નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મૂવી રિવ્યુ, 'કેવી રીતે જઈશ'



 
Movie Name:
કેવી રીતે જઈશ
 
 
 
Viewer Rating: 
 
 
Critic Rating:
(3.5/5)
 
 
Star Cast:
દિવ્યાંગ ઠક્કર,કેનેથ દેસાઈ,વેરોનિકા કલ્પના ગૌતમ,રાકેશ બેદી
 
 
Director:
અભિષેક જૈન
 
 
Producer:
નૈના જૈન
 
 
Music Director:
મેહુલ સુરતી, વિશ્વેસ પરમાર
 
 
Genre:
કોમેડી, ઈમોશનલ ડ્રામા
 
Story
સ્ટોરી-કેવી રીતે જઈશ, આજે અમેરિકા જવા ઘેલી દરેક ગુજરાતી પબ્લિકના મનમાં આ પ્રશ્ન તો રમતો જ હોય છે તેમજ તેની આસપાસના લોકો તેને આવો જ પ્રશ્ન પુછતા હોય છે.

ફોરેન ક્રેઝી ગુજરાતીઓ યુએસ જવા કેટલા જનૂની હોય છે તે તમે આ ફિલ્મથી અંદાજો લગાવી શકો છો. ઘર-ઘરની કહાની છે આ ગુજરાતી ફિલ્મ જેમાં એક પપ્પાનું ફોરેન જવાનું સપનુ પુરુ થતુ નથી તેથી તે ઈચ્છે છે કે તેના બાળકો આ સપનું પુરુ કરે.

અમદાવાદમાં રહીને પોળ અને રાણીનો હજીરો ન જોનારા કેટલાયે ડૂડ યંગસ્ટર્સ હશે જેમણે ખરુ અમદાવાદ તો જોયુ જ નથી, સવારે મોર્નિંગ વોક બાદ ભેળ અને મસાલા ઈડલી સાથે જ્યુસ પીતા અમદાવાદની ઝાંખી ફિલ્મમાં છે.

ઈન્ટરવલ સુધી તમને તેની કોમેડી જકડી રાખશે અને ઈન્ટરવલ બાદ કોમેડી-ઇમોશન ડ્રામા આ ફિલ્મની વિશેષતા છે. ફિલ્મ જોઈ તમે બોલી ઉઠશો, 'બોસ એક વખત તો આ ફિલ્મ દરેક ગુજરાતીએ જોવી જ જોઈએ.' તમને ગુજરાતી હોવા અને ગુજરાતીપણાનો અનુભવ કરાવતી આ પહેલી અર્બન ગુજરાતી ફિલ્મ છે.

રિવ્યુ-
બચુભાઈ પટેલ (કનેથ દેસાઈ) નામનો વ્યક્તિ જેણે તેના મિત્ર ઈશ્વર ભાઈ પટેલ (અનંગ દેસાઈ) સાથે એક સપનું જોયુ હતું કે તે અમેરિકા જશે. પણ પૈસાની સગવડ ન થતા બચુ ફોરેન ન જઈ શક્યો અને ઈશ્વર તેને મુકી અમેરિકા પહોંચી ગયો.

ત્યારથી ઈશ્વરને અને સમાજના અન્ય લોકોની સામે જાણે પોતે હારી ગયો છે તેવું સમજનારો બચુ પોતાનું સપનું હવે તેના બાળકો દ્વારા પુરુ કરવા ઈચ્છે છે સૌ પહેલાં મોટા દીકરા જગદીશ અને બાદમાં હરિશ તેનું આ સપનું પુરુ કરવા લાગી જાય છે.

ફિલ્મમાં હરિશ (દિવ્યાંગ ઠક્કર)મુખ્ય કેરેક્ટર છે જે પોતે લાઈફમાં શું કરશે તે તેને ખબર નથી. તેના પપ્પા જેમ કહે એ જ સાચું, યુએસમાં મોટેલ કિંગ બનવાનું પપ્પાએ નાનપણથી મગજમાં ઠસાવી દીધુ હતું અટલે તે પણ મોટેલ કિંગ બનવા માંગે છે.

તદ્દન સામાન્ય લૂક સાઈડમાં પાથી ચમ્પીવાળું માથુ ઓળનારો હરિશ કેવી રીતે હેરી બને છે અને યુએસ જવાની તડામાર તૈયારીમાં કેટલાય રૂપિયા વેડફી દે છે તેની કલાકારી દાદ માંગી લે તેવી છે.

ફિલ્મમાં આયુશી (વેરોનિકા કલ્પના ગૌતમ)નો રોલ નાનકડો છે પણ ઘણો જ સ્વિટ છે. તેની સ્માઈલ અને પ્રેઝન્સ જ સિનને સુંદર બનાવી દે છે.

ફિલ્મમાં રીટા ભાદુરીનો નાનકડો રોલ પણ ઘણો જ દમદાર રોલ છે.

સિનેમેટ્રોગ્રાફી-ફિલ્મમાં આખુ અમદાવાદ એમએમ પર મિત્રો સાથે ચાની ચુસકી, કાકરિયા લેક, પોળ, પતંગ હોટેલ એટલું સુંદર રીતે બતાવવામાં આવ્યું છે કે દરેક સીન પર તમારા મોઢે નીકળી જાય કે અરે આ તો આશ્રમ રોડ છે અને આ તો સીજી રોડ.

મ્યૂઝિક-બેકગ્રાઉન્ડ મ્યૂઝિક જાણે હિન્દી મૂવીને ટક્કર મારે, ગુજ્જુ રેપ 'પંખીડા રે ઉડી જાજો અમેરિકા રે...' તો ફિલ્મની રિલીઝ પહેલાં જ ખાસુ પોપ્યુલર થઈ ગયુ હતું.

પ્લસ પોઈન્ટ-
પહેલી ગુજરાતી અર્બન ફિલ્મ જે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ક્રાંતી સમાન છે ધોતી કેડીયા નહીં પણ રિઅલ ગુજરાતી લાઈફ સ્ટાઈલ દર્શાવતી ફિલ્મ ફિલ્મનું મ્યૂઝિક અને દરેક કિરદારની એક્ટિંગ ફિલ્મની વાર્તા અને વિષય

નેગેટીવ પોઈન્ટ- હિન્દી મુવીની સરખામણીએ ઓનસ્ક્રિન કેમેરા ઈફેક્ટ ઓછી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ