નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તમે ફેસબુક પર કેટલા ફોટા અપલોડ કરો છો?

ફેસબુક પર તમારા કેટલા ફોટા તમે અપલોડ કરીને રાખ્યા છે? વેલ, આમ તો તેનાથી કંઈ ફર્ક નથી પડતો કે તમે કેટલા ફોટા રાખો છો પણ હાલમાં જ થયેલા એક અભ્યાસમાં નવી વાત જાણવા મળી છે.

આ અભ્યાસ અનુસાર જે સ્ત્રીઓ પોતાના દેખાવ પ્રત્યે વધુ આધાર રાખે છે તેઓ ફેસબુક પર પોતાના ઘણા ફોટા અપલોડ કરે છે.

સ્ત્રીઓ પોતાના દેખાવ અને ઈમેજ દ્વારા પોતાની ઓળખ વધુ મજબૂત બનાવવામાં માને છે અને માટે જ લોકોનુ ધ્યાન ખેંચવા માટે ફેસબુકને પ્લેટફોર્મ તરીકે વાપરે છે.

યુનિવર્સિટી ઓફ બફેલોના સંશોધક માઈકલ એ સ્ટેનફેનનના જૂથે મળીને જાણ્યું કે એક વ્યક્તિ પોતાનો પ્રોફાઈલ મેનેજ કરવા પાછળ કેટલો સમય ગાળે છે, કેટલા ફોટા શેર કરે છે, તેમના ઓનલાઈન નેટવર્કની સાઈઝ કેટલી છે અને મિત્રતાની બાબતે કેટલા વિવેકી છે.

તેમને જાણવા મળ્યું કે જે લોકોને પરિવાર અને મિત્રો તરફથી પ્રેમ અને સહારો મળે છે અને જેઓ અંગત રીતે નૈતિક છે તેઓ ઓછો સમય ઓનલાઈન ગાળે છે.

જ્યારે બીજી બાજુ જે લોકોને પોતાના અસ્તિત્વનો પૂરાવો આપવા માટે અન્ય લોકોની સંમતિ, શારીરિક દેખાવ અને સ્પર્ધાની જરૂર પડે છે તેઓ ઓનલાઈન વધુ સમય ગાળે છે. જે લોકો શારીરિક દેખાવ પ્રત્યે વધુ સજાગ હોય છે તેઓ સૌથી વધુ ફોટા શેર કરે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી