નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગજબનો છે વડોદરાનો કિસ્સો, વાંચ્યા પછી તમે કહેશો ના હોય!


આપઘાત V/S આર્શીવાદ : ત્રીજા પ્રયાસે પણ હેમખેમ


'બાબુ મોશાય, જિદંગી ઓર મોત ઉપરવાલે કે હાથ હૈ, ઉસે ના આપ બદલ સકતે હૈ ના મૈં’


'બાબુ મોશાય, જીદંગી ઓર મોત ઉપરવાલે કે હાથ હૈ, ઉસે ના આપ બદલ સકતે હૈ ના મૈ’ વર્ષો અગાઉ આવેલી હિ‌ન્દી ફિલ્મ 'આનંદ’માં કેન્સરપિડીત યુવકની ભૂમિકા ભજવતાં રાજેશ ખન્નાનો પ્રસિદ્ધ આ ડાગલોગને યર્થાથ ઠરાવતો કિસ્સો શુક્રવારે સવારે મકરપુરા રેલવે સ્ટેશન પર બન્યો હતો. આપઘાતના ઈરાદે ચાલુ ટ્રેનમાંથી ભુસ્કો માર્યા બાદ વધુ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને બચાવી લેવાયો હતો.


મુંબઈમાં ક્રોફ્ટ માર્કેટ પાસેની નાગદેવી સ્ટ્રીટમાં રહેતો ૩૨ વર્ષીય મસુદ મહેમુદ ખાન હાલમાં ક્રોફ્ટ માર્કેટમાં આવેલી પિતાની હોટલ પર બેસતો હતો. અજમેર સ્થિત ખ્વાજા ગરીબનવાઝનો ઉર્સમાં જઇ પરિવાર સાથે દુરન્તો એક્સપ્રેસમાં મુંબઈ જતો હતો. આજે સવારે છ વાગે ટ્રેન મકરપુરા રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી હતી તે સમયે મસુદે અગમ્ય કારણોસર ચાલુ ટ્રેને નીચે છલાંગ લગાવી હતી.


નીચે પટકાતા મોંઢા અને માથાના ભાગે લોહીલુહાણ બનેલા મસુદને પટકાયેલો જોતા જ સ્ટેશન પર ઉભેલા કેટલાક મુસાફરો મદદ માટે તેની તરફ દોડી ગયા હતા. દરમિયાન તેઓને જોતા જા તેણે ઉભા થઈને લંગડાતા પગે સામેના ટ્રેક પર આવી રહેલી અન્ય એક ટ્રેન તરફ દોટ મૂકી હતી. જેથી મુસાફરોએ તેને પકડી સ્ટેશન પર લઈ ગયા હતા. તે જ સમયે વધુ એક ટ્રેન પસાર થતાં તેણે પકડમાંથી છુટીને ત્યાંથી પસાર થતી ટ્રેન તરફ જવાનો પ્રયાસ કર્યો હતો.


પરંતુ તે વખતે પણ તેને બચાવી લેવાયો હતો. તેને એમ્બ્યુલન્સ અને પોલીસ સ્ટાફે પકડીને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. મસુદે પોલીસની પૂછતાછમાં જણાવ્યું હતું કે તે સવારે દરવાજા પાસે ઉભો હતો ત્યારે તેને ચક્કર આવતાં તે ચાલુ ટ્રેને પડી ગયો હતો. તેને કોઈએ ઘક્કો માર્યો નથી કે તેણે આપઘાતનો પ્રયાસ પણ કર્યો નથી.


પરિવારજનો સુરત પહોંચ્યા બાદ મસુદ ગુમ હોવાની જાણ થઈ


મસુદ દુરન્તો એક્સપ્રેસના એસીકોચમાં સવારે નિદ્રા માણી રહેલા મસુદના પરિવારજનોને ઠેક સૂરત પહોંચ્યા ત્યારે સવારે સાડા આઠ વાગે મસુદને સીટ પર નહિ‌ દેખાયા બાદ સહપ્રવાસીઓએ વડોદરા પાસે એક લાંબાવાળવાળો યુવક ચાલું ટ્રેને પટકાયો હોવાની જાણ કરતાં ગાર્ડને વિગતો જણાવી હતી. ગાર્ડે સૂરત પાસે સ્ટોપેજ ન હોવા છતાં ટ્રેનને રોકી હતી જેથી મસુદના પિતરાઈભાઈઓ ટ્રેનમાંથી ઉતરીને વડોદરા પહોંચ્યા હતા.


જયપુરમાં મસુદના હાવભાવ બદલાઈ ગયા હતાં


મસુદના પિતરાઈભાઈ ઈકબાલ બશીરખાને જણાવ્યું હતું કે અજમેરમાં દર્શન કરીને જયપુર આવ્યા બાદ મસુદના હાવભાવ અચાનક બદલાઈ ગયા હતા. તે પરિવારજનોને દિગ્મુઢ થઈને જોયા કરતો હોઈ અને વાતચિત પણ કરતો ન હોઈ તેઓને તેની વતર્ણુંક અંગે ચિંતાતુર બન્યા હતા. જોકે તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું તેમણે પણ નકાર્યુ હતુ.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ