નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

4 ટિપ્સ, Skinને લગતી કોઈપણ સમસ્યા દૂર કરશે એલોવેરા

હેલ્થ અને સ્કીન સંબંધીત કોઈપણ સમસ્યા દૂર કરવા એલોવેરા અક્સીર ઉપાય છે. તે ચહેરાની ચમક વધારે છે તેમજ સનબર્ન કે પછી ખીલની સમસ્યા હોય તેને જડમૂળથી મટાડી પણ દે છે.

તો ચાલો નજર કરીએ એલોવેરાના અગણિત ફાયદાઓ પર..



ફેરનેસ પેક - જો પ્રાકૃતિક રૂપે તમારે તમારી ત્વચાને ગોરી કરવી છે તો એલોવીરાનો પ્રયોગ કરવાનું શરૂ કરી દો. આ માટેના પેકને બનાવવા માટે એલોવીરાનો રસ અને ગુલાબજળને એકસાથે મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર અને આંખોની આસપાસ લગાવો. બાદમાં તમારી આંગળીની મદદથી ચહેરાની 2-3 મિનિટ માલિશ કરો જેનાથી ડેડ સ્કિન નીકળી જશે. આ પેકને 15-20 મિનિટ સુધી રહેવા દો ત્યારપછી ચહેરો ક્લીન્ઝર કે ઠંડા પાણીથી ધોઇ લો. સારું રિઝલ્ટ મેળવવા અઠવાડિયામાં એકવાર આ પેકનો પ્રયોગ કરો.


સ્કિન રેશ પેક - જે લોકોની સ્કિન ઘણી સેન્સિટીવ તેમના ચહેરા પર રેશ પડવાની સંભાવના વધુ હોય છે. તેમણે નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઇએ. આ માટેનું પેક બનાવવા માટે એલોવીરા જેલ, કાકડીનો રસ અને દહીંની ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો અને તેને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવેલી રાખો. પછી ઠંડા પાણીથી ધોઇ લો. તમે જોશો કે તમારો ચહેરો ગ્લો કરશો અને રેશીશ જતા રહ્યાં હશે.


સનબર્ન પેક - સનબર્ન ત્વચાની એક સામાન્ય સમસ્યા છે. આ માટે એલોવીરા ફેસપેક બનાવવા માટે તમારે તાજું એલોવીરા જ્યુસ લેવું અને તેને લીંબુના થોડાં ટીપાં સાથે મિક્સ કરી રૂની સહાતાથી ચહેરા પર લગાવવું. આ પેકને ચહેરા પર 10 મિનિટ રહેવા દેવું અને ત્યારબાદ સામાન્ય ગરમ પાણીથી ધોઇ લેવું.


ક્લિન્ઝર ફેસ પેક - એલોવીરાને એક સ્કિન ક્લિન્ઝરના રૂપમાં પણ વાપરવામાં આવે છે. આના લગાવવાથી ખીલથી રાહત મળે છે. એક ટૂકડો એલોવીરા લો અને તેને પાણીમાં ઉકાળો. ત્યારબાદ તેને મિક્સ્ચરમાં પીસી તેમાં મધ મિક્સ કરો અને તમારા ચહેરા પર લગાવો, ખાસકરીને ખીલ પર. આને 15 મિનિટ સુધી સૂકાવા દો અને પછી હલકા હાથે ઠંડા પાણીથી ધોઇ લો

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ