નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચટપટા સમોસા


5 વ્યક્તિઓ માટે બનાવો 'સમોસા'

સામગ્રી:
સ્ટફીંગ માટે:
4 બાફેલાં બટાકાં
100 ગ્રામ બાફેલાં લીલા વટાણાં
100 ગ્રામ સમારેલી ડુંગળી
2 ટીસ્પૂન આદું-મરચાની પેસ્ટ
2 ટીસ્પૂન વરિયાળી, આખા ઘાણા
1 કપ સમારેલી કોથમીર
3 નંગ તજ-લવિંગ-મરી
1 ટીસ્પૂન મરચું
1 ટીસ્પૂન ગરમ મસાલો
1 ટીસ્પૂન આમચૂર પાવડર
1 ટીસ્પૂન હિંગ
1/2 ટીસ્પૂન હળદર
મીઠું- સ્વાદ પ્રમાણે
તેલ- જરૂર પ્રમાણે

લોટ માટે:
250 ગ્રામ મેંદો
2 ટેબલસ્પૂન તેલ
મીઠું- સ્વાદ મુજબ
તળવા માટે તેલ

રીત:

- સૌપ્રથમ મેંદામાં સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂર પૂરતું મોણ નાખી કઠણ લોટ બાંધીને દસ મિનિટ રહેવા દો.
- આ દરમિયાન સ્ટફિંગ માટે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં હિંગ, તજ, લવિંગ, મરી, આખા ધાણા, સમારેલી ડુંગળી અને બાફેલાં લીલા વટાણાં સાંતળવા.
- ત્યાર બાદ મરચું, હળદર, ગરમ મસાલો, આમચૂર અને મીઠું ઉમેરીને બરાબર હલાવવું.
- હવે તેમાં બાફેલાં બારીક સમારેલાં બટાકા ઉમેરીને કોથમીર નાખી બરાબર ભેળવીને ઠંડુ થવા દો.
- મેંદાના લોટમાંથી લૂઓ લઇને તેની મોટી રોટલી વણો. તેને વચ્ચેથી કાપી સ્ટફિંગ ભરી સમોસાનો આકાર આપો.
- આ રીતે બધા સમોસા તૈયાર કરીને ત્યાર બાદ ગરમ તેલમાં બદામી રંગના તળવા.
- ચા કે કોથમીરની ચટણી સાથે તેનો સ્વાદ માણો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી