Posts

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ચટપટા 'છોલેટીક્કી'

સામગ્રી: 250 ગ્રામ છોલે 400 ગ્રામ બટાકા 1 લીંબુ 150 ગ્રામ વટાણા 2 ટેબલ સ્પૂન આરા લોટ કે કોર્નફ્લોર 1 ટેબલ સ્પૂન બૂરું ખાંડ 2 ટેબલ સ્પૂન કોપરાની છીણ 1 ટેબલ સ્પૂન કાજુના ટુકડા 1 ટેબલ સ્પૂન કિશમીશ 1 ટી સ્પૂન વાટેલાં લીલા મરચાં 1 ટેબલ સ્પૂન ખાંડ 1 ટી સ્પૂન ગરમ મસાલો તેલ પ્રમાણસર મીઠું સ્વાદ અનુસાર રીત: -સૌ પહેલાં રસાવાળા છોલે બનાવી લો -રગડો બનાવવાં છોલે બાફી લો તેને બે ચમચી તેલ મુકી સૌ પહેલાં ડુંગરી સાંતળી લો -તેમાં લસણ અને ટામેટા નાંખો અને બાદમાં છોલે ઉમેરો, સ્વાદ અનુસાર મીઠું મરચું નાખો -ટીકી માટે બટાકા બાફી માવો કરી લો -તેમાં મીઠુ, 1/2 લીહું આરા લોટ અને બુરું ખાંડ મિક્સ કરો -વટાણા બાફી તેમાં કોપરાનું છીણ, કાજુ, કિશમીશ, લીલાં મરચાં, 1/2 લીંબુ, ખાંકડ અને ગરમ મસાલો નાખી માવો તૈયાર કરો -બટાકા-વટાણાનો માવાની ગોળ ટીકી તૈયાર કરવી -તેનાં પર આરા લોટ ભભરાવી શેલો ફ્રાય કરવી. થોડી ગુલાબી થાય ત્યાં સુધી તેને ધીમા તાપે ફ્રાય કરવી -હવે છોલેના રગડો ટીક્કી પર નાખી ગરમ ગરમ સર્વ કરવું Next Story બનાવો 'દૂધીના થેપલા' -સાથે તમે જીણી સમારેલી ડુંગળી-ટામેટા લઈ શકો છો.

નાની અમથી ભૂલે આ બાળકને બનાવી દીધો 'નાનો કાંચા ચીના'

Image
વેંગ ઝિયાપેંગની ઉંમર માત્ર 6 વર્ષ છે. રમવા-કુદવાની ઉંમરે આ બાળક જીવનના સૌથી ભયાનક તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. એક દુર્ઘટનામાં વૈંગનો ચહેરો ખરાબ રીતે બળી ગયો હતો, જેના કારણે તે હવે ગુમનામીની જિંદગી જીવવા માટે મજબુર છે. ચીનના નીંગઝિયા પ્રાંતના યિનચુઆનમાં રહેનારો વેંગ નવેમ્બર 2010ને ગેસ લાઇટરથી રમતા દુર્ઘટનાનો શિકાર થઇ ગયો હતો. વધારે પડતો બળી જવાને કારણે વેંગનો ચહેરો ખરાબ થઇ ગયો હતો. ચહેરાની સાથે – સાથે વેંગ પોતાના હાથ અને પગની આંગળીઓને પણ ગુમાવી બેઠો છે. આ દુર્ઘટના તુરંત જ બાદ વેંગના માતા-પિતા તેની નિંગઝિયા મેડિકલ યુનિવર્સિટી જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. પરંતુ તેના મા-બાપની આર્થિક હાલત સ્થિર ના હોવાને કારણે તે માત્ર ત્રણ મહિના સુધી જ પોતાનો ઇલાજ કરાવી શક્યો. પોતાના બાળકનો જીવ બચાવવા આ મા- બાપે પોતાના ઘરને પણ વેચી દીધું અને મહામહેનતે હોસ્પિટલનું 1,50,000 યુઆન ( લગભગ 15,000 પાઉન્ડ)નું બિલ ચુકવી દીધું. વૈંગના પિતા વૈંગ યુગિયુ (32 વર્ષીય) દુગ્ધ ડેરીનો વ્યવસાય કરે છે અને મહિનામાં 2,000 યુઆન કમાવે છે, જ્યારે તેની મા જેંગ્વે જિયુ (30 વર્ષીય) ગૃહિણી છે. પો...

ફિલ્મ રિવ્યૂઃ ‘છોડો કલ કી બાતેં’

Image
Movie Name: ‘છોડો કલ કી બાતેં’       Viewer Rating:  | 0 Reviews     Critic Rating: (2.5/5)     Star Cast: અનુપમ ખેર, સચિન ખેડેકર     Director: પ્રમોદ જોશી     Producer: બાલાસાહેબ ભાપકર અને શશાંક ભાપકર     Music Director: સલિલ કુલકર્ણી     Genre: ડ્રામા   Story આ ફિલ્મ તમને નિરાશ નહીં કરે એ નક્કી! સ્ટોરીઃ ફિલ્મની વાર્તા આઇટી પ્રોફેશનલ આદિત્ય પ્રધાન (સચિન ખેડેકર)ના જીવનની આસપાસ ફરે છે. એક સમય હતો, જ્યારે તે વર્કોહોલિક હતો – કામમાં સતત ખૂંપેલો રહેતો હતો, ત્યાંથી પછી એક એવો સમય આવે છે, જ્યારે તે સંતોષની અવસ્થામાં આવી પહોંચે છે. આ મુસાફરી દરમિયાન તે રસપ્રદ પ્રેરણાત્મક અંધ વ્યક્તિ બેનામ કુમાર (અનુપમ ખેર)ના પરિચયમાં આવે છે. જે તેને જીવનને પૂરા ઉત્સાહ સાથે જીવવાનો અર્થ સમજાવે છે. સ્ટોરી ટ્રિટમેન્ટઃ ‘છોડો કલ કી બાતેં’ પોતાની મહત્વાકાંક્ષાઓ અને ભૌત...

સર્ચિંગને વધુ Fast and Easy બનાવી આપશે આ લેટેસ્ટ સર્વિસ

Image
  કોઇ પણ વિષય પરની માહિતી ચુટકી બજા કે શોધી આપતી ‘ક્વિકી’ સર્વિસ વિશે જાણો છો? કલ્પના કરો, સરસ મજાની સવાર છે. તમે બાલ્કનીમાં ઝૂલે બેસીને ઠંડકમાં ચાની ચૂસકી સાથે અખબાર વાંચી રહ્યા છો. અખબારમાં તમે જુદા જુદા સમાચારોની હેડલાઇન વાંચી, કોઈમાં રસ જાગ્યો તો આખા સમચાર વાંચ્યા. પછી? જેટલું વાંચ્યું તેનાથી સંતોષ માનીને છાપાને ગડી વાળીને બાજુએ મૂકવા સિવાય કોઈ રસ્તો ખરો? અત્યાર સુધી મોટા ભાગે આપણે આ જ રીતે માહિતી મેળવતા આવ્યા છીએ. ઇન્ટરનેટ આવ્યા પછી સ્થિતિ થોડી બદલાઈ અને આપણે જે વાંચતા હોઈએ તેને સંબંધિત અન્ય સામગ્રી પણ એ પેજ પર જોવા મળે એવું બનવા લાગ્યું. જેમ કે વિકિપીડિયા પર કોઈ આર્ટિકલ વાંચો તો તેના અંતે બીજી સંદર્ભ સાઇટ્સની લિંક મળે. છતાં, હજી કંઈક ખૂટતું હતું. એ ‘કંઈક ખૂટતું’ કદાચ ભરપાઈ કરી આપે છે ‘ક્વિકી!’ વિકિપીડિયા આપણને કોઈ એક વિષય પર અત્યંત વિગતવાર માહિતી આપી શકે છે, પણ કદાચ એ જ કારણસર આ...

ઇન્કમ ટેક્સ ચુકવવાના નવા નિયમો જાણી લો

-આ નિયમથી વિદેશમાંથી દેશમાં આવતા ધન પર સરકારની રહેશે નજર -કરદાતાઓએ દેશ બહારની આવકોની પણ આપવી પડશે જાણકારી સરકારે આ વખતે ઇન્કમ ટેક્સના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે. જો તમારી વાર્ષિક આવક 10 લાખથી વધારે છે તો તમારે આ વખતે ઇન્કમ ટેક્સ રિટર્ન ઓનલાઇન જમા કરાવવું પડશે. ટેક્સ એક્સપર્ટ અરુણ ચંડોકે જણાવ્યા પ્રમાણે સરકારના આ પગલાથી લોકોને ફાયદો થશે કેમ કે ઓનલાઇન જમા કરાવવાથી તેમની રિફંડ પ્રોસેસ ઝડપી બનશે. ઇનકમ ટેક્સ વિભાગમાં રિફંડની ગતિ 10 લાખ રિફંડ પ્રતિ મિનિટ છે. સરકારે નાણાકીય વર્ષ 2011-12 માટે 10 લાખથી વધારે આવકવાળા લોકો માટે ઓનલાઇન ઇનકમ ટેક્સ રિટર્ન ભરવું અનિવાર્ય કરાયું છે, જ્યારે પહેલા આ એક વિકલ્પ હતો. ટેક્સ ભરનારાઓએ આ વખતે રિટર્નમાં દેશની બહારની સંપત્તિની પણ જાણકારી આપવી પડશે. જાણકારોના મતે સરકારના આ પગલાથી ફાયદો તો થશે જ પણ તેનાથી આવકવેરાના નિયમ વધુ કડક બનશે. જે લોકો દેશની બહાર કમાય છે તેમણે અહીં પણ ટેક્સ ચુકવવો પડશે. તેનાથી ઇનકમ ટેક્સ વિભાગ પાસે બહારથી દેશમાં આવતા ધન અંગેની સંપૂર્ણ જાણકારી હશે.

'વર્જિન મેરી'

Image
  ગરમીમાં ભાવશે 'વર્જિન મેરી' સામગ્રી 1 કપ ટોમેટો જ્યૂસ 1/2 ટેબલ સ્પૂન ટબેસ્કો સોસ 1/2 ટેબલ સ્પૂન સોયા સોસ 1 ટેબલ સ્પૂન લેમન જ્યૂસ મીંઠુ સ્વાદ અનુસાર બરફના ટુકડા રીત -આ બધી જ સામગ્રીને કોકટેલ શેકરમાં મિક્સ કરો -તેમાં કેટલાંક ટુકડા બરફના ઉમેરો -તેને વ્યવસ્થિત શેક કરી એક ગ્લાસમાં ઉમેરી સર્વ કરો -તેને લેમનની સ્લાઈઝથી ગાર્નિશ કરી શકો છો

ગોળ-કેરીની ચટણી

Image
  જીભને ચટકારો લગાવે તેવી ચટણી 250 ગ્રામ કાચી કેરી (કટકી) 75 ગ્રામ ગોળ કટકો આદુ 5-6 કળી લસણ 1 ટેબલ સ્પૂન વિનેગર 1 ટેબલ સ્પૂન તેલ થોડી વરિયાળી અને કલૌજી મીઠું સ્વાદપ્રમાણે રીત -એક વાસણમાં તેલ મુકી ગરમ થાય એટલે તેમાં વરિયાળી અને કલૌજીનો વઘાર મુકો -તેમાં આદુ-લસણ તતડાઓ -તેમાં કેરી ઉમેરો બાદમાં મરચુ મીઠું ઉમેરો -કટકી નરમ પડે એટલે તેમાં વિનેગર અને ગોળ ઉમેરો -ધીમા તાપે હલાવ્યાં કરો ચટણી થોડી જાડી થાય એટલે ઉતારી લ્યો -ઠંડી પડે એટલે એક બોટલમાં ભરી લ્યો અને ફ્રિજમાં મુકી શકો -આ ચટણી એક મહિના સુધી સરળતાથી ચાલી શકે છે. પણ તાજી બનાવીને ખાવી વધુ ભાવશે -જો લસણ ન લેવું હોય તો પણ ચાલે