નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આપણી હોસ્પિટલોમાં ચેકલીસ્ટ (તપાસયાદી)ની પધ્ધતિ અનેક દર્દીઓના જાન બચાવી શકે તેમ છે


ચેકલીસ્ટ મેનીફેસ્ટો; હાઉ ટુ ગેટ થીંગ્ઝ રાઈટ ઃ ડો. અતુલ ગવંડે
(પ્રોફાઈલ બુક્સ લીમીટેડ, ગ્રેટબ્રિટન ૨૦૧૦)
આ પુસ્તકના લેખક ડો. અતુલ ગવંડે બોસ્ટનની હોસ્પીટલમાં જનરલ સર્જન તરીકે કામ કરે છે. દરેક સર્જન માટે અને હોસ્પીટલ એડમીનીસ્ટ્રેટર માટે ડો. ગવંડેનું માત્ર ઉપરનું પુસ્તક જ નહીં પરંતુ તેમના અન્ય પુસ્તકો વાંચવાં જરૃરી છે. ડો. ગવંડેના અન્ય બે પુસ્તકોના નામ નીચે મુજબ છે, 'બેટર ઃ એ સર્જન્સ નોટ્સ ઓન પરફોમન્સ' અને 'કોમ્પ્લીકેશન્સ ઃ એ સર્જન્સ નોટ્સ ઓન ઈમપરફેક્ટ સાયન્સ'. ભારતની કેટલીક હોસ્પીટલોમાં દર્દીઓને એટલા બધા હોસ્પીટલજનિત ચેપ લાગે છે અને હોસ્પીટલ એડમીનીસ્ટ્રેટ્સની આ બાબતમાં એટલી બધી નિષ્કાળજી હોય છે કે તેમને હોસ્પીટલો કરતાં કતલખાના કહેવા જોઈએ. અલબત્ત, તમામ હોસ્પીટલોમાં આમ બનતું નથી પરંતુ જે હોસ્પીટલમાં દર્દીને ચેપ લાગ્યો હોય તેણે તે હોસ્પીટલમાં સારવારનો તમામ ખર્ચો હોસ્પીટલ જ ભોગવે તેવો અભિગમ કેળવવો પડશે. સર્જરીના ચેપ અને બ્લીડીંગ અંગેના જોખમોની જવાબદારી હોસ્પીટલના સર્જન અને તેના સ્ટાફની છે તે વાત સ્વીકારવી જોઈએ.
કોઈપણ હોસ્પીટલમાં ઓપરેશન દરમિયાન કે તેના પછી દર્દીના મૃત્યુ થવાના ચાર કારણો હોય છે. (૧) બ્લીડીંગ એટલે પુષ્કળ લોહી વહી જવું (૨) ઈન્ફેક્શન એટલે ઓપરેશન દરમિયાન અથવા તે પછી દર્દીને ચેપ લાગવો અને તે ફેલાઈ જવો. (૩) અસુરક્ષિત કે ખોટી રીતે અપાયેલો એનેસ્થેશિયા (દર્દીને બેભાન કરવાની પધ્ધતિ) (૪) આકસ્મિક કારણો જેવા કે દર્દીના શરીરમાં હોસ્પીટલના ઓજારો કે સ્પોન્જ રહી જવા કે ઓક્સીજન સીલીંડરને કારણે આગ લાગવી કે ઓપરેશન દરમિયાન અચાનક લાઈટ જતી રહે અને અન્ય વૈકલ્પિક લાઈટની વ્યવસ્થા હોસ્પીટલે ના કરી હોય વગેરે. ડો. ગવંડે જણાવે છે કે ઓપરેશન દરમિયાન તપાસ યાદીમાં એક પછી એક મુદ્દાને જોઈને તેમાં હા કે ના પર ચિન્હ લગાડવાથી દર્દીના મૃત્યુ નિવારી શકાય છે. હવાઈ જહાજના પાયલોટો માટે ચેકલીસ્ટ અનિવાર્ય હોય છે અને ડો. ગવંડેએ તેનો અભ્યાસ કર્યો છે. અમેરિકામાં પણ હોસ્પીટલોની ભૂલોને કારણે હજારો (હા, હજારો) દર્દીઓનાં મૃત્યુ થાય છે. આ પુસ્તક સર્જરી અંગેનું નથી પણ સર્જરીની મેનેજમેન્ટને લગતું છે. હોસ્પીટલનો સર્જન સર્જરી કરતો હોય ત્યારે તે 'હીરો' હોય છે. બધા તેના હુકમો માને છે. સીનેમાની જેમ જ સર્ચલાઈટ તેના પર ફેંકાય છે. તેની ટીમનો તે નેતા છે પરંતુ ભારતમાં હોસ્પીટલમાં કામ કરતા સર્જનને મોટાભાગે તેના અન્ય ટીમ મેમ્બરોના નામ પણ ખબર હોતા નથી. તેથી તેનું ટીમવર્ક નબળું પડે છે. ઓપરેશન દરમિયાન નહીં કોઈ વાતચીત, નહીં કોઈ કાયદા, નહી કોઈ જુદો મત કે નહીં કોઈ પ્રશ્નો. સર્જનની કે એનેસ્થેશીયા આપનાર ડોક્ટરની ભૂલ થાય તો તે હીરોમાંથી ઝીરો બની જાય છે. ભારતમાં આ અંગે દર્દીના સગા વહાલાને કેમ વળતર મળતું નથી એ એક મોટો પ્રશ્ન છે. સર્જન કે ટીમ કે હોસ્પીટલ નપાસ થાય તો તેણે નાણાંકીય નુકસાન ભોગવવું જ પડે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ પોતાના મોડેલ ચેકલીસ્ટમાં ૧૯ મુદ્દાઓનો સમાવેશ કર્યો છે. દર્દીને બેભાન કર્યા પહેલાં નીચેની નવ બાબતોની તપાસ કરવી અનિવાર્ય છે. (૧) દર્દીએ પોતાની ઓળખ જાતે આપવાની છે. (૨) ઓપરેશન માટે તેણે સંમતિ આપી છે કે નહીં તેની ચકાસણી કરવાની છે. (૩) ઓપરેશન પહેલા દર્દીના જે ભાગ પર ઓપરેશન કરવાનું છે તેને રેખાંકિત કરવાનો છે. (૪) દર્દીને ઓક્સીમીટર (ઓક્સીજન આપવાનું યંત્ર) લગાડેલું છે કે નહીં તેની ખાતરી કરવાની છે. (૫) દર્દીને અમુક દવાઓની એલર્જી છે કે નહીં તેની તપાસ કરવાની છે. (૬) દર્દીની શ્વાસનળી અથવા air-waysમાં કોઈ અવરોધો છે કે નહીં તેની એનેસ્થેશીયાના ડોક્ટરે પૂરતી ખાતરી કરવાની છે. (૭) વળી ઓપરેશન દરમિયાન દર્દીના ગુ્રપનું પૂરતું લોહી તથા અન્ય દ્રાવણો હાજર છે કે નહી તેની તપાસ કરવાની છે. (૮) દર્દીને એન્ટીબાયોટીક આપવામાં આવ્યું છે કે નહીં તે જોવાનું છે. (૯) સર્જન જોઈ શકે તે રીતે દર્દીના એક્સ-રે અને અન્ય રીપોર્ટ્સને યોગ્ય જગ્યાએ મુકવાના છે કે ટંગાવવાના (રચહય) છે. ઓપરેશન પહેલા સર્જને તેની ટીમને જણાવવાનું છ ેકે ઓપરેશન કયા પ્રકારનું છે અને અંદાજે આ વખતમાં પુરુ થશે. ઓપરેશન થયા પછી વધારાના પાંચ કામોની તપાસ યાદી છે જેમાં દર્દીના શરીરમાં કોઈ સાધન રહી ગયું નથી તેની તપાસ તેમજ દર્દીના લીધેલા લોહી તથા અન્ય ટીસ્યુઝ લેબોરેટરીમાં તરત જ મોકલવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ વગેરેનો સમાવેશ થાય છે. તપાસ યાદીના અન્ય મુદ્દાઓનો અહીં ઉલ્લેખ કર્યો નથી. તે આ પુસ્તકમાં આપ્યા છે. ઉપર જણાવ્યું તેમ ૧૯ મુદ્દાઓની આ તપાસ યાદીને પૂરી કરતા માત્ર બે મીનીટનો સમય લાગે છે પરંતુ તેને કારણે દર્દીઓનો જાન બચાવી શકાય છે. આ માત્ર તપાસ યાદીનો પ્રશ્ન નથી પણ હોસ્પીટલમાં સમગ્ર કલ્ચરનો પ્રશ્ન છે. ઉપર જોયું તેમ એક નાનકડી ભૂલ સર્જન તેમજ હોસ્પીટલને હીરોમાંથી ઝીરો બનાવી દે છે. ચેકલીસ્ટનું મહત્ત્વ શું છે તે જાણવા એરલાઈનના પાયલોટને તે બાબતમાં પૂછીએ તે તમને જણાવશે કે તપાસયાદીને પરિણામે કેટલા જાન બચી ગયા છે. ડો. ગવંડેએ ચેકલીસ્ટના અભાવે કઈ સ્થિતિ સર્જાય છે તેવા ઓપરેશનના દાખલા આપ્યા છે જે ઘણા રસપ્રદ છે. હોસ્પીટલના ડોક્ટરો બાટલા ચઢાવવામાં, ઓક્સીજન આપવામાં, શ્વાસોચ્છવાસને કાબુમાં રાખવા. નસ વાટે દવાઓ આપવા શરીરમાં પુષ્કળ લાઈન્સ (નળીઓ) નાખે છે. તેમને ખબર નહીં પડતી હોય કે આ લાઈન ઈન્ફેક્શન્સ દર્દીઓ માટે પુષ્કળ ભયજનક છે? ડો. ગવંડે આ પુસ્તકમાં જેને લાઈન-ઈન્ફેક્શન્સ કહે છે તેનું વારંવાર મોનીટરીંગ કરવાનું સૂચવે છે અને જણાવે છે કે લાઈન ઈન્ફેક્સનથી ઘણા દર્દીઓ મરી જાય છે. ઓપરેશન સફળ થયું હોય પણ દર્દી મરી જાય તેનો શું અર્થ?
શું તપાસયાદી દર્દીને ઉપયોગી છે?
પશ્ચિમ જગતની દવાઓ અને સારવાર પધ્ધતિ evidence-based (પુરાવા આધારિત છે.) તેઓ દરેક દવા કે સારવાર પધ્ધતિની સભ્યતાનો પુરાવો માગે છે. આનો એક ભાગ ક્લીનીકલ ટેસ્ટીંગ છે. ભારતમાં ચૂરણો, ફાકીઓ, અવલેહો આપતી વખતે દર્દીને એમ કહેવાય છે કે તમને ફાયદો થશે. આ શબ્દોને અનકોસ્ટીટયુશનલ અને એસ્કેપીસ્ટ ગણવા જોઈએ. ફાયદો થશે એટલે શું? રોગ મટી જશે ? રોગના હુમલાઓની ફ્રીક્વન્સી ઓછી થશે? રોગને લીધે દર્દી મરી જશે તેથી જગતને ફાયદો થશે? અંગ્રેજીમાં આવા અભિગમને હેજીંગ એટલે સુરક્ષિતતાની વાડ બાંધવાનું કહેવામાં આવે છે. એવીડન્સ-બેઝ્ડ અને સાધુઓના ફેઈથ બેઝ્ડ કે આયુર્વેદની જેમ ટ્રેડીશન-બેઝ્ડ કે ગ્રંથ આધારિત અભિગમો વચ્ચે મોટો તફાવત છે. એવીડન્સ-બેઝ્ડ ઉપચારોએ પશ્ચિમ જગતના સરાસરી આયુષ્ય લગભગ ૮૦ વર્ષની નજીક પહોંચાડી દીધું છે તે વાત યાદ રાખવા જેવી છે. મોટાભાગના રોગો ખરાબ જીવનશૈલી કે ભોગવાદના પરિણામરૃપે હોતા નથી તેની ત્યાગવાદીઓએ નોંધ લેવી જરૃરી છે. જેનેટીક વિજ્ઞાાનનું જ્ઞાાન ત્યાગવાદીઓનું શૂન્યની નજીક છે.
ચકાસણી ઃ ડો. અતુલ ગવંડે અને તેમની ટીમે તપાસયાદીની અસરકારકતાની ચકાસણી કરી છે. તેમની સંશોધન ટીમે અમેરિકાની આઠ હોસ્પીટલમાં દરેક હોસ્પીટલના ચાર ઓપરેટીંગ થીયેટરમાં સારવાર માટે દાખલ થયેલા ૪૦૦૦ દર્દીઓનો અભ્યાસ કર્યો છે. આ અભ્યાગાળો ત્રણ મહિનાનો હતો. આ ૪૦૦૦ ઓપરેશનમાંથી ૪૦૦ દર્દીઓને સર્જરીના કોમ્પ્લીકેશન્સ થયા હતા. જેને પરીણામે ૫૬ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. કુલ સર્જીકલ ઓપરેશનના લગભગ દોઢ ટકો મૃત્યુ પામ્યા તેમ ગણી શકાય.
ઉપર જણાવ્યું તેમ સર્જરીમાં કુલ ૪૦૦ કોમ્પ્લીકેશન્સ ઊભા થયા હતા. તેમાંથી લગભગ અડધોઅડધ મુશ્કેલીઓ ઈન્ફેક્શન (ચેપ)ન કારણે ઊભી થઈ હતી. એટલે કે ઓપરેશન દરમિયાન હોસ્પીટલજનિત ચેપ એક ગંભીર જોખમ છે. ચોથાભાગની નિષ્ફળતા ટેકનીકલ પ્રકારની હતી. જેને કારણે દર્દીને ઓપરેશન ફરીથી કરાવું પડયું કે સુધારવું પડયું. ટેકનીકલ નિષ્ફળતામાં બ્લીડીંગ (લોહી વહેવું) તે મુખ્ય સમસ્યા હતી. ડો. ગેવંડે હેઠળ કામ કરનારી સંશોધક ટીમને જણાયું કે આ તમામ હોસ્પીટલોમાં સર્જરી પહેલાં, તે દરમિયાન કે તે પછી ઘણી ક્ષતિઓ રહી જતી હતી. દા.ત. ઓપરેશન દરમિયાન સખત બ્લીડીંગ (લોહી વહી જાય) ત્યારે ઈન્ટ્રાવીનસ લાઈનને નસમાં ક્યાં અને કેવી રીતે મુકવી તેની પૂર્વ તૈયારી હોવી જ જોઈએ કે ઓપરેશન દરમિયાન શ્વાસોચ્છવાસ સરળતાથી થાય તે માટે air-way tube બરાબર મુકાઈ છે કે નહીં અને ઓક્સીમીટર બરાબર ચાલે છે કે નહીં તેની સખત ચકાસણી જરૃરી છે. તપાસ હેઠળની બધી હોસ્પીટલોમાં આમ થયું ન હતું. કોઈને કોઈ ખામી રહી જતી જણાઈ હતી.
ઉપરની માહિતી ભેગી કર્યા બાદ આ હોસ્પીટલોના ચેકલીસ્ટની પધ્ધતિનો અમલ (તેની સમજણ આપ્યા બાદ) શરૃ કરવામાં આવ્યો. તેમાં ઘણા અવરોધો નડયા હતા. ઘણાએ કહ્યું કે આ તપાસ યાદી અમારા કિંમતી સમયનો વ્યય છે. પરંતુ ઉપરની આઠ હોસ્પીટલોમાં એકવાર તપાસયાદીની પદ્ધતિ સ્થિર થઈ પછી તેના પરિણામો ડો. ગવંડેની ટીમે મેળવ્યા. આ માટે ડો. ગવન્ડે હેઠળ બે રીસર્ચ આસીસ્ટન્ટ્સ કામ કરતા હતા. પરિણામો નીચે મુજબ છે. આ આઠ હોસ્પીટલોમાં સર્જરીને લીધે ઊભા થતા કોમ્પ્લીકેશન્સમાં તપાસ યાદીના અમલ બાદ ૩૬ ટકાનો ઘટાડો નોંધાયો. ચેપ (ઈન્ફેક્શન)નું પ્રમાણ ૫૦ ટકા ગટી ગયું. દર્દીઓના મૃત્યુ પ્રમાણમાં ૪૭ ટકા ઘટાડો નોંધાયો. અલબત્ત, માત્ર એક જ પ્રયોગ ચેકલીસ્ટની ઉપયોગિતા સાબીત કરતો નથી. આવા ડઝનબંધ રીસર્ચના પરિણામો અમેરિકાની જુદી જુદી હોસ્પિટલોના સેમ્પલ લઈને બહાર પડે તો આ પરિણામોની વિશ્વસનીયતા હજી વધે અને એમ કહી શકાય કે આ પરિણામો આકસ્મિક નથી. વિજ્ઞાાન તેના પરીણામોની પુનઃ પુનઃ ચકાસણી કરે છે - તે પુરાણા ગ્રંથોમાં કે સંહિતામાં સૂચવેલી ચિકિત્સા પધ્ધતિની ઓથોરીટી સ્વીકારતું નથી. તે નિષ્પક્ષ સાબિતી માગે છે. મારા પડોશીના કાકાને અરડુસી લેવાથી કેન્સર મટી ગયું હતું તે વિધાનને વિજ્ઞાાન ગંભીરતાથી લેતું નથી. વળી આપણા ચિકિત્સકો અમુક દવા લેવાથી 'ફાયદો થશે' એ શબ્દો વાપરે છે તેનો શું અર્થ કરવાનો? આ શબ્દો સંદેહાત્મક છે. તેમાં હેજીંગનું તત્ત્વ છે. ફાયદો થશે એટલે રોગ મટી જશે, કાબુમાં આવશે કે આગળ વધતો અટકી જશે કે રોગને લીધે થતો દુઃખાવો મટી જશે કે ફરીથી નહીં થાય કે તેનાથી અન્ય કોમ્પ્લીકેશન્સ નહી થાય કે તેની આડઅસરો નહી થાય? આ બાબતમાં સ્પષ્ટતા જરૃરી છે. હેજીંગ એટલે તકેદારીની વાડ બાંધવી કે છટકબારી રાખવી.
ઈન્ટેન્સીવ કેર યુનિટ ઃ હોસ્પીટલોમાં ગંભીર દર્દીઓને ઈન્ટેન્સીવ કેર યુનિટ એટલે કે ઘનિષ્ઠ સારવાર માટે દાખલ કરાવામાં આવે છે. તે દરમિયાન તેના શરીરમાં ગ્લુકોઝ માટેની કે અન્ય પ્રકારની અનેક નળીઓ શરીરમાં (દા.ત. શ્વાસ લેવા માટે કે યુરિન માટે કેથેટર) દાખલ કરવામાં આવે છે. શરીરમાં દાખલ કરાયેલી નળીઓ (ટયુબ્ઝ) અનેક કોમ્પ્લીકેશન્સ ઊભા કરે છે. તેમાંથી અનેક પ્રકારના ઈન્ફેક્શન્સ (ચેપ) લાગે છે. અમેરિકામાં થેયેલો અભ્યાસ દર્શાવે છે કે દસ દિવસ બાદ ૪ ટકા લાઈન્સ (એટલે કે શરીરમાં દાખલ થયેલી ટયુબ્ઝ)માંથી દર્દીને ઈન્ફેક્શન થાય છે. અમેરિકામાં એંસી હજાર લોકોને 'લાઈન-ઈન્ફેક્શન' થાય છે જેમાંથી પાંચથી માંડીને ૨૮ ટકા દર્દીઓ મૃત્યુ પામે છે. જે લોકો આ ઈન્ફેક્શન થયા પછી પણ બચી જાય છે તેમને ઘનીષ્ઠ સારવાર હેઠળ સરાસરી એક અઠવાડિયું વધારાનું ગાળવું પડે છે. હોસ્પીટલોને કમાણી થાય છે. તેઓ આ ઈન્ફેક્શનમાંથી હાથ ઊંચા કરી દે છે. દર્દીને ઈન્ફેક્શન લાગવાની સંભાવના અમેરિકામાં થયેલા અભ્યાસ પ્રમાણે નીચે મુજબ છે ઃ દસ દિવસ બાદ યુરીનરી કેથેટર (પેશાબની ટયુબ)માં ૪ ટકા આઈસીયુના દર્દીઓને બ્લેડર ઈન્ફેક્શન થાય છે. ૬ ટકા દર્દીને વેન્ટીલેટર મુક્યા પછી દસ દિવસે ન્યુમોનીયા થાય છે જેને કારણે ૪૦થી ૪૫ ટકા આઈસીયુના દર્દીઓ મૃત્યુ પામે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ