Posts

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

વાળના છેડાને ઘરે કાતરથી ટ્રિમ કરો

Image
  પ્રશ્ન : મારા વાળ લાંબા છે, પણ વાળના છેડા ફાટી ગયા છે. હું તેને હાથથી તોડી નાખું તો વાળને નુકસાન થાય ખરું? કે પછી મારે વાળ ટ્રિમ કરાવવા જોઇએ? ઉત્તર : તમે પાર્લરમાં જઇને વાળને છેડેથી ટ્રિમ કરાવી લો. વાળના ફાટી ગયેલા છેડાને હાથથી તોડવાનું ક્યારેય યોગ્ય નથી. તેના બદલે તમે ઇચ્છો તો ઘરે જ કાતરથી તમારા વાળને એક્સરખા કાપી શકો. પ્રશ્ન : મારા વાળ તૈલી છે. આમ છતાં મને વાળ કોરા રાખવાનું નથી ગમતું. તો મારે વાળમાં કોપરેલ નાખવું જોઇએ કે અન્ય કોઇ તેલ? ઉત્તર : તમારા વાળ કુદરતી રીતે જ તૈલી છે, તેથી વધારે તેલ નાખવાથી વાળમાં મેલ જમા થશે. જોકે તમને કોરા વાળ રાખવાનું ગમતું નથી, તો તે માટે તમે કોપરેલનો ઉપયોગ કરી શકો છો. આનાથી વાળ વધારે તૈલી નહીં લાગે અને વાળને પૂરતું પોષણ પણ મળી રહેશે. પ્રશ્ન : મારી ઉંમર વીસ વર્ષ છે. મને વાળમાં તેલ લગાવવાનું ગમતું નથી, પણ હેરસ્ટાઇલ કરવા માટે જેલ લગાવવી હોય તો તે નિયમિત...

આ ઉનાળામાં દર વર્ષથી અલગ શું કરી શકાય?

Image
  રાહતભર્યા, ઠંડક પ્રદાન કરતાં સુતરાઉ કપડાંની પહેરવાની ઋતુ આવી ગઇ છે. જોઇએ, આ વખતે દર વર્ષથી અલગ શું કરી શકાય? ઋતુના બદલાતા રંગઢંગની સાથે પોશાકના રંગ અને ડિઝાઈનમાં પણ પરિવર્તન આવે છે. આ વખતે ઉનાળો શરૂ થવા સાથે ફેશનેબલ દેખાવાની તૈયારી કરી લો અને એ માટે તમારા વોર્ડરોબને સ્ટાઇલશિની સાથોસાથ આરામદાયક અને સૌમ્ય બનાવો. ફેશનની દુનિયામાં લટાર મારવા માટે તૈયાર છો તમે? તો ચાલો, કરીએ શરૂઆત... બ્લેક એન્ડ વ્હાઇટનું મેચિંગ ઉનાળાની દ્રષ્ટિએ બ્લેક એન્ડ વ્હાઇટનું મેચિંગ અત્યંત સૌમ્ય લાગે છે. ગળા, બાંય અને ઘેર પર લેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગળાના ભાગે યોક પર એમ્બ્રોઇડરીની સાથે મોતી આ સલવારસૂટને સ્ટાઇલશિ લુક પ્રદાન કરે છે. બ્લેક એન્ડ વ્હાઇટની માફક તમે તમને પસંદ અન્ય કલર્સ જેવા કે, વ્હાઇટ એન્ડ સ્કાયબ્લ્યૂ, પિંક એન્ડ વ્હાઇટ, બ્લેક એન્ડ સ્કાયબ્લ્યૂ, રેડ એન્ડ ઓરેન્જ, પિંક એન્ડ ગ્રીન વગેરે પણ અજમાવી શકો છો....

ફલેક્સસીડ્સથી રહો ફિટ અને ફાઇન

Image
  ફ્લેકસસીડ્સમાં ખૂબ જ ન્યૂટ્રિશન આવેલાં છે. તેમાં ઓમેગા - ૩ ફેટી એસિડ પુષ્કળ પ્રમાણમાં મળે છે, જે કોલેસ્ટેરોલને ઓછું રાખવામાં મદદરૂપ થાય છે. વળી, તેમાં ફાઇબર્સ પણ ઘણા પ્રમાણમાં મળે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોવાથી સ્ટાર્ચ અને ખાંડ ઓછી વાપરતાં લોકો માટે કામનાં છે. ઉપરાંત, તેમાં વિટામિન બી, મેગ્નેશિયમ અને મેંગેનિઝ વિપુલ પ્રમાણમાં મળે છે. ફ્લેકસસીડ્સમાં ઓમેગા-૩ ભરપૂર પ્રમાણમાં છે આપણા શરીરમાં આવતા સોજાને કાબુમાં રાખવા માટે ઓમેગા-૩ ફેટી એસિડ ખૂબ જ જરૂરી છે. આપણા શરીરમાં આવતા સોજા ઘણાબધા રોગોને લીધે હોઇ શકે છે. જેમ કે, હૃદય સંબંધિત રોગો, આર્થરાઇટિસ, ડાયાબીટિસ અને અમુક પ્રકારના કેન્સર પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓમેગા-૩ લેવામાં આવે ત્યારે ફ્લેકસસીડ્સ લઇને તેની ખામી દૂર કરી શકાય છે. ફ્લેકસસીડ્સમાં ફાઇબર્સ ખૂબ જ છે ફ્લેકસમાં ફાઇબર્સ વિપુલ પ્રમાણમાં છે. જે કોલેસ્ટેરોલને ઓછું ...

રૂપિયો પણ ખર્ચ્યા વગર, 30 દિવસમાં ઉતરશે વજન

દરરોજ નિયમિત એકકલાક સૈર કરવાથી એક મહિનામાં ફરક જોવા મળશે -એક જગ્યાએ 4 કલાકથી વધુ બેસી રહેવાથી વજન વધવાનું પ્રમાણ 50 ટકા વધે વધતા વજનની સમસ્યાથી છુટકારો મેળવવાનો ફક્ત કંઈ એક જ રસ્તો નથી ડાયેટિંગ, પણ તમારી લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવીને એક મહિનાની અંદર આપ વજન ઘટાડી શકો છો. 'ડેલી એક્સપ્રેસ'માં આવેલાં સમાચાર પ્રમાણે, ''વૈજ્ઞાનિકોના જણાવ્યાં પ્રમાણે, જાડાપણાને તમારાથી દુર રાખવાનો સૌથી સરળ રસ્તો છે દિવસમાં એક કલાક નિયમિત રૂપથી ચાલવા કે જોગ પર જવું.'' વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો દરરોજ એક કલાક નિયમિત રૂપે ધીમે ધીમે પણ જો ચાલવામાં આવે તો ચરબી વધવાનું પ્રમાણ 50 ટકા ઘટી જાય છે. ચાલવાથી ચરબી માટે જવાબદાર ગણાતા જીનની સક્રિયતા નષ્ટ થાય છે. જેને કારણે વજન વધતું નથી અને મેઈન્ટેઈન રહે છે. તેમજ શોધકર્તાઓએ ચેતવણી આપી છે કે જે લોકો દિવસમાં ચાર કલાક એક જ જગ્યાએ બેસીને કામ કરે છે, કે ટીવી જોવે છે, તેમનામાં ચરબી વધવાનું પ્રમાણ 50 ટકા વધી જાય છે.

બોડી ઈમ્યૂનીટી સુધારવા બેસ્ટ છે જ્યૂસ, તમે પીવાનું શરૂ કર્યું?

Image
નવરાત્રીમાં જો શરીરને સંપૂર્ણ પોષણ આપવા ઈચ્છો છો તો જ્યૂસ થેરપી જરૂરથી અપનાવી લેજો. જો આખો દિવસ અલગ-અલગ પ્રકારના પાંચ-છ જ્યૂસ પિવામાં આવે તો ફાયદો થાય છે. સૌ પહેલાં 2 ગ્લાસ લીંબુ પાણી પઓ તે બાદ કોઈ ફ્રૂટ જ્યૂસ લો. ઓરેન્જ, ગાજર ટામેટાનું મિક્સ જ્યૂસ લઈ શકો. બપોરે તરબૂજનું જ્યૂસ પીવામાં ફાયદો થશે. સાંજે સંતરા, સફરજન અને દ્રાક્ષ ખાઈ શકો અથવા તો તેનું જ્યૂસ પી શકો. જ્યૂસમાં ફેરબદલ કરવા આપ પાલક, કાકડી, લીમડાનો જ્યૂસ લઈ શકો છો. *જ્યૂસ પીવાના ફાયદા -જ્યૂસમાં મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, એન્ટિઓક્સિડન્ટ, કેરોટિન અને વિટામિન સીની ક્વોન્ટિટી વધુ હોય છે. તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. -જ્યૂસ શરીરની ઈમ્યૂન સિસ્ટમને વધુ સારી બનાવે છે. -હેક્ટિક લાઈફને ફ્રેશ કરે છે. -ઉપવાસ દરમિયાન જ્યૂસ પીવાથી પાચન ક્રિયા સ્વસ્થ રહે છે. -જ્યૂસ બ્લ્ડ શુગર લેવલ બેલેન્સ કરે છે. -જો આપને થાક નથી લાગતો, તેમજ દિવસ દરમિયાન એનર્જી રહે છે. -શરીરમાંથી હાનિકારક તત્વો બહાર કાઢી શરીરને રિલેક્સ રાખે છે.

અમદાવાદનો આ મેસેજ ગૂંજશે આખા દેશમાં

Image
  - વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરે અગાઉ સાયન્સ એક્સપ્રેસ ટ્રેન બનાવી હતી - વડાપ્રધાન મનમોહનસિંહ આ ટ્રેનને દિલ્હીથી રવાના કરશે - વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર બાયો ડાઈવર્સિટીને એક્ઝિબિટ કરતી ટ્રેન બનાવી રહ્યું છે. આ ટ્રેન સમગ્ર દેશના ૫૫ સ્ટેશન અને ૧૮૦૦૦ કિમી ફરશે બાયોડાઈવર્સિટી વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે શહેરના વિક્રમ સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટરના ‘વિકસત’ દ્વારા બાયોડાઈવર્સિટીને એક્ઝિબિટ કરતી ટ્રેન બનાવવામાં આવી છે. વડાપ્રધાન ટૂંક સમયમાં આ ટ્રેનને દિલ્હીથી રવાના કરશે. બાયોડાઈવર્સિટી થીમ પર બનેલી આ ટ્રેન દેશના વિવિધ શહેરોની મુલાકાત લેશે. વિજ્ઞાનની વિસ્તારતી જતી ક્ષિતિજોનું ભરપૂર જ્ઞાન પીરસતી ટેક્નોલોજીથી સમૃદ્ધ એવી સાયન્સ એક્સપ્રેસ ટ્રેનની જેમ જ હવે ‘વિકસત’ દ્વારા બાયોડાઈવર્સિટી થીમ પર ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે. આ ટ્રેન અંગે વિક્રમ એ સારાભાઇ કમ્યુનિટી સા...

હોટ ગરમીમાં વગર એ.સી.એ ઠંડુ ઘર, હવે છે પોસિબલ

Image
  - વધતી ગરમીમાં એ.સી. વગર પણ ઘરને ઠંડુ રાખી શકાય - એન્વાયરન્મેન્ટ એફિશિયન્સી બિલ્ડિંગની રચના કરી કુદરતી રીતે ઘરને ઠંડું રાખી શકાય - પેઈન્ટ સિલેકશન, ઈનડોર પ્લાન્ટના કુંડા અને સોફા પર સફેદ કવર જેવા ઉપાયોથી વાતાવરણ ઠંડુ રહી શકે ઉનાળાનું આગમન થઈ રહ્યું છે ત્યારે ટીવી પર આવતી એક જાહેરાતે બધાનું ધ્યાન ખેચ્યું છે. એક પરિવાર ઘરની બહાર દીવાલો પર પાણી છાંટીને ઘરને ઠંડું કરવાની કોશિશ કરે છે. જ્યારે બાજુના ઘરનો માલિક ઘરને ઠંડું રાખવા વેધરશિલ્ડ સન રિફ્લેકટર પેઇન્ટ કરાવે છે. વાસ્તવમાં આ પેઇન્ટ સનરફિલેકટ ટેક્નોલોજી પર કામ કરે છે એટલે કે તેમાં સોલર રફિલેકટ ઇન્ડેકસ વધારે હોય છે. આ પેઇન્ટમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને કો-પોલિમર કમ્પાઉન્ડને કારણે ઘરની અંદરના તાપમાનને પ ડિગ્રી સુધી ઓછું કરી શકાય છે. ઘરની છતમાં દેશી નિળયા નાખવામાં આવે તો ગરમી સીધી ઘરમાં પ્રવેશ કરતી નથી. તેમ જણાવત...