નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કરિયરમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ



 
‘કાશ, મેં પેલી નોકરી જતી ન કરી હોત, તો...?’

‘જો મેં પેલા દિવસે બોસની વાત માની હોત, તો...?’

‘જો મેં મારા કલીગની ભલામણ ન કરી હોત, તો...?’

ઉપરોકત વિચારો ઓલ્ડ મેન ઈફ (જો) (તો) કહેવાય છે. કે જે સ્ટ્રેસનું મહત્વનું કારણ બનતા હોય છે. સ્ટ્રેસ શબ્દ આપણને ભલે મનોવિજ્ઞાનનો લાગતો હોય, પણ તેનો સામાન્ય અર્થ ‘કોઈ વ્યક્તિ/ વસ્તુ કે પ્રસંગ પર અપાતું દબાણ’ થતો હોવાથી તે મૂળે ભૌતિક વિજ્ઞાનનો શબ્દ ગણી શકાય.

પણ શું કાયમ ‘જો...તો’ને લીધે જ સ્ટ્રેસ થાય?

જી ના, બે ગમતા વિકલ્પો પૈકી એક જ વિકલ્પ પસંદ કરવાનો હોય, ત્યારે પણ સ્ટ્રેસ થઈ શકે. તેટલું જ નહીં ઈન્ટરવ્યૂ માટે અઘરા કવેશ્વન તૈયાર કર્યા હોય અને જો સહેલો પ્રશ્નો પુછાય, તો પણ મહેનત માથે પડી હોવાનો પણ સ્ટ્રેસ અનુભવાય. મતલબ બે અણગમતા વિકલ્પો પૈકી કોઈ એક અણગમતો વિકલ્પ પસંદ કરવાનો હોય, ત્યારે પણ સ્ટ્રેસ થઈ શકે છે. સ્ટ્રેસ તમારી કરિયરની ગાડીમાં પંચર પાડી દે છે. સ્ટ્રેસને જન્મ આપતાં પરિબળોને સ્ટ્રેસર કહે છે, જે કરિયરમાં નીચે પ્રમાણે હોઈ શકે...

- ટાઈમ પ્રેશર, કામનું પ્રેશર, ટાર્ગેટ પૂરા કરવાની ચિંતા.
- કામ/ વળતર/ સમય વગેરેની અનિશ્ચિતતા.
- આર્થિક/ શારીરિક/ સામાજિક સમસ્યા.
- પ્રમોશન ન મળવાની/ અન્યને પ્રમોશન મળવાની પરિસ્થિતિ.
- કામની કદર ન થતી હોવાની લાગણી.
- ટ્રાન્સફર થવાની શક્યતા વગેરે.

આવા સ્ટ્રેસની અસર શી પડે? કઈ રીતે જાણી શકાય કે વ્યક્તિને ‘સ્ટ્રેસ’ છે?

- શારીરિક અસરોમાં માથાનો દુખાવો, છાતીમાં દુખાવો, ચીડિયાપણું, ગુસ્સો, અનિદ્રા, ઊલટી- ઊબકા- ગભરામણ, હાઈ/ લો બ્લડ પ્રેશર, ડાયબિટીસ અને ક્યારેક હાર્ટએટેક.
- માનસિક અસરોમાં એકાગ્રતાનો અભાવ, ચિંતા, ડર/ભય, વધુ પડતી આક્રમકતા, નર્વસનેસ અને ક્યારેક ડિપ્રેશન.
- સામાજિક અસરોમાં પોતાના કલીગની ઇર્ષ્યા, બિન જરૂરી ટીકા, પોતાની ભૂલનો દોષ બીજાને આપે, ક્યારેક વ્યસન પણ કરે, સમાજ-મિત્રવર્તુળથી દૂર ભાગે, એકલો રહેવાનું પસંદ કરે. સ્ટ્રેસની પોઝિટિવ અસર પણ છે, બોસ! અમુક લિમિટમાં સ્ટ્રેસ જે તે બાબત અંગે આપને સિન્સિયર અને સિરિયસ બનાવે છે, જેને પ્રિ-ઓકયુપેશન કહેવાય, જેનાથી તમે જે તે કાર્ય વધુ સારી રીતે કરવા માટે ગંભીર બનો છો.

કરિયરમાં આવેલો સ્ટ્રેસ દૂર કઈ રીતે કરવો?

- પરિસ્થિતિને સમજવી, સ્વીકારવી અને તેનો સામનો કરવો.
- ‘આનંદી કાગડા’ની વાર્તા જાણો છોને? બસ, એની જેમ સદા ઉત્સાહથી હાઉસફુલ રહો.
- પ્રેમ વહેંચો, દોસ્તો બનાવો, આશાવાદી બનો.
- ચિંતા, ગુસ્સો, ઇર્ષ્યા કરવાની છુટ, પણ લિમિટમાં હોં!
- પોતાની ભૂલ માટે, પોતાની જાત પર હસવાની ટેવ આજથી જ પાડૉ. અત્યાર સુધી બીજાની ભૂલ માટે હસતા આવ્યા જ છોને!
- હળવું સંગીત અને મધુર ગીત સાંભળો, વ્યસનોથી રહો દૂર અને શાંતિની નજીક, પૂરતી ઊંઘ-આરામ, બેલેન્સ ડાયટ લ્યો, ટાઈમ મેનેજમેન્ટ કરો.
- રાત્રે સૂતી વખતે તમારા ધ્યેય પર ફોકસ કરો, તમારી સિદ્ધિને હાઈલાઇટ કરો.
- ‘પોઝિટિવ થિંકિંગ’નાં પુસ્તકો વાંચો. મહાનુભાવોની સક્સેસ સ્ટોરીઓ જાણો.

કરિયર T૨૦: તમારી પાસે પાર્ટીમાં પહેરવા માટે સારાં બુટ નથી, તેનો સ્ટ્રેસ છે? અરે, કેટલાયને તો બૂટ તો શું સ્લીપર પહેરવા માટે પગ પણ નથી અને છતાં તેઓને તેનો સ્ટ્રેસ પણ નથી!


 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી