બીજા વિશે જાણવાનું ગમે છે, તેટલું જ રોચક છે, પોતાના વિશે પણ જાણવાનું. આ ક્વિઝ તે માટે છે.
વ્યક્તિત્વની ચકાસણી એટલે કે પોતાની પર્સનાલિટી કેવી છે તે જાણવું દરેકને ખૂબ જ ગમે છે. પોતાના વિશે જાણવાનું જેટલું સારું છે, તેટલો જ બીજા વિશે જાણવામાં પણ આનંદ આવે છે. એક નાનકડી સાયકોલોજિકલ ટેસ્ટ લઇએ.
ટેસ્ટની રીત
જો તમે બે-ત્રણ લોકો સાથે મળીને આ ટેસ્ટ કરી રહ્યાં હો, તો એક સવાલ પૂછીને બીજાને જવાબ લખવાનું કહેવાની સાથે તમે પણ જવાબ લખો. પ્રશ્નોના ચિત્રો બનાવવાનું વધારે સરળ રહેશે.
ધ્યાન રાખો
આ સવાલોના જવાબો આપતી વખતે તમારું સંપૂર્ણ ધ્યાન કલ્પના પર કેન્દ્રિત કરો. તમે જે જોઇ રહ્યા છો, તે કેવું છે અને તમને એ અંગે કેવું લાગી રહ્યું છે, તે પણ જણાવવું અથવા લખવું જરૂરી છે.
એકદમ શાંત મન રાખીને બેસો અને આ સવાલોના જવાબ આપો.
માની લો કે તમારી સામે એક વિશાળ રણ છે. તેમાં એક ચોરસ આકૃતિ છે. આ કયૂબ એટલે કે ચોરસ આકૃતિ વિશે જણાવો.
૧.આ ચોરસ આકાર કેટલો મોટો છે?
૨.તે કઇ વસ્તુમાંથી બનાવેલો છે અને તેનો રંગ કેવો છે? આ આકૃતિ વિશે તમારું શું માનવું છે?
૩.તમને તે તમારાથી કેટલા અંતરે દેખાય છે?
૪.શું તે પારદર્શક છે?
૫.રણની સરખામણીએ ચોરસ આકૃતિ કેટલી મોટી છે?
એક સીડીની કલ્પના કરો.
૧.સીડી ચોરસ આકૃતિથી કેટલી દૂર અથવા નજીક છે?
૨.શું તે આકૃતિને ટેક્વીને રાખવામાં આવી છે?
૩.સીડીનો રંગ કેવો છે?
૪.એ શેમાંથી બનાવેલી છે?
૫.સીડીનો રંગ કેવો છે?
હવે જોઇએ આ સવાલોના તમે આપેલા જવાબોનું વિશ્લેષણ
એ કયૂબ એટલે કે ચોરસ આકૃતિ તમે છો. તમે એના વિશે જે અનુભવ કરો છો, તે તમારી પોતાની જાત માટેની માન્યતાનું અનુમાન છે. માની લો કે તમે એવું અનુમાન કર્યું હોય કે ચોરસ આકાર પથ્થરનો બનેલો છે, તો તમે સ્વયંને ખૂબ મજબૂત માનો છો. ચોરસ તમારાથી જેટલો દૂર છે, એટલું જ અંતર તમારું તમારી જાતને સમજવામાં છે. જો તમે ચોરસથી દૂર હો, તો તમે તમારા અંતરાત્માને પણ સારી રીતે સમજી શકતા નથી.
જો એ ચોરસ પારદર્શક હોય તો તેનો અર્થ એવો થયો કે તમને લોકો સરળતાથી સમજી લે છે. રણની સરખામણીએ જેટલો મોટો ચોરસ આકાર તમે માન્યો હતો, એ તમારા અહમ્નો આકાર છે. જો રણ નાનું હોય તો તમારો અહમ્ પણ એટલો નાનો છે એટલે કે તમે બીજાઓને પણ સાથે રાખીને ચાલો છો, સ્વયંને જ સર્વસ્વ નથી માનતાં.
સીડી એ મિત્રનું પ્રતીક છે. જેવી સીડી, એવા મિત્રો. જેટલી સુંદર સીડી, એટલા પ્રિય મિત્રો. મિત્રો અને ચોરસમાં જેટલી નિકટતા, એટલી જ ગાઢ મૈત્રી. જો તમારી સીડી ચોરસ સાથે ટેકવેલી હોય, તો માની લો કે મિત્રો અને તમે એકબીજા પર આધારિત છો. જે વસ્તુમાંથી સીડી બનેલી હોય, તે જ તમારી મૈત્રીની દ્રઢતાનો મજબૂત આધાર છે.
Comments
Post a Comment