નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કેટલી બદલાઇ ગઇ છે આપણી દુનિયા!



 
એક બાળકે કહ્યું કે એને એવી વાર્તાઓ નથી ગમતી, જેના અંતમાં લાંબુંલચ ભાષણ આપવામાં આવ્યું હોય. ભાષણ એટલે કે શીખ - ઉપદેશ. જેમ કે, જુઠું ન બોલવું જોઇએ, છેતરવું ન જોઇએ, કોઇ વસ્તુ પૂછયા વિના ન લેવી જોઇએ વગેરે. એનું માનવું હતું કે આ સંબંધિત નથી એટલે કે એનું તત્કાલીન કંઇ મહત્વ નથી. સવાલ એ થાય કે શું નૈતિકતા મહત્વ ગુમાવી ચૂકી છે? હિતોપદેશ અને પંચતંત્રની કથાઓ જુની થઇ ગઇ?જરા વિચારો, પાયાના નૈતિક મૂલ્યો ભાષણ બની ગયાં છે. અસત્યની પરિભાષા જ બદલાઇ ગઇ છે. એને બીજા કશાની ભલાઇની ઓથ મળી ગઇ છે. કોઇ પણ વસ્તુ પૂછયા વિના લઇ લેવી એ તેની જરૂરિયાત કેટલી છે તેના પર આધાર રાખે છે.

સાચું બોલવું કે કોઇની સાથે અપ્રમાણિકતાથી ન વર્તવું એ હવે શાણપણ નથી મનાતું. બધું સ્વીકાર્ય છે. દરેક ખોટું પગલું ભરવા પાછળ એક સાચું કારણ છે. બેબી ફલકની વાસ્તવિકતામાં અટવાયેલી અનેક વાતોમાંથી અનેકને તો અત્યારથી જ રહેમ નજરે જોવાનું શરૂ થઇ ગયું છે. બે વર્ષની બાળકીની બે મહિના સુધી મૃત્યુ સાથે લડત ચાલી. પછી શું વિચારીને એના હૈયાએ ધબકવાનું છોડી દીધું હશે? કદાચ એ જ કે માત્ર બે વર્ષની ઉંમરમાં જ એણે એ બધું સહન કરી લીધું હતું, જે આજની દુનિયા એને આપી શકવાની હતી.

હવે આવી દુનિયામાં કોઇ માણસને બીજા માણસ પરથી વિશ્વાસ ઊઠી જાય, તો નવાઇ લાગે ખરી? નવાઇ પણ શા માટે લાગે? વિશ્વાસનો અરીસો અત્યંત નાજુક હોય છે. સહેજ અમસ્તો અથડાય અને નાની એવી તિરાડ પડી જાય તો પ્રતિબિંબ બે ભાગમાં જોવા મળે છે. તૂટેલા અરીસામાં ક્યારેય પ્રતિબિંબ જોવામાં આવતું નથી. એક સમય હતો જ્યારે આ બાબતને અપશુકન માનવામાં આવતી હતી. તો પછી આજે આપણને આવા તૂટેલા અરીસા કેમ સ્વીકાર્ય બની ગયા છે?

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ