નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વ્યક્તિ વસ્ત્રોમાં A.C. લગાવી શકશે

વિજ્ઞાનીઓએ ‘પર્સનલ એર-કન્ડિશનિંગ(એસી)યુનિટ’ વિકસાવ્યું હોવાનો દાવો કર્યો છે, જેને ફાયરફાઇટર્સથી માંડીને રેસિંગ ડ્રાઈવર્સ સુધીની દરેક વ્યક્તિનાં વસ્ત્રોમાં ફિટ કરી શકાશે. ઘરવપરાશના ફ્રીજ માટેના કમ્પ્રેસર્સના ઉત્પાદનમાં વિશ્વ અગ્રણી બ્રાઝિલિયન કંપની એમ્બ્રેકોની ટીમનું કહેવું છે કે તેના નવા યુનિટથી કાર્યસ્થળે ઊંચાં તાપમાનનો સામનો કરતા લોકો તેઓનાં શરીરનું તાપમાન ઘટાડી શકશે અને હાથ પરનાં કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે.

‘ધ ડેઈલી ટેલિગ્રાફ’ના અહેવાલ અનુસાર આ પર્સનલ એર-કન્ડિશનિંગ યુનિટ પેનથી થોડું લાંબું છે. ચાર ઇંચ લાંબા અને બે ઇંચ પહોળા આ એસીનું વજન માત્ર ૩.પ ઔંસ છે, જે એક પેન્સના ૪૦ સિક્કાઓની સમકક્ષ છે.આ યુનિટને વસ્ત્રોનાં કાપડમાં સીવી શકાશે. દાખલા તરીકે ફાયરબ્રિગેડના કર્મચારીઓ કે સૈનિકોના યુનિફોર્મમાં અથવા રેસિંગ ડ્રાઈવર્સના કોટમાં એસીને લગાવી શકાશે અને તેનાથી વ્યક્તિને કોઈ અગવડ નહીં પડે.

એસીના નિર્માતાઓનું કહેવું છે કે તાપમાન વધતાં ગરમ હવાને સ્ટીલની પાતળી પેટીમાં ચૂસવામાં આવશે, જ્યાં માઈક્રોપ્રોસેસર હવાને ઠંડી કરશે અને પછી વસ્ત્રોમાંથી પાતળી ટ્યૂબોનાં નેટવર્ક દ્વારા ઠંડી હવાને બહાર ફેંકશે. એમ્બ્રેકોના ગ્લોબલ પ્રેસિડન્ટ જોઆઓ કાર્લોસ બ્રેગાએ જણાવ્યું હતું કે કંપનીએ આ શોધની ચર્ચા ફોમ્યુંલા વન ટીમો, લશ્કરો અને અગ્નિશામક દળો સાથે કરી છે. જો કે કંપની સામાન્ય વ્યક્તિને તેના વસ્ત્રોમાં ફિટ કરવા માટે છુટક એસી નહીં વેચે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી