નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે ઇશારાથી ચાલશે લેપટોપ

 
 
વિશ્વભરની કંપનીઓએ લોંચ કર્યા પોતાના નવા ઉત્પાદનો રજુ કર્યા

વિશ્વનો સૌથી મોટો ટેક્નોલોજી શો કન્ઝુમર ઇલેક્ટ્રોનિક્સ શો (સીઇએસ-૨૦૧૨) મંગળવારે શરૂ થયો છે. ઇન્ટેલ, એલજી, સેમસંગ સહિત ઘણી કંપનીઓએ આ શોમાં પોતાના નવા પ્રોડકટ્સ લોન્ચ કર્યા છે. નવા પ્રોડકટ્સમાં ઇશારાથી ચાલનાર લેપટોપ, વિશ્વનું સૌથી પાતળું અને અવાજથી નિયંત્રિત થનારા ટીવીનો પણ સમાવેશ થાય છે. ઇન્ટેલની ચપિ દ્વારા ઘણી કંપનીઓ અલ્ટ્રાબુકસ (લેપટોપ) રજુ કરવાની છે.

ઇન્ટેલના ઉપાધ્યક્ષ મૂલી ઇડેને લેનોવા, એસર, સેમસંગ, તોશિબા, એલજી અને એચપી દ્વારા રજુ કરવામાં આવનાર અલ્ટ્રાબુકસની સાથે અત્યાધુનિક પ્રોટોટાઇપ નિકિસકી લેપટોપ પણ રજુ કર્યું. તે વિન્ડોઝ-૮થી સુસજજ છે. નિકિસકીમાં કી-બોર્ડની નીચે પારદર્શક ટચ પેડ ગોઠવવામાં આવ્યું છે. લેપટોપ બંધ રહેવાની સ્થિતિમાં તેનો સ્ક્રીન ટચ પેડ પેનલ દ્વારા બહારથી દેખાય છે. તેનાથી લેપટોપને સંપૂર્ણ રીતે ખોલ્યા વગર ટેબલેટની જેમ કામ લઇ શકાય છે.

અવાજ સાંભળીને ચાલશે ટીવી :સેમસંગ અવાજથી નિયંત્રિત થનારી ટેકનિક વિકસાવી રહ્યું છે. તેના સ્માર્ટ ટીવીના વોઇસ ફંકશનને ઓન કરવા માટે માત્ર હાય ટીવી બોલવું પડશે.

સ્માર્ટ ફોનથી પણ પાતળું ટીવી : એલજીએ ૫૫ ઇંચનું ઓએલઇડી ટીવી રજુ કર્યું છે. આ ટીવીની જાડાઇ માત્ર ૪ મિ.મી. છે. સરખામણીની દ્રષ્ટિએ તે સેમસંગ ગેલેકસી એસ-૨ સ્મોર્ટ ફોનથી પણ પાતળું છે. એલજીએ અલ્ટ્રા ડેફિનેશનનો ઉપયોગ કરીને ૮૪ ઇંચનું ટીવી રજુ કરવાની જાહેરાત કરી છે.

તાર વગર ફોટો ટ્રાન્સફર : એસડી એસોસિએશને રજુ કરેલા મેમરી કાર્ડમાં વાયરલેસ લેન ફિચર હશે. એટલે કે, તાર વગર તસવીરો, વીડિયો અને અન્ય ડેટા કેમેરામાંથી ટ્રાન્સફર કરી શકાશે.

શું શું લોન્ચ થયું?

- નોકિયાનો વિન્ડોઝ સંચાલિત સ્માર્ટ ફોન લુમિયા ૯૦૦
- સોનીના ચાર નવા સ્માર્ટ ફોન એક્સપરિયા આયન
- પેનાસોનિકનું ૧૦ ઇંચ ટફપેડ ટેબલેટ
- સેમસંગની સિરીઝ-૫ અલ્ટ્રાબુકસ (૧૩થી ૧૪ ઇંચમાં)
- લેનોવોનું ગૂગલ એન્ડ્રોઇડ ટીવી
- રિમે પોતાનું ઇ-મેલ સોફ્ટવેર
- ચીની હેન્ડસેટ નિર્માતા કંપની હુવેઇનો એસ્સેન્ડ પી૧એસ સ્માર્ટફોન. વિશ્વનો સૌથી પાતળો સ્માર્ટ ફોન હોવાનો દાવો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ