Posts

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

કાંકરિયાની એક ટ્રીપ R ૧૬૨૦માં પડશે

કિડ્ઝ સિટી કે ‘કેશ સિટી’? આજથી શરૂ થઇ રહેલા કિડ્ઝ સિટીની અધધધ એન્ટ્રી ફી - સ્ટેન્‍ડિંગ કમિટીમાં કોંગ્રેસના વિરોધને ફગાવી શાસક ભાજપે દરખાસ્ત બહુમતીથી મંજુર કરી કિડ્ઝ સિટીની ફી બાળક ૧૦૦ વયસ્ક ૧૫૦ કાંકરિયાની ખર્ચાળ મુલાકાતે આવતા શહેરીજનો પાસેથી ડગલે ને પગલે ફી પેટે રૂપિયા વસૂલતા અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશને શુક્રવારથી શરૂ થઈ રહેલા ‘કિડ્ઝ સિટી’ માટે પણ અધધ કહેવાય એટલી એન્ટ્રી ફી ઠોકી બેસાડી છે. બાળકદીઠ ૧૦૦ રૂપિયા અને વયસ્કદીઠ ૧૫૦ રૂપિયાની પ્રવેશ ટિકિટ રાખવાની દરખાસ્ત પણ શાસક ભાજપે ગુરુવારે મળેલી સ્ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં મંજુરી કરી દીધી છે. કોર્પોરેશન માટે ‘એટીએમ’ સાબિત થઈ રહેલા કાંકરિયાની મુલાકાત ચાર સભ્યના પરિવારને અંદાજે ૧૬૨૦ રૂપિયામાં પડશે. શાસક ભાજપે કાંકરિયા લેકફ્રન્ટમાં ૧૨ કરોડના ખર્ચે કિડ્ઝ સિટીનું નિમાર્ણ કર્યું છે. તેમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત થશે, તેવાં સ્વપ્નાં બતાવાયાં હતાં. શુક્રવારથી કિડ્ઝ સિટીનો વિધિવત્ પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે જ કિડ્ઝ સિટીમાં ૧૪ વર્ષથી નાનાં બાળકો માટે પ્રવેશ ફી ૧૦૦ રૂપિયા તથા તેમની સાથે આવનારા વાલી માટે ૧૫૦ રૂપિયા પ્રવેશ ફી વસ...

માઈકલે આત્મહત્યા જ કરી હતી!

Image
પ્રખ્યાત પોપ સ્ટાર માઈકલ જેક્સને એનેથિસિયા પ્રોપોફોલનો જરૂર કરતાં વધુ ઉપયોગ કરી આત્મહત્યા કરી લીધી હતી ડોક્ટર કોનરેડ મુરેનાં વકીલે આ દાવો કર્યો છે. કોનરેડ પર આરોપ છે કે જેક્સનની હાલત બગડતા જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યારે કેનરેડની જ બેદરકારીને કારણે જેક્સનનું મોત થયું હતું. કેનરેડનાં વકીલે તેનો બચાવ કરતાં લોસ એન્જેલસનાં ડિપટી ડિસ્ટ્રિક્ટ અટર્ની ડેવિડ વાલગ્રેનને વાત કરી હતી. કોનરેડનાં વકીલે જણાવ્યું હતું કે જેક્સનનાં બેડરૂમમાં બે પ્રોપોફોલથી ભરેલી સીરિંઝ મળી હતી. તેણે જાતે જ આ દવાઓ વધુ પ્રમાણમાં લીધી હતી અને આત્મહત્યા કરી લીધી હતી. કોનરેડ પર લગાવવામાં આવેલો આ આરોપ તદ્દન ખોટો છે. તેમજ તેણે કહ્યું હતું કે તેનો જીવ બચાવવાં હોસ્પિટલમાં પણ યોગ્ય પગલાં લેવામાં આવ્યાં ન હતાં તેમાં કોનરેડનો કોઈ જ વાંક ન હતો.  

તારીખ 31 ડિસેમ્બરનું રાશિફળ

મેષ : શુભ રંગ : લાલ : શુભ અંક : ૧-૮ વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. વેપારમાં નવાં રોકાણ થઇ શકે છે. નોકરીમાં બદલી-બઢતીની શક્યતા. એકંદરે સમય સાનુકૂળ. વૃષભ : શુભ રંગ : સફેદ : શુભ અંક : ૨-૭ આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. નાણાકીય લેવડ-દેવડમાં સંભાળવું. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે. સ્પર્ધામાં સફળતા મળે. મિથુન : શુભ રંગ : લીંબુ કલર : શુભ અંક : ૩-૬ હિતશત્રુઓથી સંભાળવું. કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. કૌટુંબિક વિખવાદોનો અંત આવતો જણાય. નાણાભીડ દૂર થાય. કર્ક : શુભ રંગ : દૂધિયો-કલર : શુભ અંક : ૪ વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઇ શકે છે. વાહન-જમીન-મકાનની ખરીદી થઇ શકે છે. ભાગ્યોદયની તક મળી શકે છે. સિંહ : શુભ રંગ : સોનેરી-કેસરી : શુભ અંક : ૫ જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. વેપારી વર્ગને નવા રોકાણ થઇ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. નવી તક મળે. કન્યા : શુભ રંગ : ઘેરો લીલો : શુભ અંક : ૬-૩ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વેપારમાં નવાં રોકાણ થઇ શકે છે. કાયદાકીય પ્રશ્નો હલ થતા જણાય. વિદેશથી શુભ સમાચાર મળે. તુલા : શુભ રંગ : સફેદ ચળકતો : ...

સિટી બેંક કૌભાંડ : મુખ્ય આરોપી શિવરાજ પુરીની ધરપકડ

સિટી બેંકની ગુડગાંવ બ્રાંચમાંથી રૂપિયા 250 કરોડ ખંખેરી લેનારા મુખ્ય ભેજાબાજ શિવરાજ પુરીની પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે પુરીને ગુડગાંવ ડિસ્ક્ટ્રીક્ટ કોર્ટમાં હાજર કર્યો હતો. શિવરાજ પુરીએ કોર્ટ સમક્ષ પોતાને નિર્દોષ ગણાવતા કહ્યું હતું કે મને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે અને ટૂંક સમયમાં જ હકીકત બહાર આવી જશે. 32 વર્ષના મૃદુભાષી એવા નવયુવાન શિવરાજ પુરીને પહેલી નજરે જોતા કોઈ કહી જ ન શકે કે તેણે આટલુ મોટુ કૌભાંડ આચર્યું હશે. પરંતુ સિટી બેંકના સ્ક્વોયર બિલ્ડિંગના આસિસ્ટંટ વાઈસ પ્રેસિડેન્ટ બીનૂ સોમનની ફરિયાદના આધારે બેંકના રિલેશનશિપ મેનેજર શિવરાજ પુરી, તેમની માતા દીક્ષા પુરી, નાના પ્રેમનાથ અને નાશી શીલા દેવી વિરૂદ્ધ છેતરપીંડિ તથા ષડયંત્ર રચવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે એસીપી ડીએલએફ દલવીર સિંહે જણાવ્યું હતું કે છેલ્લા ચાર-પાંચ મહિનાથી કેટલાક સંકાસ્પદોના બેંક ખાતાઓમાં દર મહિને કરોડો રૂપિયાના ટ્રાંજેક્સન થતા હતાં. ત્યાર બાદ હાથ ધરવામાં આવેલી તપાસના આધારે આ કૌભાંડનો ખુલાસો થયો હતો. પોલીસે હાથ ધરેલી તપાસમાં એક મહત્વનો પ્રશ્ન એ ઉભો થાય છે કે ખાનગી બેંકોમાં વર્ષમાં બે વાર ઓડિટ કરવાં આવ...

ચાની ચુસ્કી નોંતરી શકે છે સંધિવા

શું તમે ચા અને કોફીના મોટા શોખીન છો? તો આ અચૂક વાંચો. કારણ કે એક નવા સંશોધન પ્રમાણે કેફીનયુક્ત પીણા લેતા લોકોને સંધિવાની સમસ્યા વધી શકે છે. શોધ દરમિયાન જાણવા મળ્યું કે કેફીનયુક્ત પીણા જેવા કે ચા, કોફી, કોલ્ડ ડ્રિંક, સોડા વગેરે પીતા લોકોના યરિક એસિડમાં કેફીનની માત્રા વધતી જોવા મળી, જે સંધિવા જેવા જોખમ માટે પ્રભાવી ગણાય છે. સંશોધનકર્તાઓએ અભ્યાસ માટે લગભગ 633 લોકોને પસંદ કર્યા. તેમણે એક વર્ષ સુધી કેફીનયુક્ત પીણાનું સેવન કર્યુ. આ શોધ દરમિયાન એ અભ્યાસ પણ કરવામા આવ્યો કે કેફીનયુક્ત પીણા કેટલા પ્રમાણમાં લેવાથી સંધિવાની સમસ્યા સર્જાય છે. શોધ દરમિયાન જોવા મળ્યું કે જે લોકોએ છેલ્લા 24 કલાકમાં વધુ વખત કેફીનયુક્ત પીણા પીધા તેમનામાં સંધિવાનો હુમલો વધુ જોવા મળ્યો. રિપોર્ટ કહે છે કે 24 કલાકમાં ત્રણથી ચાર કેફીનયુક્ત પીણા પીવાથી સંધિવાના હુમલામાં 40થી 80 ટકાનો વધારો જોવા મળે છે. મુખ્ય સંશોધનકર્તા તેમજ બોસ્ટન યુનિવર્સિટી સ્થિત સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર તુહીન નિયોગીએ જણાવ્યું કે શોધ દરમિયાન જોવા મળ્યું કે કેફીનયુક્ત કોફી, ચા, સોડા અથવા તેવા કોઇપણ પીણાથી સંધિવાના હુમલામાં મદદ મળે છે. જ્યારે કેફીનમુક્...

વિશ્વના સૌથી શાનદાર ઓપનર બેટ્સમેન ગણાશે સહેવાગ!

Image
  નવા વર્ષે ટીમ ઈન્ડિયામાં વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સહેવાગ અનેક આશાઓ લઈને આવી રહ્યા છે. સહેવાગની કુંડળીમાં ચતુર્ગ્રહી યોગ બની રહ્યા છે. અત્યાર સુધી તેમને પોતાની મંજિલ પામવા માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે તેમના જીવનની સફળ શરુઆત થઈ ચુકી છે. તેઓ આગળના 11 વર્ષ સુધી ક્રિકેટની દુનિયામાં પોતાનું ધમાકેદાર પર્ફોમન્સ બતાવશે. 2011માં વીરુ માટે વર્લ્ડ કપ મહત્વપૂર્ણ રહેશે. વર્લ્ડ કપમાં તેઓ પોતાના જબરદસ્ત પર્ફોમન્સ માટે છક્કા મારશે અને દુનિયાના સૌથી સરસ ઓપનરનો ખિતાબ હાંસલ કરશે. આ વર્ષે વીરુની કુંડળીમાં ગુરુ ગ્રહ ગ્રહ ફેવરેબલ રહેશે. ગુરુ આ સમયે પોતાની સ્વરાશિ મીનમાં છે જે તેમને અતિરિક્ત સહયોગ આપશે. વીરુની બેટિંગ દુનિયાભરમાં છવાઈ જશે.

મન નથી થતું

સોનુના ઘરમાં ત્રણ સ્વિમિંગ પૂલ હતાં. તેમાંથી બે પાણીથી ભરેલા હતા અને એક ખાલી હતો. આ જોઈ મોનુએ પૂછ્યું કે ‘આવું કેમ?’ સોનુ: જો એક સ્વિમિંગ પૂલમાં ગરમ પાણી છે, શિયાળા માટે અને બીજા સ્વિમિંગ પૂલમાં ઠંડુ પાણી છે ઉનાળા માટે. મોનું : પણ આ ત્રીજો ખાલી કેમ? સોનું : ક્યારેક નહાવાનું મન નથી થતું.