નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

કોણ કોને દીલાસો આપે...નાનકડા આમોદ્રામાં હૈયાફાટ રૂદન

 
 
- આમોદ્રામાં પુત્ર-માતાની એક સાથે અર્થી ઉઠતા ગ્રામજનોની આંખોમાં અશ્રુઓ વહ્યા

- ગડુ નજીક મેઘલ નદીના પૂલ પાસે સર્જાયેલી કરૂણાંતીકાએ માતા-પુત્રનો ભોગ લીધો

- પુત્રનુ વેવીશાળ જોઈ પરત આવતા સુથાર યુવાન અને તેની માતા અકસ્માતમાં મોતને ભેટ્યા

ન જાણ્યુ જાનકી નાથે કે સવારે શું થવાનું છે તે તે ઉક્તિને સાર્થક કરતો દુ:ખદ બનાવ ગઇકાલે ગડુ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ઊના તાલુકાનાં નાના એવા આમોદ્રા ગામનાં સુથાર પરિવારનાં આશાસ્પદ યુવાન અને તેમની માતાનું ગમખ્વાર અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજતા નાના એવા આમોદ્રા સહિત સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ જવા પામેલ હતી અને આ માતા પુત્રનાં મૃતદેહને આમોદ્રા લાવવામાં આવતા આમોદ્રા ગામમાં પણ ગમગીની છવાઇ જવા પામેલ અને આખુ ગામ સુથાર પરિવાર પર આવી પડેલ આફત સામે સાંત્વના આપવા પહોંચી ગયેલ હતાં.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ આમોદ્રા ગામે રહેતા હેમચંદ્રભાઇ પ્રેમજીભાઇ વાઘેલાનાં ચાર પુત્રોમાંથી સૌથી નાનો લાડકવાયો પુત્ર યોગેશ (ઉ.વ.૨૨) ભુજમાં ખાનગી કંપનીમાં ફરજ બજાવતો હોય અને દિવાળીનાં વેકેશન દરમિયાન પોતાના પરિવાર સાથે દિવાળી પર્વ મનાવવા આમોદ્રા આવેલ અને યોગેશ અપરીણીત હોય તેમનાં કુટુંબજિનો દ્વારા યોગેશનો ઘરસંસાર મંડાય તે અંગે વેવિશાળની વાતચીત શરૂ હોય અને યોગેશને ભુજ જવાનું હોવાથી ભાઇબીજનાં દિવસે યોગશની માતા જયાબેન હેમચંદભાઇ (ઉ.વ.૫૫) યોગેશ સાથે કેશોદ નજીકનાં ખરખરીયા ગામે હોશે હોશે માતા-પુત્ર સગપણ જોવા ગયેલ અને વિધીની વક્રતાતો એ હતી કે સમપણ જોવા ગયેલ યોગેશને સગપણ પસંદ આવેલ અને માતા - પુત્ર ખુશી-ખુશી પરત આમોદ્રા પરત ફરતા હતા અને જે સીટી રાઇડ બસમાં બેસેલ તેમાં બંને મા-દિકરો સગપણ બાબતે વાતો કરતા હતા અને સગપણનાં સારા સમાચાર આપવા યોગેશ તેમનાં મોબાઇલ ફોન પરથી આમોદ્રા મુકામે તેમના પરિવારજનોને આ ખુશીનાં સમાચાર આપ્યા હતાં.

અચાનક આ ખુશી કુદરતને જાણે કે મંજૂર ન હોય પલભરમાં ગમમાં ફેરવાઇ ગઇ હોય તેમ જે સીટી રાઇડ બસમાં બેસીને ઊના તરફ આવતા હતા તે બસને ગડુ નજીક અકસ્માત નડતા બસમાં મુસાફરી કરી રહેલ ૧૩ વ્યક્તિનાં મોત નિપજેલ તેમાં આમોદ્રાનાં સુથાર પરિવારનાં માતા-પુત્રનાં પણ ઘટના સ્થળે મોત નપિજેલના સમાચાર તેમનાં પરિવારજનોને મળતા સુથાર પરિવાર પર જાણે કે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળતી હતી અને લાડકવાયો પુત્ર કે જેમણે થોડીવાર પહેલા પિતા તથા પરિવારનાં સભ્યો સાથે વાત કરી સંસાર માંડી નવી જીંદગીની શરૂ કરવાનાં સ્વપ્ન જોઇ રહ્યો હતો અને થોડી કલાકો બાદ તેમનાં પુત્ર અને પત્નિનો મૃતદેહ નજર સમક્ષ આવતા નાના એવા આમોદ્રા ગામમાં ગમગીની ફેલાઇ જવા પામી હતી અને માતાને કાંધ આપનાર પુત્ર તેની જનેતાની આમોદ્રામાંથી એક સાથે અર્થી ઉઠતા આમોદ્રા ગામનાં ગ્રામજનો ચોધાર આંસુએ રડી પડ્યા હતાં. સદ્ગતની સ્મશાનયાત્રામાં લુહાર, સુથાર જ્ઞાતિનાં અગ્રણીઓ તથા જ્ઞાતજિનો તેમજ આમોદ્રા ગામનાં આગેવાનો તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં.

મૃતકના સોનાના દાગીના અને રોકડ ગુમ -

આમોદ્રાના સુથાર યુવાન અને તેની માતાનું ગઈકાલે ગડુ નજીકના અકસ્માતમાં મોત નિપજ્યું છે ત્યારે આ અકસ્માતમાં મોતને ભેટનાર માતા-પુત્રના કિંમતી સોનાના ઘરેણા, ચેન અને રોકડ રકમ ગુમ થયેલ છે તેનો હજુ સુધી પત્તો કે જાણકારી મળેલ નથી તે પણ બાબત દુ:ખદ છે.

ગમગીનીના માહોલ વચ્ચે કોણ કોને દીલાસો આપે -

ઊના તાલુકાના આમોદ્રા ગામમાં સુથાર પરિવાર પર આવી પડેલ આફતમાં માતા-પુત્રના મૃતદેહ જ્યારે ગામમાં આવ્યા ત્યારે સૌથી કપરી પરિસ્થિતિતો આ પરિવારની થઈ હતી. ગમગીનીના માહોલ વચ્ચે કોણ કોને દીલાસો આપે તેવી સ્થિતિમાં હૈયાફાટ રૂદને શોક મય વાતાવરણ સજર્યુ હતું.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ત્વચા માટે આ ફળ કેટલું ગુણકારી છે જાણો છો?

રસોડામાં અંધારુ શા માટે ન અયોગ્ય માનવામાં આવે છે?