નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તમારી કાર વધેલા ખોરાકમાંથી બનાવાયેલા ઓઇલથી દોડશે


 
ફાસ્ટ ફૂડને નવો અર્થ આપતા હોય તેમ વિજ્ઞાનીઓએ પેસ્ટી, ક્રિસ્પ અને અન્ય ફૂડ વેસ્ટમાંથી ઓઇલ કાઢવાની અને તેને ઇકો-ફ્રેન્ડલી બળતણમાં ફેરવવાની રીત શોધી કાઢી છે.

બળતણ પૂરું પાડતી બ્રિટિશ કંપની ગ્રીનર્જી ઇન્ટરનેશનલે જાહેરાત કરી છે કે તેણે વધેલા ખોરાકમાંથી કૂકિંગ ઓઇલ કાઢવાની અને તેને ડીઝલ સાથે મિક્સ કરીને પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવું બળતણ બનાવવાની નવી ટેક્નોલોજી વિકસાવી છે. વાર્ષિક ૧૦ અબજ લિટર બાયોડીઝલ અને ડીઝલનું ઉત્પાદન કરતી કંપની અનુસાર તેણે વપરાયેલા ખાદ્યતેલને પ્રોસેસ કરવા માટે લિંકનશાયર ખાતેની તેની ઉત્પાદન સુવિધામાં ૫૦ મિલિયન પાઉન્ડનું રોકાણ કર્યું છે.

કંપનીએ દાવો કર્યો છે કે ગ્રીન ફ્યુઅલ ટૂંક સમયમાં બ્રિટનના પેટ્રોલ સ્ટેશનોએ વેચવા માટે તૈયાર હશે. તેણે જણાવ્યું હતું કે તે બ્રોકલ્સબી લિમિટેડ નામની કંપની સાથે કામ કરી રહી છે જેણે વધેલા ખોરાકમાંથી તેલ કાઢવાની પદ્ધતિ વિકસાવી છે. ગ્રીનર્જી પછી તેલને વધુ શુદ્ધ કરે છે અને તેને બાયોડીઝલમાં ફેરવે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી