Posts

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

અન્ન તેવો ઓડકાર

ફોક્સ હિસ્ટરી એન્ડ ટ્રાવેલર ચેનલ પર તેનો એન્કર હંમેશાં વિશ્વભરમાં ભ્રમણ કરતો જે દેશમાં જાય ત્યાંની વિગતો બહુ જ રસપૂર્વક રજુ કરે છે. ટીવીને તો સામાન્ય રીતે આપણે ઇડિયટ બોક્સ તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને મનોરંજન ચેનલો પર આવતા વાહિયાત કાર્યક્રમો તથા કાર્ટૂન ચેનલો માટે ઘેલા થઇ જતા બાળકોને કારણે. શાળા-કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને ટીવીથી દૂર રાખવા માટે પણ અલગ પેંતરા કરવામાં આવે છે. ધો. ૧૦ અને ધો. ૧૨માં બાળક આવે ત્યારે ઘણા ઘરોમાં ટીવી બંધ કરીને માળિયે મૂકી દેવાની પ્રથા પણ અમલી છે. માહિતી મેળવવા માટેનું ટીવી એક ઉત્તમ સાધન છે, પરંતુ મનોરંજન લેવા જતાં તેની પાછળ ઘેલા ક્યારે અને કેટલા થઇ જવાય છે તેનો ખ્યાલ રહેતો નથી. ત્યારબાદ અનેક સમસ્યાઓ સર્જાય છે. ટીવી પર તમામ કાર્યક્રમો વાહિયાત જ આવે છે તેવું પણ નથી. ઘણા કાર્યક્રમ-ચેનલ્સ માહિતીપ્રદ હોય છે. ખાસ કરીને ડિસ્કવરી, ફોક્સ હિસ્ટરી, નેટ જીઓ વગેરે પર આવતા કાર્યક્રમો. હકીકતમાં ગૃહિણીઓ અને બાળકો તથા વિદ્યાર્થીઓને ટીવીની ઘેલછા એટલી લાગી હોય છે કે, તેઓ તેના નિયમિત કાર્ય કરવાનું પણ વીસરી જતાં જોવા મળે છે એટલે જ તેને ઇડિયટ બોક્સ તરીકે ઓળખવામાં આવે છે પણ અહીં આજે ...

પુરુષોને પજવતી બીમારી ગાયનેકોમેસ્ટિઆ થવાનાં કારણો

Image
  પુરુષોમાં સ્તનનો વિકાસ થવો એ એક ખૂબ જ કોમન હોર્મોનલ સમસ્યા છે. ૨૦થી ૩૦ ટકા નવજાત શિશુઓ, ૬૦થી ૭૦ ટકા ટીનએજર્સ અને ૫થી ૧૦ ટકા પ્રૌઢ પુરુષો આ તકલીફ ધરાવતા હોય છે. આ સમસ્યાને મેડિકલ ભાષામાં ‘ગાયનેકોમેસ્ટિઆ’ કહેવામાં આવે છે. પુરુષોમાં ઉત્પન્ન થતા ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજનના અસમતોલનના કારણે આ સમસ્યા સર્જાતી હોય છે. આ તકલીફ થવાનાં અનેક કારણો છે. તેમાંથી અમુક કારણો ફિઝિયોલજિકલ અથવા કુદરતી હોય છે. જ્યારે અમુક કારણો પેથોલોજિકલ અથવા બીમારીઓનાં પણ હોય છે. બંને વચ્ચેનો ભેદ પારખવો જરૂરી છે. ફિઝિયોજિકલ ગાયનેકોમેસ્ટિઆ નવજાત શિશુ, પુખ્તાવસ્થા અને મોટી ઉંમરમાં હોર્મોન્સના કુદરતી ફેરફારોનાં કારણે સ્તનનો વિકાસ થતો હોય છે. આ અવસ્થાને ફિઝિયોલોજિકલ ગાયનેકોમેસ્ટિઆ તરીકે ઓળખવામાં આવે છે. નવજાત શિશુમાં તેમની મધરનાં દૂધ દ્વારા ઇસ્ટ્રોજન શરીરમાં પ્રવેશે છે અને તેના કારણે છાતીનો ભાગ વિકાસ પામે છે. આ અવસ્થા સામાન્ય રીતે બે-ત્રણ મહિનામાં પોતાની મેળે નોર્મલ થઇ જતી હોય છે. પુખ્તાવસ્થા ધારણ કરતી વખતે બાળકો જ્યારે પરપિકવ થતાં હોય છે એ વખતે તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનની માત્રા વધતી હોય છે. આમાંથી અમુક...

કાજુ

કાજુ ખાવાથી દાંતમાં સડો કરાનારા બેક્ટેરિઆનો નાશ થાય છે

કાચી કેરીનો બાફલો

Image
  કાચી કેરીનો બાફલો સામગ્રી: 100 ગ્રામ કાચી કેરી 3-4 ગ્લાસ પાણી 100 ગ્રામ ગોળ 1/4 ટી સ્પૂન મરચું 1/2 ટી સ્પૂન ખાંડેલુ જીરું મીઠું સ્વાદ અનુસાર રીત: -કેરીને ધોઈ, છોડાં સાથે બાફીને તેનો ગર કાઢવો -એક વાસણમાં 3-4 ગ્લાસ પાણી લેવું, તેમાં ગોળનો ભૂકો ઓગાળવો -હેન્ડ મિક્સરથી તેને એક રસ કરી લો -તેમાં મીઠું, મરચું અને ખાંડેલું જીરું ઉમેરો -ફ્રિજમાં ઠંડુ કરી તેને સર્વ કરો.

કોર્ન સૂપ

Image
1 1/2 કપ છીણેલી મકાઈ 1/4 કપ મકાઈના દાણા 2 કપ પાણી 3 ટેબલ સ્પૂન માખણ 3 ટેબલ સ્પૂન મેંદો 2 કપ દૂધ 2 ટેબલ સ્પૂન ખાંડ 1/4 ટી સ્પૂન મરીનો ભૂકો 1/4 કપ ક્રીમ અથવા દૂધની મલાઈ મીઠું સ્વાદ અનુસાર રીત: -મકાઈના છીણમાં 1 1/2 કપ પાણી ઉમેરી તેને બાફી લો, દાણા પણ બાફી લો -ઠંડુ પડે એટલે તેને લિક્વિડાઈઝ કરી બેઈઝ તૈયાર લો -તેમાં બાફેલા મકાઈના દાણા પાણી સાથે ઉમેરો -ગેસ પર એક વાસણમાં ધીમા તાપે માખણ ગરમ કરી તેમાં મેંદો નાખવો -તેમાં ધીમે ધીમે દુધ રેડતાં જાઓ અને તેને હલાવતા રહેવું -તેમાં ખાંડ, મીઠું તથા મરીનો ભૂકો ઉમેરો -સર્વ કરતાં વખતે ધ્યાન રાખો દરેક બાઉલમાં મકાઈના દાણા આવે.

ફજી બ્રાઉની કુકી આઇસક્રીમ સેન્ડવિચ

Image
  સામગ્રી 4 નંગ ફજી બ્રાઉની કુકીઝ 1/2 કપ વેનિલા આઇસક્રીમ 1/4 કપ મિનિ ચોકલેટ ચિપ્સ રીત -કુકી પેપર પર સૌપ્રથમ ચાર કુકીઝ ગોઠવો. -તેના પર 1/4 કપ મિનિ ચોકલેટ ચિપ્સ પાથરો. -એક ચમચાથી દરેક કુકી પર આઇસક્રીમ પાથરી તેના પર બીજી કુકી ગોઠવો. -હવે આ સેન્ડવિચને ચોકલેટ ચપિ્સમાં હળવેથી રગદોળો જેથી તે આઇસક્રીમ સાથે ચોંટી જશે. -તેને કુકી પેપર પર મૂકી ફ્રજિમાં બે કલાક સુધી રહેવા દો -ચિલ્ડ થઈ જાય એટલે સર્વ કરો.

વિઝિટર વિઝા લેવા માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઇએ?

Image
સવાલ: હું ડિવોર્સી છું અને મારા માતા-પિતા, ભાઇ-ભાભી અમેરિકામાં રહે છે. મારા ભાઇએ વિઝા માટે એપ્લાય કરાવેલું પરંતુ મારા નામે કશું જ નથી અને હું ગૃહિણી છું. અધિકારીને એવું લાગ્યું કે આ બહેન પાછા નહીં આવે, તેથી રિજેક્ટ થયેલા. મારે ત્યાં ત્રણ માસ જ રહેવું છે, તો શું કરું?-ઉર્વશી ભટ્ટ, અમદાવાદ જવાબ: રિજેક્ટ થયા પહેલાં તમને છ માસનો ફિયાન્સે વિઝા મળેલો છતાં તમે એક માસમાં પરત આવેલાં છો તેનું કારણ નથી જણાવ્યું. તમારી ફેમિલી ટાઇઝ અમેરિકા ખાતે સ્ટ્રોન્ગ છે તેમજ ભારતમાં ફાઇનાન્સિયલ ટાઇઝ નથી. તેમજ તમારો સમગ્ર પરિવાર અમેરિકામાં રહે છે વગેરે કારણોસર રિજેકશન થાય. તમારાં માતા-પિતા કે ભાઇએ તમારા માટે Family Based category માં પિટિશન કરવી જોઇએ. વિઝિટર વિઝા માટે વારંવાર પ્રયત્ન કરી સમય અને નાણાંનો દુવ્યર્ય થશે તેથી એપ્લાય કરતા નહીં. સવાલ: અમારી ૨૦૦૩ની F-3ની ફાઇલનો વિઝા કોલ ક્યારે આવશે? મારી બહેને નર્સિંગનો એક વર્ષનો કોર્સ કરેલો છે. તેને અમેરિકામાં જોબ મળશે? મને ત્યાંની યુનિવર્સિટીમાં એડમિશન મળશે?- અમર હેમંતભાઇ ત્રિવેદી, અમદાવાદ જવાબ: હાલની ધીમી ગતિ જોતાં બે-એક વર્ષ લાગશે. એક વર્ષના નર્સિંગ કોર્સ દ્...