલ્મ નરસિંહામાંથી પ્રેરિત હોઇ શકે) બરબાદ કરી રહ્યો હોય છે. આ ગબ્બરના જ નિયમો ગામમાં લાગુ પડતા. મહિલાઓ પર બળાત્કાર કરવો એ તેની મનપસંદ રમત હોય છે. પોલીસ અધિકારીઓને તે અલગ રીતે ટ્રીટ કરતો. તે પોલીસ અધિકારીઓની પત્નીઓને ઘરે બોલાવતો.

આ ઉંદરના દરમાં રાઠોરનું આગમન થાય છે. આ પોલિસમેનની ઓફિસમાં ગાંઘીજીનો ફોટો નથી હોતો પણ ભગતસિંહનો ફોટો દિવાલ પર ચિપકાવવામાં આવ્યો હોય છે.એ જોતા જ આપણે સમજી જઇએ છીએ કે આ બાપજીને ઠેકાણે લગાવી દેવાનો છે. પરંતુ અચનાક તે ગુમ થઇ જાય છે અથવા તે તેની હત્યા કરી નાંખવામાં આવી છે. તેના જેવો જ દેખાતો એક વ્યક્તિ મુંબઇમાં રહેતો હોય છે. આ પાત્રનું નામ શિવા છે. જે કોપ રાઠોરની જગ્યાએ આસાનીથી ફીટ થઇ શકે છે. બસ તેની મૂછો થોડીક અણીદાર છે. તે એક ઠગ છે. પોતાની ગર્લફ્રેન્ડની કમર પર ચૂટકી ખણવાની તેના આદત હોય છે. તે એસીપી રાઠોરની જેમ લોકોને હરાવવા સક્ષમ છે. જેમ તે બોલે છે કે 'જો મે બોલતા હું વો મે કરતા હું. જો મે નહીં બોલતા વો ડેફિનેટલી કરતા હું.' ત્યારે આપણને એવું થાય છે કે આ ફિલ્મમાં એક્શનના સ્થાને થોડી વધારે કોમેડી હોત. ડોનના ડબલ વિજયની જેમ. પરંતુ તેના શબ્દો અહીંયા દગો કરી જાય છે.

બન્ને ભૂમિકામાં અક્ષય કુમાર એક જેવો જ છે. તેવી જ રીતે, આ ફિલ્મ પણ તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મો કે પછી ભૂતકાળમાં રજૂ થયેલી એક્શન ફિલ્મોથી અલગ નથી. એક પીટાયેલા ફોરમ્યુલાના આવા જ હાલ થાય છે. બોક્સ ઓફિસના ફિગર તરફ જઇએ તો, ફિલ્મના પ્રોડ્યુસર સંજય લિલા ભણસાલી અને યુટીવી સમજી ગયા છે કે ઓડિયન્સ હાલ શું જોવા ઇચ્છે છે. એ સાચું પણ છે. પરંતુ સવાલ એ છે કે શું દર્શકો આના કરતા વધારે સારું જોવાને લાયક નથી? મને ખબર નથી. એક ટિકિટની કિંમતમાં તમને પુરતો ધમાકો જોવા મળશે. તમારો આભાર. 'ડોન્ટ એન્ગ્રી મી,' ફિલ્મમાં અક્ષય કુમારે પોલીસના પાત્રમાં ફરી ગર્જના કરી છે. ' પ્લીઝ, પ્લીઝ હવે મને વધારે એન્ગ્રી ન કરતા. અમુક હદે ફિલ્મ માથાનો દુખાવો સાબિત થશે અને તમે જાતે જ તમારી માટે પ્રાર્થના કરવા લાગશો.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા