નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગંભીર બીમારી માટે સોયાબીન અને કિસમીસ રામબાણ ઇલાજ




એક દિવસમાં એક મુઠ્ઠી કિસમીસ અને સોયાબીનને આહારનો હિસ્સો બનાવવામાં આવે તો બ્લડપ્રેશરથી બચી શકાય છે. હૃદયની બીમારી માટે બ્લડપ્રેશર મુખ્ય કારણ છે. અમેરિકામાં હૃદય રોગ પર પર થયેલા એક મહત્વપૂર્ણ સંમેલનમાં રજૂ કરાયેલા અધ્યયનોમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે. અમેરિકન કોલજ ઓફ કાર્ડીયોલોજી કોન્ફરન્સમાં રજૂ કરાયેલા આ અધ્યયનોમાંથી એકમાં જણાવ્યા મુજબ દિવસમાં ત્રણવાર એક મુઠ્ઠી કિસમીસ ચાવી જવાથી બ્લડપ્રેશરમાં ઘટાડો જોવાયો છે.

નિયમિત કિસમીસ આરોગવાથી બ્લડપ્રેશરમાં ઘટાડો

બ્લડપ્રેશર પર કિસમીસની અસરના આ પહેલાં પરિક્ષણમાં જેનું બ્લડપ્રેશર સામાન્યથી ઉંચું હોય તેવા 46 લોકો પસંદ કરાયા હતાં, અને તેને હાઇબ્લડ પ્રેશર થવાનું જોખમ પણ હતું. આ લોકોનું બ્લડપ્રેશર 120-80 થી 139-89 માપવામાં આવ્યું હતું. જે સામાન્યથી થોડું વધુ હતું. આ લોકોના આહારમાં નિયમિત રીતે કિસમીસનો સમાવેશ કરાતા તેના બ્લડપ્રેશરમાં 12 સપ્તાહમાં ઘટાડો થયો હતો. તેમજ આ લોકોનું બ્લડપ્રેશર પણ સામાન્ય થઇ ગયું હતું.

સામાન્યથી વધી રહેલા બ્લડપ્રેશરને ઘટાડવામાં કિસમીસ કેવી રીતે સફળ થઇ શકે તે અંગે સંશોધકો હાલ ચોક્કસ રીતે જણાવી શક્તા નથી. પરંતું સંશોધક માને છે કે કિસમીસમાં પોટેશિયમ હોવાથી તે બ્લડપ્રેશરને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

જ્યારે એક અન્ય અધ્યયન અનુસાર સોયાબીનને આહારનો નિયમિત હિસ્સો બનાવવાથી પણ બ્લડપ્રેશરમાં ઘટાડો કરવામાં મદદ મળે છે. 18-30 વર્ષના 5,100 શ્વેત અને આફ્રિકી અમેરિકી લોકો પર કરાયેલા અધ્યયન મુજબ પ્રતિદિન સોયાબીન, પનીર,મગફળી અને ગ્રીન ટી ને ભોજનનો ભાગ બનાવવાથી લોકોના બ્લડપ્રેશરમાં ઘટાડો થયો છે.


Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ