નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઘરની પસ્તીથી ચાર્જ થઈ જશે મોબાઈલ ફોન

 
-કાગળમાં હાજર સોલ્યુલોજને ગ્લૂકોઝમાં બદલી બેટરી ચાર્જ કરી શકાશે

કેટલાક વર્ષ પહેલા સોનીએ એક અલગ જ પ્રકારનું વોકમેન રજૂ કર્યું હતું. તે આર્ગેનિક બેટરીથી ચાલતું હતું. હવે કંપનીએ એક એવી ટેકિનક રજૂ કરી છે, જે વૈકિલ્પક ઉર્જાના ક્ષેત્રમાં નવી જ આશા જગાવશે. સોનીએ એક એવી બેટરી રજૂ કરી છે જે રફ કાગળથી વીજળી પેદા કરે છે. કંપનીએ આ ટેકિનકને ટોકયોમાં ઈકો-પ્રોડકટસ ૨૦૧૧માં પ્રદર્શન કર્યું છે.

આ બેટરી અંજાઈમથી વીજળી ઉત્પાદનના સિદ્ધાંત પર તૈયાર કરાઈ છે. તેમાં વિશેષ એંજાઈમથી રફ કાગળના અણુઓને તોડીને તેનાથી વીજળી પેદા કરાઈ છે. પ્રાચન ક્રિયામાં મદદરૂપ સેલ્યુલોજ એંજાઈમ આ ટેકિનક્નું પ્રમુખ કેન્દ્ર છે. આ એંજાઈમ કાગળમાં હાજર સોલ્યુલોજને ગ્લૂકોઝમાં બદલે છે. આ રીતે મળતી શુગરને બેટરી ઉર્જામાં તબદીલ કરે છે.

હાલ આ બેટરીથી એક ખૂબ નાના પંખાને ચલાવા લાયક ઉર્જા પ્રાપ્ત કરાઈ રહી છે. પરંતુ આગળ તેનો પ્રયોગ ગ્રીટિંગ કાર્ડસ સહિત એવા ઉપકરણોમાં કરી શકાશે, જેને પોતાના કંપોનેટ્સને ચલાવવા માટે અલગથી ઉર્જાની જરૂરત હોય છે. હાલ આ ટેકિનકથી ખૂબ જ થોડી માત્રામાં જ વીજળી પેદા કરી શકાય છે. કંપની હવે તેના વ્યાપક રીતે તેનો ઉપયોગની સંભાવનાઓ પર પણ કામ કરી રહી છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ